Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249184/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર, ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના વિષયમાં તો ઈતિહાસની ગતિ સ્પષ્ટ છે. ભગવાન નેમિનાથ સુધી પણ ઈતિહાસના પ્રકાશનું આછું કિરણ પહોંચ્યું છે. પરંતુ ભગવાન ઋષભદેવની બાબતમાં એથી તદ્દન ઊલટું છે. અષભદેવને સમય એટલે જૈન ગણતરી પ્રમાણે લાખો ને કરે છેવર્ષ પહેલાંને સમય. એ સમયના ઇતિહાસની વાત પણ સંભવિત નથી. એટલા અતિપ્રાચીન સમયના પુરુષ વિશે આપણે જે કાંઈ વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વિચારીએ છીએ, તે બધું લકવાયકા અને કાંઈક શાસ્ત્રપરંપરાને રચાયેલ ચરિત્રગ્રંથમાંથી જ. એ ચરિત્રગ્રંથમાં અતિહાસિક યુગ પહેલાંના પુ વિશે લખાયેલ બધું જ અપ્રામાણિક અને ન્યાય છે એમ કહી ન શકાય, તે જ પ્રમાણે એ ચરિત્રગ્રંથોમાં એ પુરુષ વિશે લખાયેલ બધું અક્ષરશઃ તેમ જ છે એમ પણ માની શકાય તેમ નથી. આવી અનિશ્ચિત સ્થિતિ છતાં ભગવાન ઋષભદેવ જેવા અતિપ્રાચીન પુરુષ અને તેમના પરિવાર વિશે આજે હું કાંઈક કહેવા ઈચ્છું છું, તે કેટલાક ખાસ દષ્ટિબિંદુઓથી. દષ્ટિબિંદુઓ તેમાંનું પહેલું દષ્ટિબિંદુ એ છે કે ઋષભદેવ અને અન્ય તીર્થંકરની પૂજા–પ્રતિષ્ઠા તેમ જ ઉપાસનાના ક્ષેત્રમાં શું અંતર છે તે બતાવવું અને તે દ્વારા અન્ય તીર્થકરે કરતાં ઋષભદેવનું સ્થાન કેટલું વ્યાપક છે, અને તે શા માટે, એ સૂચિત કરવું. મારું બીજું અને મુખ્ય દૃષ્ટિબિંદુ એ છે કે ભૂતકાળને વર્તમાનકાળ સાથે સંબંધ જોડવો, અને તેને ભાવિનિમણમાં વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આ જ વસ્તુને કાંઈક વધારે ખુલાસાથી એ રીતે દર્શાવી શકાય કે પરંપરા અગર સમાજના માનસમાં શ્રદ્ધાનું સ્થાન પામનાર કેઈ પ્રાચીન કે અતિપ્રાચીન મહાપુરુષના જીવનચરિત્રની આસપાસ કાળક્રમે શ્રદ્ધાને બળે જે અનેક કલ્પનાઓના તાણાવાણુ રચાયા હોય કે વિવિધ રંગે પુરાયા હેય, તેનું વાસ્તવિકતાની દૃષ્ટિએ પરીક્ષણ કરી તેમાંથી એક સામાન્ય એતિહાસિક સત્ય તારવવું અને તે સત્યને વર્તમાન Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન રાવલદેવ અને તેમને પરિવાર [ ૨૨૧ જીવનના ગૂંચવાયેલ કાકડાના ઉકેલમાં તેમ જ ભાવિજીવનના નિર્માણમાં ઉપગ કરવો. અષભદેવ માત્ર જેનેના જ નથી સામાન્ય રીતે જૈન તેમ જ જૈનેતર બંને સમાજમાં અને કાંઈક અંશે ભણેલગણેલ લેખાતા વિદ્વાન વર્ગમાં પણ એક એવી માન્યતા પ્રવર્તે છે કે કષભદેવ એ માત્ર જેનેના જ ઉપાસ્ય દેવ તેમ જ પૂજ્ય અવતારી પુરુષ છે. જેને મોટે ભાગે એમ જ સમજે છે કે જૈન પરંપરા બહાર ઋષભદેવનું સ્થાન નથી અને તેઓ તે જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે. લગભગ જૈનેતર આખો વર્ગ પણ ઋષભદેવને જેનેના જ ઉપાસ્ય દેવ સમજી એ વિચારવું ભૂલી ગયા છે કે ગરષભદેવનું સ્થાન જૈનેતર પરંપરામાં છે કે નહિ, અને જો એમનું સ્થાન એ પરંપરામાં હોય તે તે ક્યાં અને કેવું છે? જૈન જૈનેતર બંને વર્ગના લોકોને ઉપર દર્શાવેલ ભ્રમ દૂર કરવાના આપણી પાસે કેટલાક પૂરાવાઓ છે, જે શાસ્ત્રબદ્ધ પણ છે અને વ્યવહાર સિદ્ધ પણ છે. જૈન તીર્થો, મંદિરે ને ગૃહમાં પ્રતિષ્ઠિત ઋષભદેવની મૂર્તિ, તેમાં પ્રતિદિવસ થતી તેની પૂજા, આબાલવૃદ્ધ જૈનમાં ગવાતું વંચાતું ઋષભચરિત્ર અને તપસ્વી જેન સ્ત્રીપુરુષો દ્વારા અનુકરણ કરાતું ઋષભદેવનું વાર્ષિક તપ-એ બધું જૈન પરંપરામાં ઋષભની ઉપાસ્ય દેવ. તરીકેની શ્રદ્ધા અને ખ્યાતિનાં ઊંડાં મૂળે તે સૂચવે જ છે, પણ ઋષભદેવની ઉપાસના અને ખ્યાતિ જૈનેતર પરંપરાના અતિ પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ. ગણાતા સાહિત્યમાં તેમ જ કેઈ નાનકડા પણ વિરલ ફિરકામાં સુધ્ધાં છે. ભાગવતમાં દેવ બ્રાહ્મણ પરંપરા અને તેમાંયે ખાસ કરી વૈષ્ણવ પરંપરાને બહુમાન્યઅને સર્વત્ર અતિપ્રસિદ્ધ ગ્રંથ ભાગવત છે, જે ભાગવતપુરાણ કહેવાય છે.. એ આઠમી શતાબ્દીથી અર્વાચીન તે નથી જ. દિગંબર અને શ્વેતાંબર બને સંપ્રદાયમાં જે ગષભદેવનાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ચરિત્ર છે તે ભાગવતથી પ્રાચીન નથી, ભાગવત પછીનાં જ છે. હા, જન પરંપરામાં, ખાસ. કરી શ્વેતાંબર પરંપરામાં, ઋષભદેવનું પ્રાકૃત ભાષામાં લખાયેલ ચરિત્ર ભાગવતમાંના