Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ભગવાન વભદેવ અને તેમને પરિવાર [ ૨૩૩ પ્રયત્ન જરાયે છૂપે રહે તે નથી, પણ હેમચંદ્રને પ્રયત્ન તે એથીયે ચઢી જાય તે નિરાળે છે. હેમચંદ્ર જિનસેન પ્રમાણે જ ભારત પાસે બ્રાહ્મણ આદિ વર્ણની સ્થાપના, આવેદની રચના વગેરે બધું કરાવે છે; પણ તેમણે પિતાના વર્ણનમાં જે કૌશળ દાખવ્યું છે તે બુદ્ધિ અને કલ્પનાપૂર્ણ હોવા છતાં પાછલા વિકૃત નિવૃત્તિધર્મની સાક્ષી પૂરે છે. હેમચંદ્રના કથન પ્રમાણે ભરતે એક શ્રાવકવર્ગ સ્થા, ને તેણે એ વર્ગને કહ્યું કે તમારે કામકાજ અગર ધંધે ન કરે, ખેતીવાડી કે વ્યાપાર નોકરી અગર રાજ્ય આદિ કાઈ પ્રપંચમાં ન પડવું. તમારે બધાએ રાજ્યને રડે જમી જવું ને હંમેશાં પઠન પાઠનમાં લીન રહેવું તેમ જ રાજ મને “જિત જવાન વયે ગીતમાત મા ઉન્ન મા હન” એ મંત્ર સંભળાવ્યા કરો. ભરતે સ્થાપેલ એ શ્રાવકવર્ગ ભરતની યોજના પ્રમાણે ભરતને રસોડે જમતે, કાંઈ પણ કામ ન કરતાં માત્ર ભરતે રચેલ વેદનો પાઠ કરતે અને ભરતે જ રચી આપેલ ઉપર્યુક્ત ઉપદેશમંત્ર ભરતને જ નિત્યપ્રતિ સંભળાવતા. પણ મિત્રો ! હેમચંદનું આગળનું વર્ણન એથીયે વધારે આકર્ષક છે. તે કહે છે કે ભરતે સ્થાપેલ શ્રાવકવર્ગ જ મા હન મા હન’ શબ્દ બોલવાને કારણે બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ થો ! કઈ એમ ન ધારતા કે હેમચંદ્રને એ શ્રાવકવર્ગ કામધંધા વિનાને માત્ર શાસ્ત્રપાઠી જ હતા. એ વર્ગને સ્ત્રીઓ અને ઘરબાર પણ હતાં. તે વર્ગનું ખાવાપીવા વગેરે બધું પિષણ રાજ્ય તેમ જ સામાન્ય પ્રજા તરફથી ચાલતું હોવાને લીધે તે વર્ગને બાળબચ્ચાં પેદા કરીને તેને પિષવાની ચિંતા હતી જ નહિ. હેમચંદ્રના કથન પ્રમાણે તે વર્ગ પિતાનાં સારાં સારાં બાળકે સાધુવર્ગને વહેરાવતે, જે બાળકે સાધુઓ પાસે દીક્ષા લેતાં અને એ શ્રાવક વર્ગમાંથી વિરકિત પામેલ અનેક જણ પિતે પણ દીક્ષા લેતા. ઉપર આપેલ ટૂંક વર્ણન ઉપરથી કોઈ પણ સમજદારને એ સમજવું મુશ્કેલ નહિ પડે કે આચાર્ય હેમચંદ્ર ભરતને હાથે જે શ્રાવકવર્ગ સ્થપાવ્યું છે, અને કામધંધે છોડી માત્ર શાસ્ત્રપઠનમાં મશગૂલ રહી રાજ્યને રસોડે જમી જવાની અને ભરતે જ રચી આપેલ ઉપદેશપાઠ ભરતને જ રોજ પ્રતિ સંભળાવવાની જે વાત કહી છે તે સાધુસંસ્થાને જોઈતા ઉમેદવારો છૂટથી પૂરા પાડનાર જીવતા યંત્રની જ વાત છે, અને તે જૈન પરંપરામાં પરાપૂર્વથી ચાલતા વિકૃત નિવૃત્તિધર્મની સૂચક માત્ર છે. અત્યારના જૈન સમાજમાં ત્યાગીવર્ગ જે જાતનું વલણ ધરાવે છે, જે સંસ્કાર પિષે છે ને દીક્ષાને નિમિત્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19