Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૨૪] દર્શન અને ચિંતન પરમ ત્યાગી તરીકે લેખી તેમણે આચરેલ કઠિનતર વ્રતનું પાલન પણ કરે છે. એક વાર અમદાવાદમાં લગભગ દશેક વર્ષ પહેલાં એક બંગાળી ગૃહસ્થ મળેલા જે એલ એલ. બી. હતા ને બહુ સમજદાર હતા. તેમણે મને તેમની પોતાની અને પિતાના પંથની ઉપાસના વિશે વાત કરતાં કહ્યું કે તેઓ દત્ત આદિ અવધૂતને માને છે, પણ એ બધા અવધૂત માં કષભદેવ તેમને મન મુખ્ય ને આદિ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના પંથમાં આગળ વધનાર ગૃહસ્થ કે રોગી માટે ઋષભદેવના જીવનનું અનુકરણ કરવું એ આદર્શ ગણાય છે. એ અનુકરણમાં અનેક પ્રકારના ત૫ ઉપરાંત શરીર ઉપર નિર્મોહપણું કેળવવાનું પણ હોય છે; તે એટલે લગી કે શરીરમાં કીડા કે ઈયળો પડે તે પણ સાધકથી ફેંકી ન શકાય. ઊલટું, કીડીઓને શરીરનું અર્પણ કરતાં તેઓ વિશેષ આનંદ અનુભવે છે. તે બંગાળી ગૃહસ્થની આ, વાતે મારું ધ્યાન ખેંચ્યું અને મને તરત લાગ્યું કે જે ઋષભદેવ માત્ર જેના જ દેવ અને ઉપાસ્ય હેત તે તે પાર્શ્વનાથ કે મહાવીરની પેઠે જેનેતર પરંપરામાં કદી ઉપાસ્યનું સ્થાન ન પામત. ખરી રીતે ભગવાન મહાવીરનું ઉગ્ર તપ ને દેહદમન જાણીતાં છે. તેમનું ક્યાંય પણ જૈનેતર વમાં નહિ અને કષભદેવનું અનુકરણ ક્યાંક પણ દેખાય છે, એ સૂચવે છે કે ઋષભદેવ એ જૂના વખતથી જ આર્ય જાતિના સામાન્ય ઉપાસ્ય દેવ હોવા. જોઈએ. ભાગવતનું વર્ણન એ જ દષ્ટિની પુષ્ટિ કરે છે. મૂળમાં જૈન ધર્મનું સ્વરૂપ કેવું હતું? એ તે આપણે ઉપર જોઈ ગયા કે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર જેવા કઠોર તપસ્વી તેમ જ નિકટવર્તી જૈન તીર્થંકર કરતાં અતિપ્રાચીન ઋષભદેવનું પ્રતિકાત્ર કેટલું વ્યાપક છે. પણ અહીં જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તફાવતનું કારણ શું? આ પ્રશ્ન આપણને જૈન ધર્મનું અસલી સ્વરૂપ કેવું હતું અથવા તે વર્તમાન જૈન ધર્મ તેમ જ જૈન સંસ્કૃતિ અને જેને ભાવનાનાં પ્રાચીન મૂળ કેવાં હતાં એ વસ્તુ વિચારવા પ્રેરે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ ભારતવર્ષમાં પ્રચલિત પ્રાચીન ધર્મોને બે વિભાગમાં વહેંચી શકાય ? (૧) પ્રવૃત્તિ ધર્મ અને (૨) નિવૃત્તિ ધમ. પ્રવૃત્તિ ધર્મ એટલે ચતુરાશ્રમ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એટલે એકાશ્રમ ધમ. નિવૃત્તિ ધર્મમાં માત્ર એક ત્યાગાશ્રમ મનાયેલું છે. એનો અર્થ એ નહિ કે તેમાં બ્રહ્મચર્ય તેમ જ ગૃહસ્થાશ્રમને સ્થાન જ નથી. એને અર્થ માત્ર એટલે જ સમજવાનું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19