કષભચરિત્ર કરતાં પણ પ્રાચીન લેવા વિશે ભાગ્યે જ સદેહ રહે છે. ભાગવતમાં જે અષભચરિત્રનું વર્ણન છે, અને તે જે રીતે જૈન ગ્રંથમાં, Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ]. દર્શન અને ચિંતન આવતા ઋષભચરિત્ર સાથે મળતું આવે છે, તે ઉપરથી પ્રથમ દષ્ટિએ જેનારને એમ લાગે કે જનસમાજમાં બહુમાનનાં ઊંડાં મૂળ નખાયાં પછી જ જૈન કથાનક–ગ્રંથોમાંથી ભાગવતના કર્તાએ અષભદેવને પિતાના ગ્રંથમાં આલેખ્યા કે અપનાવ્યા હશે, જેમાં પ્રથમથી ત્યાજ્ય ગણાએલ બુદ્ધને પણ તેમની લેકપ્રતિષ્ઠા જામ્યા પછી પાછળથી કેટલાક પુરાણકારોએ અવતારી વર્ણવ્યા છે તેમ. આખી આર્યજાતિના ઉપાસ્ય ઝડભદેવ પરંતુ મને તો લાગે છે કે ખરી હકીકત કાંઈક બીજી જ હેવી જોઈએ. ભાગવતકારના સમયમાં ઋષભદેવ કરતાં પાર્શ્વનાથ કે મહાવીરની પ્રતિષ્ઠા, ખ્યાતિ કે ઉપાસના જરાયે ઓછી ન હતી. કદાચ જૈન પરંપરામાં તો પાર્શ્વનાથ ને મહાવીરનું સ્થાન તે વખતે પણ આસન્ન ઉપકારક હોવાથી વધારે આકર્ષક હતું. તેમ છતાં ભાગવતકાર માત્ર ઋષભનું જ ચરિત્ર લે ને વર્ણવે, નેમિનાથ, પાર્શ્વનાથ ને મહાવીરના ચરિત્રને અન્ય પુરાણકારની પેઠે ભાગવતકાર ન સ્પશે, એનું કાંઈક કારણ હોવું જોઈએ. તે કારણ મારી દષ્ટિએ એ છે કે ઋષભદેવની ભાવના, પૂજા, ઉપાસના ને યશોગાથા જૈન પરંપરાની પેઠે જૈનેતર પરંપરામાં પણ પ્રથમથી ઓછેવત્તે અંશે એક અથવા બીજી રીતે અવશ્ય ચાલુ હતી અને તેથી જ એ પણ સંભવ છે કે જે સંસ્કૃત કે પ્રાકૃત બ્રાહ્મણ પુરાણ ઉપરથી ભાગવતની નવેસર રચના થવાનો એતિહાસિક મત છે તે પ્રાચીન સંસ્કૃત–પ્રાત પુરાણોમાં ઋષભદેવ વિશે થોડું પણ કાંઈક લખાયેલું હોવું જોઈએ, જે વર્તમાન ભાગવતમાં પણ લેવાયું છે. આખી આર્યજાતિમાં એકસરખી રીતે ઋષભદેવની ઓછીવતી માન્યતા બહુ જ જૂના વખતથી ચાલી આવતી હોવી જોઈએ. બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું સ્થાન અને બ્રાહ્મણ પરંપરામાં રામ, કૃષ્ણ વાસુદેવ તેમ જ મહાદેવનાં સ્થાને એટલી હદ સુધી પ્રતિષ્ઠા પામતાં ગયાં કે તેને જ પરિણામે બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં તે ઋષભનું નામ આવવા ન જ પામ્યું અને બ્રાહ્મણ પરંપરાના ભાગવત જેવા ગ્રંથમાં ત્રાધભનું ચરિત્ર જૂના રૂપમાં સચવાયું, પણ તે ભાગવતના વાસુદેવ અવતારમાં ગૌણ થઈ તેના તળમાં દબાઈ ગયું, જ્યારે જૈન સાહિત્યમાં અને જૈન પરંપરામાં એમ ન બન્યું. પાર્શ્વનાથ અને મહાવીરની જાહોજલાલીવાળા પ્રાચીન, મધ્ય તેમ જ વર્તમાન યુગમાં પણ એ પુરાણપુરુષ ઋષભની પ્રતિષ્ઠા તેમ જ ઉપાસના એકસરખી અખંડિત રહી. એ જ કારણને લીધે જેન અને જૈનેતર વર્ગમાં ઋષભની માત્ર જૈન દેવ તરીકેની માન્યતાને શ્રમ પિોષાતો આવ્યે. ખરું જોતાં એ Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર [ રર૩ પુરાણુપુરુષ ચિરકાળથી ચાલી આવતી આખી આર્ય પ્રજાને સામાન્ય દેવ જ છે એ વિશે મને લેશ પણ શંકા નથી. મારી આ ધારણાની પુષ્ટિ નીચેની બે બાબતથી થાય છે. રષિપંચમી એ રાષભપંચમી હોવી જોઈએ પહેલી બાબત ઋષિ પંચમીના પર્વની અને બીજી બાબત ક્યાંક પણ જૈનેતર વર્ગમાં અષભની ઉપાસનાને લગતી છે. ભાદરવા સુદ પાંચમ ઋષિપંચમી તરીકે જેનેતર વર્ગમાં સર્વત્ર જાણીતી છે, જે પંચમી જૈન પરંપરા પ્રમાણે સાંવત્સરિક પર્વ મનાય છે. જેને પરંપરામાં સાંવત્સરિક પર્વ એ બીજે બધાંય પ કરતાં ચઢિયાતું અને આધ્યાત્મિક હેઈ પર્વાધિરાજ મનાય છે. તે જ પર્વ વૈદિક અને બ્રાહ્મણ પરંપરામાં ઋષિપંચમીના પર્વ તરીકે ઉજવાય છે. આ પંચમી કોઈ પણ એક કે અનેક વૈદિક પરંપરાના ઋષિઓના સ્મરણ તરીકે ઊજવાતી હેય એ જાણમાં નથી. બીજી બાજુ જેને તે જ પંચમીને સાંવત્સરિક પર્વ લેખી તેને મહાન પર્વનું નામ આપે છે ને તે દિવસે સર્વોત્તમ આધ્યાત્મિક જીવન અનુભવવા યત્નશીલ રહે છે. મને લાગે છે કે જેન અને વૈદિક પરંપરાના જુદાં જુદાં નામથી જાણીતાં બંને પને એક જ ભાદરવા સુદ પંચમીએ ઉજવવાની માન્યતા કોઈ સમાન તત્વમાં છે, અને તે તત્વ મારી દૃષ્ટિએ ઋષભદેવના સ્મરણનું છે. એક અથવા બીજે કારણે આર્યજાતિમાં ઋષભદેવનું સ્મરણ ચાલ્યું આવતું અને તે નિમિતે ભાદરવા સુદી પંચમી પર્વ તરીકે ઊજવાતી. આગળ જતાં જ્યારે જૈન પરંપરા નિવૃત્તિ માર્ગ ભણું મુખ્યપણે ઢળી, ત્યારે તેણે એ પંચમીને આધ્યાત્મિક શુદ્ધિનું રૂપ આપવા તે દિવસને સાંવત્સરિક