Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 19
________________ 238 ] દર્શન અને ચિંતન ઋષભ એ માત્ર જૈન પંથના જ નહિ, પણ આખી આર્ય જાતિના ઉપાસ્ય દેવ છે. (2) ભગવાન ઋષભે પ્રવર્તાવેજો ને આચરેલે પ્રવૃત્તિધર્મ જ વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં બંધબેસતા હોઈ તે જ જૈન ધર્મનું અસલી સ્વરૂપ છે. (3) અત્યારના જૈન ધર્મની એકાંગી નિવૃત્તિની સમજ એ અધૂરી હોઈ ઋષભના આદર્શ સંશોધન કરવા જેવી છે. (4) આચાર્ય હેમચંદ્ર જેવાએ એવા સંશોધનની દિશા પણ સૂચવી છે અને આજના કર્મયુગમાંથી તે એ સ્પષ્ટપણે મળી શકે તેમ છે. (5) ભારતનાં જીવનમાં પણ પ્રવૃત્તિધર્મનું જ સ્વાભાવિક સ્થાન છે. પ્રસંગે પ્રસંગે જે વિકૃત ધર્મનાં ચિત્રણે નજરે પડે છે, તે પાછલા વિકૃત જૈન ધર્મની અસર માત્ર છે. (6) બાહુબલી ભરત કરતાંય ચડિયાતું પાત્ર છે. તેણે નિશ્ચિત જીતને ટાંકણે પણ ત્યાગ દર્શાવી ભારે આદર્શ પૂરે પાડ્યો છે અને બહેનના ઉપદેશને નમ્રપણે ઝીલી લઈને એણે અનેકમુખી ભવ્યતા દાખવી છે. (7) બ્રાહ્મી અને સુંદરીનાં પાત્રો પ્રાતઃ સ્મરણીય છે. તેમાંય સુંદરી એ બ્રાહ્મી કરતાં અનેક રીતે વધારે સાત્વિકતા દાખવે છે. તેનું સૌંદર્ય વાસનાને વશ ન થવામાં છે. –પર્ય પર્વનાં વ્યાખ્યાને, 1942. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19