Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૨૬ ] દર્શન અને ચિંતન પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મમાં પાછળથી પ્રતિષ્ઠા કે સ્થાન પામ્યું છે, અસલમાં તે એનું સ્વરૂપ નિવૃત્તિપ્રધાન જ હતું. પ્રવૃત્તિધર્મ જ જૈન ધર્મના મૂળમાં છે વિચાર કરતાં ઉક્ત પ્રશ્નના ઉત્તરમાં મને એમ જ માનવું વધારે વ્યાજબી અને સંગત લાગે છે કે સમગ્ર જીવન તેમ જ સામાજિક જીવન સાથે બરાબર અને પૂરેપૂરે મેળ ખાય એવું ધર્મનું સ્વરૂપ તે પ્રવૃત્તિપ્રધાન જ છે, નિવૃત્તિપ્રધાન નહિ. તેમ જ મને એમ પણ લાગે છે કે કઈ પણ કાળે જૈન ધર્મના મૂળ ઉદ્ગમમાં નિવૃત્તિપ્રધાન સ્વરૂપને સ્થાન ન હતું, પણ તેમાં પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપને જ સ્થાન હતું. મારા આ મંતવ્યની પુષ્ટિ વર્તમાન જૈન પરંપરાના આદિપ્રવર્તક તીર્થકર ઋષભદેવના છિન્નભિન્ન તેમ જ પાછળથી બહુ ડે મેડે પણ નિવૃત્તિપ્રધાન ધર્મની પ્રતિષ્ઠા થયા પછી લખાયેલ કે સંકલિત થયેલ જીવનવૃત્તાંત ઉપરથી અસંદિગ્ધપણે થાય છે. આ જવાબ સાચે હોય તે પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મની વિકૃતિ છે અગર તે સ્વરૂપે પાછળથી આવ્યું છે એમ માનવાને કશું જ કારણ રહેતું નથી. ત્યારે ભગવાન મહાવીરે નિવૃત્તિ પર ભાર કેમ આવે? હા, તેમ છતાં મારા આ વિચાર સામે અનેક પ્રશ્નબાણ છૂટવાનાં એ દેખીતું છે. કોઈ જરૂર પૂછી શકે કે જે સામાજિક જીવનની દૃષ્ટિએ ધર્મ પ્રવૃત્તિ પ્રધાન જ સંગત અને સ્વાભાવિક હોય તે ભગવાન મહાવીર વગેરેએ એ પ્રવૃત્તિધર્મ ઉપર ભાર ન આપતાં નિવૃત્તિપ્રધાનતા ઉપર ભાર કેમ આ ? તેમ જ પાછળના ધુરંધર જૈન આચાર્યોએ જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપની મર્યાદામાં શા માટે બાંધી રાખે ? આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો ઉદ્ભવે છે, પણ તે બધાને ઉત્તર સંક્ષેપમાં એટલે જ છે કે ભગવાન મહાવીરના પુરુષાર્થની દિશા સામાજિક જીવનને પૂર્ણપણે ઉપદેશવાની કે ઘડવાની ન હતી. એ સામાજિક જીવન જે પ્રવૃત્તિધર્મ ઉપર બંધાયેલું ને ગોઠવાયેલું તે તે ચાલુ જ હતું, પણ તે ધર્મના એક ભાગ તરીકે ત્યાગી- - જીવનના સ્વરૂપ ને અધિકાર કે આચરણમાં જે વિકૃતિઓ, શિથિલતાઓ ને જે ગેરસમજુતીઓ દાખલ થઈ હતી તેનું પિતાના વૈયક્તિક આચરણથી સંશોધન કરવું એ તેમને જીવનધર્મ હ; અથવા એમ કહે કે જેમ કઈ સુધારક માણસ માત્ર બ્રહ્મચર્યાશ્રમ પૂરત જ સુધારે હાથમાં લે કે કોઈ બીજે માત્ર ગૃહસ્થાશ્રમ પૂરતો જ સુધારે હાથમાં લે તેમ ભગવાન મહાવીરે . ત્યાગ–આશ્રમ પૂરતું જ સુધારે કરવાનું હાથમાં લીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19