પર્વ તરીકે ઉજવવા માં, જ્યારે વૈદિક પરંપરાના અનુગામીઓએ પરાપૂર્વથી ચાલી આવતી સામાન્ય ભૂમિકાને અનુસરીને જ એ પંચમીને ઋષિપંચમી તરીકે માનવાનો પ્રઘાત ચાલુ રાખ્યો. ખરી રીતે એ ઋષિપંચમી નામમાં જ અષભનો ધ્વનિ સમાયેલું છે. ઋષભ પંચમી એ જ શુદ્ધ નામ દેવું જોઈએ ને તેનું જ બષિપંચમી એ કાંઈક અપભ્રષ્ટ રૂપ છે. જે આ કલ્પના ઠીક હેય તે તે જૈન જૈનેતર બને વર્ગમાં પુરાણકાળથી ચાલી આવતી ઋષભદેવની માન્યતાની પુષ્ટિ કરે છે. ' અવધૂત પંથમાં વભની ઉપાસના બીજી પણ ખાસ મહત્ત્વની બાબત ઉપાસના વિશેની છે. બંગાળ જેવા કઈ પ્રાંતમાં અમુક લોકો, ભલે તે સંખ્યામાં ઓછા હોય કે બહુ જાણુતા પણ ન હોય છતાં, ઋષભની ઉપાસનામાં માને છે તે તેમને એક અવધૂત Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] દર્શન અને ચિંતન પરમ ત્યાગી તરીકે લેખી તેમણે આચરેલ કઠિનતર વ્રતનું પાલન પણ કરે છે. એક વાર અમદાવાદમાં લગભગ દશેક વર્ષ પહેલાં એક બંગાળી ગૃહસ્થ મળેલા જે એલ એલ. બી. હતા ને બહુ સમજદાર હતા. તેમણે મને તેમની પોતાની અને પિતાના પંથની ઉપાસના વિશે વાત કરતાં કહ્યું કે તેઓ દત્ત આદિ અવધૂતને માને છે, પણ એ બધા અવધૂત માં કષભદેવ તેમને મન મુખ્ય ને આદિ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના પંથમાં આગળ વધનાર ગૃહસ્થ કે રોગી માટે ઋષભદેવના જીવનનું અનુકરણ કરવું એ આદર્શ ગણાય છે. એ અનુકરણમાં અનેક પ્રકારના ત૫ ઉપરાંત શરીર ઉપર નિર્મોહપણું કેળવવાનું પણ હોય છે; તે એટલે લગી કે શરીરમાં કીડા કે ઈયળો પડે તે પણ સાધકથી ફેંકી ન શકાય. ઊલટું, કીડીઓને શરીરનું અર્પણ કરતાં તેઓ વિશેષ આનંદ અનુભવે છે. તે બંગાળી ગૃહસ્થની આ, વાતે મારું ધ્યાન ખેંચ્યું અને મને તરત લાગ્યું કે જે ઋષભદેવ માત્ર જેના જ દેવ અને ઉપાસ્ય હેત તે તે પાર્શ્વનાથ કે મહાવીરની પેઠે જેનેતર પરંપરામાં કદી ઉપાસ્યનું સ્થાન ન પામત. ખરી રીતે ભગવાન મહાવીરનું ઉગ્ર તપ ને દેહદમન જાણીતાં છે. તેમનું ક્યાંય પણ જૈનેતર વમાં નહિ અને કષભદેવનું અનુકરણ ક્યાંક પણ દેખાય છે, એ સૂચવે છે કે ઋષભદેવ એ જૂના વખતથી જ આર્ય જાતિના સામાન્ય ઉપાસ્ય દેવ હોવા. જોઈએ. ભાગવતનું વર્ણન એ જ દષ્ટિની પુષ્ટિ કરે છે. મૂળમાં જૈન ધર્મનું સ્વરૂપ કેવું હતું? એ તે આપણે ઉપર જોઈ ગયા કે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર જેવા કઠોર તપસ્વી તેમ જ નિકટવર્તી જૈન તીર્થંકર કરતાં અતિપ્રાચીન ઋષભદેવનું પ્રતિકાત્ર કેટલું વ્યાપક છે. પણ અહીં જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તફાવતનું કારણ શું? આ પ્રશ્ન આપણને જૈન ધર્મનું અસલી સ્વરૂપ કેવું હતું અથવા તે વર્તમાન જૈન ધર્મ તેમ જ જૈન સંસ્કૃતિ અને જેને ભાવનાનાં પ્રાચીન મૂળ કેવાં હતાં એ વસ્તુ વિચારવા પ્રેરે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ ભારતવર્ષમાં પ્રચલિત પ્રાચીન ધર્મોને બે વિભાગમાં વહેંચી શકાય ? (૧) પ્રવૃત્તિ ધર્મ અને (૨) નિવૃત્તિ ધમ. પ્રવૃત્તિ ધર્મ એટલે ચતુરાશ્રમ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એટલે એકાશ્રમ ધમ. નિવૃત્તિ ધર્મમાં માત્ર એક ત્યાગાશ્રમ મનાયેલું છે. એનો અર્થ એ નહિ કે તેમાં બ્રહ્મચર્ય તેમ જ ગૃહસ્થાશ્રમને સ્થાન જ નથી. એને અર્થ માત્ર એટલે જ સમજવાનું છે કે Page #6 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ભદેવ અને તેમને પરિવાર [ ૨૨ નિવૃત્તિ ધર્મ એ જાતિ, ઉમર વગેરેને વિચાર વિશેષ ન કરતાં ગમે તે જાતિ ને ગમે તે ઉમરના સ્ત્રી-પુરુષ બધાને માટે એકસરખી રીતે ત્યાગ તેમ જ સંન્યાસને ઉપદેશ આપે છે. એ ધર્મ પ્રમાણે ત્સર્ગિક જીવન ત્યાગનું જ મનાયેલું હોવાથી જો કોઈ ગૃહસ્થાશ્રમમાં પડે કે દુન્યવી પ્રવૃતિ સ્વીકારે તે તે ન ટકે જ સ્વીકારે. એને એ સ્વીકાર નિવૃત્તિધર્મ પ્રમાણે માત્ર લાચારી ગણાય છે; નહિ કે તે જીવનમાં ક્રમ પ્રાપ્ત આવશ્યક ધર્મ. આથી ઊલટું ચતુરાશ્રમ ધર્મમાં ઉમરને ક્રમે જ પ્રવૃત્તિ સ્વીકારવાનું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું ઉલ્લંઘન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અગર બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધેસીધા ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા