Book Title: Bhagwan Rushabhdev ane temno Parivar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર, ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના વિષયમાં તો ઈતિહાસની ગતિ સ્પષ્ટ છે. ભગવાન નેમિનાથ સુધી પણ ઈતિહાસના પ્રકાશનું આછું કિરણ પહોંચ્યું છે. પરંતુ ભગવાન ઋષભદેવની બાબતમાં એથી તદ્દન ઊલટું છે. અષભદેવને સમય એટલે જૈન ગણતરી પ્રમાણે લાખો ને કરે છેવર્ષ પહેલાંને સમય. એ સમયના ઇતિહાસની વાત પણ સંભવિત નથી. એટલા અતિપ્રાચીન સમયના પુરુષ વિશે આપણે જે કાંઈ વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વિચારીએ છીએ, તે બધું લકવાયકા અને કાંઈક શાસ્ત્રપરંપરાને રચાયેલ ચરિત્રગ્રંથમાંથી જ. એ ચરિત્રગ્રંથમાં અતિહાસિક યુગ પહેલાંના પુ વિશે લખાયેલ બધું જ અપ્રામાણિક અને ન્યાય છે એમ કહી ન શકાય, તે જ પ્રમાણે એ ચરિત્રગ્રંથોમાં એ પુરુષ વિશે લખાયેલ બધું અક્ષરશઃ તેમ જ છે એમ પણ માની શકાય તેમ નથી. આવી અનિશ્ચિત સ્થિતિ છતાં ભગવાન ઋષભદેવ જેવા અતિપ્રાચીન પુરુષ અને તેમના પરિવાર વિશે આજે હું કાંઈક કહેવા ઈચ્છું છું, તે કેટલાક ખાસ દષ્ટિબિંદુઓથી. દષ્ટિબિંદુઓ તેમાંનું પહેલું દષ્ટિબિંદુ એ છે કે ઋષભદેવ અને અન્ય તીર્થંકરની પૂજા–પ્રતિષ્ઠા તેમ જ ઉપાસનાના ક્ષેત્રમાં શું અંતર છે તે બતાવવું અને તે દ્વારા અન્ય તીર્થકરે કરતાં ઋષભદેવનું સ્થાન કેટલું વ્યાપક છે, અને તે શા માટે, એ સૂચિત કરવું. મારું બીજું અને મુખ્ય દૃષ્ટિબિંદુ એ છે કે ભૂતકાળને વર્તમાનકાળ સાથે સંબંધ જોડવો, અને તેને ભાવિનિમણમાં વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આ જ વસ્તુને કાંઈક વધારે ખુલાસાથી એ રીતે દર્શાવી શકાય કે પરંપરા અગર સમાજના માનસમાં શ્રદ્ધાનું સ્થાન પામનાર કેઈ પ્રાચીન કે અતિપ્રાચીન મહાપુરુષના જીવનચરિત્રની આસપાસ કાળક્રમે શ્રદ્ધાને બળે જે અનેક કલ્પનાઓના તાણાવાણુ રચાયા હોય કે વિવિધ રંગે પુરાયા હેય, તેનું વાસ્તવિકતાની દૃષ્ટિએ પરીક્ષણ કરી તેમાંથી એક સામાન્ય એતિહાસિક સત્ય તારવવું અને તે સત્યને વર્તમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 19