________________
૨૩૬ ]
દર્શન અને ચિંતન (૩) બંને બહેનો દ્વારા બાહુબળીને પ્રતિબોધ અને એ પ્રતિબોધની તક્ષણ તેના ઉપર અસર.
પિતા રાષભ અને ભાઈ ભરત બાહુબળી વગેરેનાં લાંબાં જીવન તથા તેમની આજુબાજુ સર્વત્ર પ્રવૃત્તિધર્મ જ પ્રચલિત હતા. એવા એ વાતારણમાં આ બંને બહેનનું આજીવન કુમારત્વ તેમ જ નિવૃત્તિધર્મનું અકાન્તિક વલણ બહુ ઓછાં બંધબેસતાં અને સ્વાભાવિક લાગે છે. તે સમયની સમગ્ર સમાજરચનામાં તેમનું આ નિવૃત્તિમય જીવન તદન જુદી ભાત પાડે છે. જે એવું
જીવન તે વખતે શક્ય ન હોય અને ચરિત્રલેખકોના નિવૃત્તિમય માનસિક સંસ્કારોનું જ એ પ્રતિબિંબ માત્ર હોય તોય એ બેઉ બહેને, સહજ સરલતાને કારણે, મહાસતી પદને યોગ્ય છે જ.
ભાઈબહેનનું લગ્ન તે એ જમાનાની સામાન્ય રીત અને માનીતી રીત હતી. આજે જે અનીતિ ગણાય છે તે તે વખતે પ્રતિષ્ઠિત નીતિ હતી. આપણે નીતિ-અનીતિના બદલાતા ધારણમાંથી ઘણું શીખી શકીએ અને લગ્ન, પુનર્લગ્ન, અંતર્નાતિલગ્ન, અંતર્ધાતિલગ્ન, અંતર્વર્ણલગ્ન તેમ જ અંતરરાષ્ટ્ર લગ્ન ઇત્યાદિ અનેક સામાજિક સંબંધોના વિવિધ પાસાઓ વિશે ઘટતા પદાર્થપાઠ અને જોઈતું બળ મેળવી શકીએ. ભરત સુંદરીને પરણવા ઇચ્છતો. સુંદરી ભરતને અપાત્ર ગણતી એમ તે નહિ, પણ તે લગ્ન કરવા જ ઇચ્છતી ન હતી. તે બ્રાહ્મીને પગલે જ ચાલી સંન્યાસધર્મ સ્વીકારવા ઈચ્છતી. એ તે વખતની સમાજરચના પ્રમાણે તેમ જ પિતાના કુટુંબની મર્યાદા પ્રમાણે ઉછરેલી તદ્દન સ્વતંત્રપણે, તેમ છતાં ભારતની ઈચ્છાને સ્પષ્ટ ઇનકાર ન કરતાં તેણે ઉગ્ર તપ આચરી સૌંદર્ય ફરમાવી ભારતનું આકર્ષણ નાબૂદ કરવાનો માર્ગ સ્વીકાર્યો. શું સુંદરીનું આ વલણ ઋષભની પુત્રી અને બાહુબળીની બહેનને શોભે એવું છે કે મધ્યયુગની કઈ અબળાને લાગુ પડે તેવું છે?
વિચારકને સુંદરીના એ તપનુકાનમાં કાતિક નિવૃત્તિધર્મને યુગની છીપ જણાયા વિના ભાગ્યે જ રહી શકે. ગમે તેમ છે, પણ આ સ્થળે સુંદરી અને ભરતના યુગલની વેદના યમી-યમ યુગલ સાથે સરખામણી ખાસ કરવા જેવી છે. ઋગ્રેદમાં યમી સગા ભાઈ યમને પિતાને વરવા પ્રાર્થે છે.
જ્યારે ભાઈ યમ તેને કોઈ બીજા પુરુષની પસંદગી કરવા ને પિતાને ન પજવવા કહે છે ત્યારે યમી ચંડી બની ભાઈ યમને હીજડે સુધાં કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org