સિવાય સંન્યાસ માર્ગે જવું તે પ્રવૃત્તિધર્મ પ્રમાણે વર્યો હઈ અધમ્ય લેખાય છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી–બાહ્ય કે કૌમાર અવસ્થામાંથી કોઈ સીધેસીધે સંન્યાસ સ્વીકારે છે તે નિવૃત્તિધર્મ પ્રમાણે સ્વાભાવિક જ થયું લેખાય, કેમકે તે ક્રમ વન્યું નથી અને તેથી તે જ ક્રમ મુખ્યપણે ધર્યું છે, જ્યારે પ્રવૃત્તિધર્મ પ્રમાણે તે એ ક્રમ તદ્દન વયે હાઈ અધર્યું છે. પ્રવૃત્તિ ધર્મમાં સંન્યાસને સ્થાન છે, ને તે પ્રતિષ્ઠિત સ્થાન છે, પણ એ સ્થાન છવનક્રમમાં અમુક વખતે જ આવે છે, ગમે ત્યારે નહિ; જ્યારે નિવૃત્તિધર્મમાં ત્યાગનું સ્થાન અને તેની પ્રતિષ્ઠા સમગ્ર જીવનવ્યાપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મોના ઉક્ત દષ્ટિબિંદુ છેક જ વિરોધી હોવાથી તેના પરિણામો પણ સમાજ ઉપર જુદાં જ નોંધાયેલાં છે, અને અત્યારે પણ જુદાં જ દેખાય છે. જેને નિવૃત્તિધર્મ એ અસલી છે? જૈન હોય કે જૈનેતર કઈ પણ વિચારક છેલ્લાં બેત્રણ હજાર વર્ષનું જૈન સાહિત્ય, જૈન જીવન કે જૈન માનસ તપાસશે તે તેને નિઃસંદેહ એમ જ જણાશે કે જૈન ધર્મની પરંપરા એ નિવૃત્તિધર્મની એક ખાસ પરંપરા છે. હવે પ્રશ્ન એ છે કે જૈન ધર્મનું જે નિવૃત્તિપ્રધાન સ્વરૂપ દેખાય કે મનાય છે તે સમગ્ર જીવન અગર સામાજિક જીવનની દૃષ્ટિએ બરાબર અને બંધબેસતું છે? તેમ જ અતિપ્રાચીન કાળમાં જે જૈન ધર્મને પ્રવાહ કઈ રીતે વહેતા હિતે તે તેનું પણ એ જ સ્વરૂપ હતું, કે એથી જુદું ? જે જૈન ધર્મનું નિવૃત્તિપ્રધાન લેખાતું સ્વરૂપ જ ધર્મનું સ્વાભાવિક અને અસલી સ્વરૂપે હોય તો એના ઉપરથી એટલું આપોઆપ ફલિત થાય છે કે ધર્મનું પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ એ સ્વાભાવિક નથી, એ તે એક વિકૃત અગર સામાજિક જીવનમાં અપવાદ માત્ર છે. વળી એના ઉપરથી એ પણ ફલિત થાય કે ૧૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] દર્શન અને ચિંતન પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મમાં પાછળથી પ્રતિષ્ઠા કે સ્થાન પામ્યું છે, અસલમાં તે એનું સ્વરૂપ નિવૃત્તિપ્રધાન જ હતું. પ્રવૃત્તિધર્મ જ જૈન ધર્મના મૂળમાં છે વિચાર કરતાં ઉક્ત પ્રશ્નના ઉત્તરમાં મને એમ જ માનવું વધારે વ્યાજબી અને સંગત લાગે છે કે સમગ્ર જીવન તેમ જ સામાજિક જીવન સાથે બરાબર અને પૂરેપૂરે મેળ ખાય એવું ધર્મનું સ્વરૂપ તે પ્રવૃત્તિપ્રધાન જ છે, નિવૃત્તિપ્રધાન નહિ. તેમ જ મને એમ પણ લાગે છે કે કઈ પણ કાળે જૈન ધર્મના મૂળ ઉદ્ગમમાં નિવૃત્તિપ્રધાન સ્વરૂપને સ્થાન ન હતું, પણ તેમાં પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપને જ સ્થાન હતું. મારા આ મંતવ્યની પુષ્ટિ વર્તમાન જૈન પરંપરાના આદિપ્રવર્તક તીર્થકર ઋષભદેવના છિન્નભિન્ન તેમ જ પાછળથી બહુ ડે મેડે પણ નિવૃત્તિપ્રધાન ધર્મની પ્રતિષ્ઠા થયા પછી લખાયેલ કે સંકલિત થયેલ જીવનવૃત્તાંત ઉપરથી અસંદિગ્ધપણે થાય છે. આ જવાબ સાચે હોય તે પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મની વિકૃતિ છે અગર તે સ્વરૂપે પાછળથી આવ્યું છે એમ માનવાને કશું જ કારણ રહેતું નથી. ત્યારે ભગવાન મહાવીરે નિવૃત્તિ પર ભાર કેમ આવે? હા, તેમ છતાં મારા આ વિચાર સામે અનેક પ્રશ્નબાણ છૂટવાનાં એ દેખીતું છે. કોઈ જરૂર પૂછી શકે કે જે સામાજિક જીવનની દૃષ્ટિએ ધર્મ પ્રવૃત્તિ પ્રધાન જ સંગત અને સ્વાભાવિક હોય તે ભગવાન મહાવીર વગેરેએ એ પ્રવૃત્તિધર્મ ઉપર ભાર ન આપતાં નિવૃત્તિપ્રધાનતા ઉપર ભાર કેમ આ ? તેમ જ પાછળના ધુરંધર જૈન આચાર્યોએ જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપની મર્યાદામાં શા માટે બાંધી રાખે ? આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો ઉદ્ભવે છે, પણ તે બધાને ઉત્તર સંક્ષેપમાં એટલે જ છે કે ભગવાન મહાવીરના પુરુષાર્થની દિશા સામાજિક જીવનને પૂર્ણપણે ઉપદેશવાની કે ઘડવાની ન હતી. એ સામાજિક જીવન જે પ્રવૃત્તિધર્મ ઉપર બંધાયેલું ને ગોઠવાયેલું તે તે ચાલુ જ હતું, પણ તે ધર્મના એક ભાગ તરીકે ત્યાગી- - જીવનના સ્વરૂપ ને અધિકાર કે આચરણમાં જે વિકૃતિઓ, શિથિલતાઓ ને જે ગેરસમજુતીઓ દાખલ થઈ હતી તેનું પિતાના વૈયક્તિક આચરણથી સંશોધન કરવું એ તેમને જીવનધર્મ હ; અથવા એમ કહે કે જેમ કઈ સુધારક માણસ માત્ર બ્રહ્મચર્યાશ્રમ પૂરત જ સુધારે હાથમાં લે કે કોઈ બીજે માત્ર ગૃહસ્થાશ્રમ પૂરતો જ સુધારે હાથમાં લે તેમ ભગવાન મહાવીરે . ત્યાગ–આશ્રમ પૂરતું જ સુધારે કરવાનું હાથમાં લીધું. Page #8 -------------------------------------------------------------------------- ________________ ભગવાન રામદેવ અને તેમનો પરિવાર [ રણ નિવૃત્તિધર્મ એ સર્વશી ધમ કેમ મનાયે? જેમ જગતમાં ઘણીવાર સર્વત્ર બને છે કે કોઈ સુધારક કે મહાન પુરુષની હિલચાલ તે તે દેશકાળ અને અતિહાસિક પરિસ્થિતિ અનુસાર એક અંશ પૂરતી હોય, પણ પાછળથી એ મહાન પુરુષની હિલચાલ સંપ્રદાયનું રૂપ પામતાં પૂર્ણ અને સર્વશી લેખાય છે, તેમ ભગવાન મહાવીર આદિ તીર્થંકરના અસાધારણ વ્યક્તિત્વનો પડે જુદા સંપ્રદાયરૂપે પડતાં જ તેમને ત્યાગીજીવન પૂરતે સુધારે આખા સમાજધર્મ તરીકે સમજાય અને એ મહાન વિભૂતિ પ્રત્યેની અસાધારણ પરંતુ એકદેશીય ભક્તિએ પાછળના અનુગામીઓને સામાજિક જીવનની બીજી બાજુઓ વિશે પૂર્ણપણે તેમ જ છૂટથી વિચાર કરતા રોક્યા. ભગવાનને જે જૈન ધર્મ એકાંતિક આધ્યાત્મિક હોવાથી સમગ્ર સમાજ સાથે મેળ ખાય તેમ ન હતું ને જે બહુ તે વૈયકિતક ધર્મ હતો, તે ધર્મને સાંપ્રદાયિક રૂપ અપાતાં જ તેને સામાજિકજીવન સાથે પૂર્ણપણે મેળ બેસાડવાનો પ્રશ્ન પાછળના અનુયાયીઓ અને કુળાગત જૈનધર્મીઓ સામે ઉપસ્થિત થયે. ધર્મના એક અંશને કહે કે એક નયને પૂર્ણ ધર્મ કે પૂર્ણ અનેકાંત માનવાની ભૂલમાંથી જે વ્યવસ્થા જન્મી તે પણ ભૂલભરેલી અને મેળ વિનાની જ રહી. તેથી જ આપણે છેલ્લા બેત્રણ હજાર વર્ષના જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપમાં સામાજિક જીવનની દૃષ્ટિએ અધૂરાપણું અને અનેક વિકૃતિઓ પણ જોઈએ છીએ. ગભનું જીવન જ સ્વાભાવિક ધર્મનું પ્રવર્તક છે. આખી જૈન પરંપરા ભગવાન ઋષભદેવને વર્તમાન યુગના ઘડનાર આદિપુરુષ તરીકે પિછાને છે. તેમને તે માર્ગદર્શક ક ગી પૂર્ણપુરુષ તરીકે પૂજે છે. ભગવાન વભદેવનું જે ચરિત્ર દિગંબર-શ્વેતાંબર સાહિત્યમાં કે બ્રાહ્મણ સાહિત્યમાં આલેખાયેલું મળે છે, તે જૈન પરંપરાની ઉક્ત માન્યતાની વાસ્તવિકતાની પુષ્ટિ જ પુરવાર કરે છે, કારણ કે, જે ભગવાન ઋષભદેવ કર્મવેગી અને પૂર્ણ પુરુષ હોય તે તેમનું જીવન સમગ્ર દષ્ટિએ અગર સામાજિક સુવ્યવસ્થાની દૃષ્ટિએ પૂર્ણ જ હોવું જોઈએ. એ વિના તે સમાજરચનાના ઘડનાર કહેવાઈ જ ન શકે. આપણે ઋષભદેવના, જીવનમાં જે અનેક ઘટનાઓ નિહાળીએ છીએ અને જે અત્યારના નિવૃત્તિપ્રધાન જૈન ધર્મના સ્વરૂપની દૃષ્ટિએ બહુ સંગત નથી લાગતી અને તેથી જ જે ઘટનાઓનું સમર્થન ખેંચતાણપૂર્વક આચાર્યોને કરવું પડ્યું છે તે બધી ઘટનાઓ જીવનક્રમમાં સ્વાભાવિક જ હતી અને કોઈ પણ વિચારવાન સમાજનાં જીવનમાં સ્વાભાવિક જ હોવી ઘટે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] દર્શન અને ચિંતન નિવૃત્તિધર્મની દષ્ટિએ રાષભજવનની અસંગત દેખાતી ઘટનાઓ * અહીં કેટલીક ઘટનાઓને ઉલ્લેખ કરી તે ઉપર થોડેક વિચાર કર પ્રાસંગિક લેખાશે. (1) ભગવાન ઋષભદેવે વિવાહ સંબંધ બાંધ્યો. તે વખતની ચાલુ પ્રથા પ્રમાણે સગી બહેન સુમંગલા સાથે લગ્ન કરવા ઉપરાંત બીજી એક સુનંદા નામક કન્યા સાથે લગ્ન કર્યું કે જે પોતાના જન્મસિદ્ધ સાથીના મૃત્યુની વિખૂટી અને એકલવાયી હોઈ વિધવા નહિ તે અનાથ હતી જ. (૨) ભગવાને પ્રજા શાસનનું કાર્ય હાથમાં લઈ સામ, દંડ આદિ. નીતિ પ્રવર્તાવી અને તેને જીવનધર્મ તેમ જ સમાજધર્મ શીખવ્યો. (૩) જે કામ અને ધંધાઓ વિના વૈયક્તિક તેમ જ સામાજિક જીવન તે વખતે શક્ય ન હતું અને આજે પણ શક્ય હેઈન શકે તેવાં બધાં કામે ભગવાને લેકને શીખવ્યાં. તે વખતની સૂઝ ને પરિસ્થિતિ પ્રમાણે ભગવાને લેકને. ખેતી દ્વારા અનાજ પેદા કરતાં, અનાજ રાંધતાં, તે માટે જોઈતાં વાસણો બનાવતાં, રહેવા માટેનાં મકાન બાંધતાં, કપડાં તૈયાર કરતાં તેમ જ હજામત અનેં બીજા જીવને પયોગી શિલ્પ કરતાં શીખવ્યું. (૪) પુત્ર યોગ્ય ઉમરે પહોચતાં જ તેને જવાબદારીપૂર્વક ઘરને રાજ્યને કારભાર કરવાનું શીખવી ગૃહત્યાગપૂર્વક સાધકજીવન સ્વીકાર્યું. (૫) સાધક જીવનમાં તેમણે પિતાને મગ પૂર્ણપૂણે આત્મશોધ તરફ જ વાળ્યો અને આધ્યાત્મિક પૂર્ણતા. સિદ્ધ કરી. આ ઘટનાઓ દિગંબરાચાર્ય જિનસેન તેમ જ શ્વેતાંબરાચાર્ય હેમચંદે વર્ણવી છે. અસંગત દેખાતી ઘટનાઓનું અસંગત સમર્થન જિનસેન વિક્રમની નવમી શતાબ્દી તેમ જ હેમચંદ્ર વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં હતા. જ્યારે આ બે આચાર્યોએ અને બીજા તેમના પૂર્વવતી કે ઉત્તરવતી આચાર્યોએ ભનું જીવન આલેખવા માંડ્યું ત્યારે તેમના માનસિક સંસ્કાર અને ઋષભના જીવનની ઘટના વચ્ચે આસમાન જમીન જેટલું અંતર પડી ગયું હતું. ચરિત્રલેખક બધા જ જૈન આચાર્યોના મનમાં જૈન ધર્મના સ્વરૂપ વિશેની એક જ છાપ હતી અને તે માત્ર નિવૃત્તિધર્મને. દરેક આચાર્ય એમ માનવા ટેવાયેલ હતા કે જન્મથી મૃત્યુપર્યત નિવૃત્તિ— અનગાર ધર્મ અને આધ્યાત્મિક સાધના એ જ સ્વાભાવિક હેઈ તેમાં બીજું કાંઈ કરવું પડે તે તે વસ્તુતઃ કર્તવ્ય નથી, માત્ર ન છૂટકે જ કરવું પડે છે. આવા ખ્યાલના કારણે તે આચાર્યોને સ્વતંત્રપણે ધર્મ ઉપદેશ કરવાને હોય તો તે જુદી જ રીતે કરવો પડતો. Page #10 -------------------------------------------------------------------------- ________________ ભગવાન દેવ અને તેમને પરિવાર [ ૧૨૯ અત્યારે જેમ આપણને સાધુએ જવાબ આપે છે તેમ તે વખતે પણ એ આચાર્યો આપણું નીચેના પ્રશ્નોને જવાબ એ જ રીતે આપે. આપણે ઉંમરલાયક છોકરા છોકરીને લગ્નગ્રંથિથી બંધાવા કે ગૃહત્યાગ કરવા બાબત તેમનો (સાધુઓને) મત માગીએ તે તેઓ નિર્વિવાદ એ જ મત દર્શાવે કે લગ્ન અને ગાહથ્થબંધન ત્યાજ્ય છે. આપણે ખેતીવાડી કે બીજા અતિ આવશ્યક ધંધાધાપા કરવા વિશે તેમને મત પૂછીએ તે તેઓ મત આપવાના કે–ભાઈ! એ તે કર્મબંધન છે, નરકનું દ્વાર છે; ખેતીમાં અસંખ્ય છ હણાય. અંગારકર્મ, વનકર્મ વગેરે ધંધાઓ તે જૈનો માટે કર્માદાનરૂપ મનાયેલા હોવાથી ત્યાજ્ય છે. છોકરા છોકરીઓને ઘરની ને ધંધાની તમામ તાલીમ આપવી એ માબાપનું અનિવાર્ય કર્તવ્ય ખરું કે નહિ ? એ પ્રશ્નના જવાબમાં કાં તે તે આચાર્યોએ ચૂપકી સાધવી રહી અને કાં તે તેમને નિવૃત્તિધર્મ તેમની પાસે ભાષાસમિતિ દ્વારા એટલું જ કહેવડાવે કે એ બાબત વધારે કહેવું એ મુનિધર્મ નથી. તમે પોતે જ યથાગ્ય સમજી લે. જેમ આત્મકલ્યાણ થાય તેમ કરે ઇત્યાદિ. ઋષભના ચરિત્રલેખક આચાર્યોના એ જ જાતના સંસ્કારો હતા. જે પ્રશ્નોનો જવાબ સ્વતંત્રપણે તેઓ નકારમાં જ આપે તે પ્રશ્નો ઋષભનું જીવન લખતાં તેમની સામે આવીને ઊભા રહ્યા. ઋષભ એટલા બધા માન્ય અને પૂજ્ય હતા કે તેમના જીવનની એકેએક ઘટનાનું સમર્થન કર્યા સિવાય તેમનાથી ચલાવી શકાય તેમ પણ ન હતું, અને બીજી બાજુ નિવૃત્તિધર્મ વિશેના એમના સંસ્કારે એમને એ સમર્થન કરવા રોકતા. છેવટે તેમણે એ ઘટનાએનું સમર્થન તે કર્યું, પણ તે સમર્થન કહેવા પૂરતું અને અસ્પષ્ટ. હેમચંદ્ર વિવાહ વિશે લખતાં કહે છે કે ઋષભદેવે લેકમાં વિવાહપ્રવૃત્તિ ચાલુ રાખવા લગ્ન કર્યું. તે કહે છે કે સુનંદાને સ્વીકારી તેનું અનાથપણું ટાળ્યું. તે કહે છે કે અનેક પત્નીઓ અને સેંકડો સંતાનવાળે ગૃહસ્થધમ ભગવાને અનાસુક્તપણે આચર્યો. તે કહે છે કે અનેક પ્રકારના ધંધા ને શિ શીખવી ભગવાને સમાજમાં જીવનયાત્રા સુકર કરી ઉપકાર સાધ્યું. તે કહે છે કે સંતાનને યોગ્ય બનાવી તેને બધી ગૃહ રાજ્યવ્યવસ્થા સંપીને જ દીક્ષા લઈ ભગવાને જીવનમાર્ગમાં સામંજસ્ય સ્થાપ્યું. હેમચંદ્ર નિવૃત્તિધર્મથી વિરુદ્ધ દેખાતા પ્રવૃત્તિધર્મને એકેએક અંગનું સમર્થન ટૂંકમાં એક જ વાક્યથી કરે છે કે ભગવાન વિશિષ્ટ જ્ઞાની હતા, માટે તેમણે ત્યાજ્ય ને સાવદ્ય કને પણું કર્તવ્ય ગણું અનાસકતપણે આચર્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ દેશન અને ચિતા ઋષભદેવના વિવાહ, તેમણે ઉત્પન્ન કરેલ સતતિ, તેમણે એ સંતતિને આપેલ શિક્ષણ અને તેનુ કરેલ પોષણ, તેમણે પ્રજાસામાન્યને જીવનપયોગી આવા કહેવાતા આરભસમારભવાળા બધા જ ધંધાનું આપેલું શિક્ષણ ને તે ધંધામાં જાતે કરેલ પ્રવૃત્તિ—આ બધી ઘટનાઓનું સમર્થન આચાય જિનસેન તેમ જ હેમચંદ્ર કરે છે; એટલું જ નહિ, પણ અત્યારના એકએક નાનામેટા જૈન ફ્રિકાના ધર્મોપદેશક પડિતે તેમ જ ત્યાગી કરે છે. અહીં સવાલ એ છે કે જૂના વખતમાં કરાયેલું અને અત્યારે પણ કરાતુ આ સમન વાસ્તવિકતાની દૃષ્ટિએ થાય છે કે માત્ર મહાન પુરુષના વનની ઘટના છે એટલા જ કારણસર એ સમર્થન થાય છે? જો મહાન પુરુષના જીવનની ઘટનાએ હેવાને જ કારણે ( તે વસ્તુતઃ સમર્થનયેાગ્ય ન હોવા છતાં) તેનું સમથૅન થયેલું છે અને અત્યારે પણ થાય છે એ વિકલ્પ સ્વીકારીએ તે તેથી જૈન સમાજના ચાલુ કાયાને ઉકેલ તેા થતાજ નથી, પણ વધારામાં પડિતા તે આચાર્યોના વિચાર તેમ જ જીવનની અસતસેવન રૂપ નબળી બાજુ પણ પ્રગટ થાય છે. જે એ વિકલ્પ સ્વીકારીએ કે જૂના વખતનું અને અત્યારનું એ સમન માત્ર વાસ્તવિકતાની દૃષ્ટિએ જ છે, તે એ ઉપરથી એટલું જ સિદ્ધ થવાનું કે પ્રવૃત્તિધમ ને લગતી લગ્ન વગેરેની ઉપરની ઘટના ઋષભના જીવનમાં ઘટેલી હોય કે બીન કાર્યના જીવનમાં ઘટેલી હોય અગર અત્યારે કોઈ સાધારણ વ્યક્તિના જીવનમાં ઘટવાની હાય, પણ વસ્તુતઃ તે બધી સમર્થ નપાત્ર છે અને તેનું સમગ્રવનની દૃષ્ટિએ તેમ જ સામાજિક પૂર્ણ જીવનની દૃષ્ટિએ પૂરેપૂરુ' સ્થાન છે. જો એક વાર એ વાત સિદ્ધ થઈ અને એ સ્વાભાવિક છે એમ લાગે । પછી અત્યારના જૈન સમાજના માનસમાં જે એકાન્તિક નિવૃત્તિધર્મોના સંસ્કાર જાણે અજાણે ઊતરી આવ્યા છે અને અવિવેકપૂર્વક પોષાયા છે તેવુ સાધન કરવું એ સમજદારીની ક્રુજ છે. આ સાધન આપણે ઋષભના પૂર્ણજીવનના આદર્શ સામે રાખી કરીએ તે તેમાં ભગવાન મહાવીર્ દ્વારા પરિષ્કાર પામેલ નિવૃત્તિધમ તા આવી જ જાય છે, પણ વધારામાં વૈયક્તિક તેમ જ સામાજિક પૂર્ણ જીવનના અધિકાર પરત્વેનાં બધાં જ કતવ્યો ને બધી જ પ્રવૃત્તિઓના પણ વાસ્તવિક ઉકેલ આવી જાય છે. આ ઉકેલ પ્રમાણે દુન્યવી કાઈ પણ આવશ્યક અને વિવેકવાળી પ્રવૃત્તિ એ સાચા ત્યાગ જેટલી જ કીમતી લેખાશે અને તેમ થશે તે નિવૃત્તિધમની એકદેશી જાળમાં ગૂચવાયેલું જૈન સમાજનું કાકડું આપોઆપ ઉકેલાઈ જશે. ૩૦ ] Page #12 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર ગીતાને આશ્રય લઈ હેમ'દ્રે કરેલ નિવૃત્તિધર્મમાં સ’શાધન ઉપર એ કહેવામાં આવ્યું છે કે હેમચંદ્ર પોતે વારસાગત એકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કાર ધરાવતા અને છતાંય તેમને ઋષભના જીવનની અધી સાવદ્ય લેખાતી પ્રવૃત્તિના અચાવ કરવા હતેા. તેમને વાસ્તે આ એક ચક્રાવા હતા, પણ તેમની સર્વ શાસ્ત્રને સ્પર્શનારી અને ગમે ત્યાંથી સત્યને અપનાવનારી ગુણગ્રાહક દષ્ટિએ ઉક્ત ચક્રાવામાંથી છૂટવાની બારી ગીતામાં જોઈ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના લાંબા કલહમય વિરાધને નિકાલ ગીતાકારે અનાસક્ત દૃષ્ટિ મૂકી આપ્યા હતા. તે જ અનાસક્ત દૃષ્ટિ હેમચંદ્રે અપનાવી અને ભગવાન ઋષભે આચરેલી સમગ્ર જીવનવ્યાપ્તિ કુમમાં લાગુ પાડી. હેમચંદ્રની મૂંઝવણ અંત આવ્યા. તેમણે બહુ ઉલ્લાસ અને નિર્ભયતાથી કહી દીધું કે ભગનાને જ્ઞાની હોઈ જાણવા છતાં પણ સાવદ્ય કર્યું કન્ય લેખી આર્યાં. હેમચંદ્રનુ આ સમથૅન એક બાજુ જૂની જૈન ધરેડની દિશાભૂલ સૂચવે છે ને ખીજી બાજુ તે આપણને નવું સ્વરૂપ ધડવા પ્રકાશ આપે છે. ખરી રીતે નાની હોય તે તે દોષનુ સ્વરૂપ પૂરેપૂરું સમજે અને તેથી જ તે સ્થૂલ ગમે તેવા લાભો છતાં દોષમય પ્રવૃત્તિ ન આચરે. એટલે તે દુન્યવી જીવને પયોગી પ્રવૃત્તિ પણ એકાંત દેખવાળી જ હેય તા જ્ઞાનીએ તો એને ત્યાગ જ કરવા રહ્યો. છતાં જો એ પ્રવૃત્તિનું વિષ અનાસક્તભાવને લીધે દૂર થતુ હોય અને અનાસક્ત દૃષ્ટિથી એવી પ્રવૃત્તિ પણ કવ્ય ઠરતી હોય તેા અત્યારના જૈન સમાજે પોતાના સંસ્કારમાં આ દૃષ્ટિ દાખલ કરી સુધારા કરવા જ રહ્યો. એ વિના જૈન સમાજ વાસ્તે બીજો વ્યવહારૂ અને શાસ્ત્રીય માગ છેજ નહિ. [ ૨૩૧ આપણા દેશમાં ભણેલ અને અભણ અને વર્ગમાં એક જાતની અપ`ગતા છે. ભણેલ વર્ગ ખૂબ ભણ્યા છતાં અભવ કરતાંય પાંગળા છે; કારણ કે, તેણે કર્મેન્દ્રિયાને કેળવવામાં લઘુતા માની પાપ સેવ્યુ છે. અભણુ વમાં કમે ન્દ્રિયોની તાલીમ છતાં તે બુદ્ધિની યોગ્ય તાલીમ ને સાચી વિચારદિશા સિવાય અધ જેવા છે. જૈન સમાજના ત્યાગી અને તેને અનુસરનાર બધા વર્ગની સ્થિતિ ખરાબર એવી જ કફોડી છે. તે ત્યાગની મેટી મોટી વાત કરે છે, પશુ તેમને ખીજાનાં કર્યાં ઉપર જીવવાનુ અનિવાય હેાઈ સાચી રીતે તેએ! ત્યાગ સાધી શકતા નથી ને કુપથ આચરી શકતા નથી. જેએ પ્રવૃત્તિમાં પડેલા છે તે મુસીબત આવતાં અણીને ઢાંકણે તેમાંથી માંગ કાઢવાનું ભૂલી જઈ ભળતા જ ત્યાગને ચીલે પસંદ કરે છે, તેથી જૈન Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] દર્શન અને ચિંતન સમાજની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કે વાસ્તવિક રહી જ નથી. ગૃહસ્થ પિતાની ભૂમિકા પ્રમાણે પ્રવૃત્તિધર્મ પૂર્ણપણે નથી બજાવતા અને ત્યાગીઓ પણ નિવૃત્તિધર્મ જરાયે સાચવી નથી શકતા. આ મુશ્કેલીમાંથી બચવાની ચાવી મારી સમજ પ્રમાણે ભગવાન ઋષભના સ્વાભાવિક જીવનક્રમમાંથી મળી આવે છે. એ ઋષભને જીવનક્રમ ઘણું લાંબા વખતથી આર્યજાતિને આદર્શ મનાતે આવ્યો છે અને તે આખી માનવજાતિને વિશુદ્ધ આદર્શ થવાની યતા પણ ધરાવે છે. ભરતના પ્રવૃત્તિધર્મમાં વિદ્યુત નિવૃત્તિધર્મની છાપ અષભ પછી તેમના ગેટ પુત્ર ભરતના જીવન તરફ આપણે વળીએ. એના આખા જીવનને ન સ્પર્શતાં તેની અમુક બાબત તરફ જ દષ્ટિપાત કરીશું. એમ તે ભરત ઋષભના પુત્ર તરીકે જેમ જૈન પરંપરામાં વર્ણવાયેલ છે તેમ તે બ્રાહ્મણપરંપરામાં પણ વર્ણવાયેલ છે. અલબત્ત, ભરતના જીવનનું ચિત્રણ બંને પરંપરાઓએ પિતપોતાના દૃષ્ટિબિંદુ પ્રમાણે જ જુદી જુદી રીતે કરેલું છે. અહીં આપણે જૈન પરંપરામાં વર્ણવાયેલ ભરતજીવનની ઘટના ઉપર વિચાર કરીશું. દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરા પ્રમાણે ભારતનું આખું જીવન તેના પિતાના વારસ પ્રમાણે પ્રવૃત્તિધર્મથી ઘડાયેલું છે એ વિશે તે શંકા છે જ નહિ. ભરત ઉમરે પહોંચી રાજ્ય કરે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ સાથે ગૃહજીવન ગાળે છે, પ્રજાપાલનમાં ધર્મપરાયણતા દાખવે છે, અને છેવટે ગૃહસ્થ તરીકેની . જ સ્થિતિમાં પૂર્ણ જ્ઞાન મેળવી અતિ આધ્યાત્મિક શાંતિ સંપાદન કરે છે. આ દેખીતી રીતે જ સ્વાભાવિક પ્રવૃત્તિધર્મ છે, પણ એમાં ક્યાંક ક્યાંક ચરિત્રલેખકેના સમયના વિકૃત નિવૃત્તિધર્મના રંગે પુરાઈ ગયા છે. જિનસેન અને હેમચંદ્ર અને ભારત પાસે આર્યવેદની રચના કરાવે છે, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની સ્થાપના કરાવે છે અને બ્રાહ્મણનાં કુળક કરાવરાવે છે. આ પછી જિનસેન અને હેમચંદ્ર અજાયબી પમાડે એવી રીતે જુદે જુદે માર્ગે વિચરે છે. જિનસેનના કથન પ્રમાણે ભારતને બ્રાહ્મણ વર્ણની સ્થાપના કર્યા પછી તેને ગુણદોષ વિશે શંકા થાય છે, ને તે શંકા નિવારવા પિતાના પિતા ઋષભ તીર્થકરને પ્રશ્ન કરે છે. ભગવાન ભરતને બ્રાહ્મણ વર્ણથી આવનાર ભાવિ દે વર્ણવી બતાવે છે ને છેવટે આશ્વાસન આપતાં કહે છે કે જે થયું તે થયું. એનાથી અમુક લાભ પણ થયે છે, ઇત્યાદિ. જિનસેનને ભારતના સ્વાભાવિક જીવનને સંકુચિત નિવૃત્તિધર્મમાં ઢાળવાને Page #14 -------------------------------------------------------------------------- ________________ ભગવાન વભદેવ અને તેમને પરિવાર [ ૨૩૩ પ્રયત્ન જરાયે છૂપે રહે તે નથી, પણ હેમચંદ્રને પ્રયત્ન તે એથીયે ચઢી જાય તે નિરાળે છે. હેમચંદ્ર જિનસેન પ્રમાણે જ ભારત પાસે બ્રાહ્મણ આદિ વર્ણની સ્થાપના, આવેદની રચના વગેરે બધું કરાવે છે; પણ તેમણે પિતાના વર્ણનમાં જે કૌશળ દાખવ્યું છે તે બુદ્ધિ અને કલ્પનાપૂર્ણ હોવા છતાં પાછલા વિકૃત નિવૃત્તિધર્મની સાક્ષી પૂરે છે. હેમચંદ્રના કથન પ્રમાણે ભરતે એક શ્રાવકવર્ગ સ્થા, ને તેણે એ વર્ગને કહ્યું કે તમારે કામકાજ અગર ધંધે ન કરે, ખેતીવાડી કે વ્યાપાર નોકરી અગર રાજ્ય આદિ કાઈ પ્રપંચમાં ન પડવું. તમારે બધાએ રાજ્યને રડે જમી જવું ને હંમેશાં પઠન પાઠનમાં લીન રહેવું તેમ જ રાજ મને “જિત જવાન વયે ગીતમાત મા ઉન્ન મા હન” એ મંત્ર સંભળાવ્યા કરો. ભરતે સ્થાપેલ એ શ્રાવકવર્ગ ભરતની યોજના પ્રમાણે ભરતને રસોડે જમતે, કાંઈ પણ કામ ન કરતાં માત્ર ભરતે રચેલ વેદનો પાઠ કરતે અને ભરતે જ રચી આપેલ ઉપર્યુક્ત ઉપદેશમંત્ર ભરતને જ નિત્યપ્રતિ સંભળાવતા. પણ મિત્રો ! હેમચંદનું આગળનું વર્ણન એથીયે વધારે આકર્ષક છે. તે કહે છે કે ભરતે સ્થાપેલ શ્રાવકવર્ગ જ મા હન મા હન’ શબ્દ બોલવાને કારણે બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ થો ! કઈ એમ ન ધારતા કે હેમચંદ્રને એ શ્રાવકવર્ગ કામધંધા વિનાને માત્ર શાસ્ત્રપાઠી જ હતા. એ વર્ગને સ્ત્રીઓ અને ઘરબાર પણ હતાં. તે વર્ગનું ખાવાપીવા વગેરે બધું પિષણ રાજ્ય તેમ જ સામાન્ય પ્રજા તરફથી ચાલતું હોવાને લીધે તે વર્ગને બાળબચ્ચાં પેદા કરીને તેને પિષવાની ચિંતા હતી જ નહિ. હેમચંદ્રના કથન પ્રમાણે તે વર્ગ પિતાનાં સારાં સારાં બાળકે સાધુવર્ગને વહેરાવતે, જે બાળકે સાધુઓ પાસે દીક્ષા લેતાં અને એ શ્રાવક વર્ગમાંથી વિરકિત પામેલ અનેક જણ પિતે પણ દીક્ષા લેતા. ઉપર આપેલ ટૂંક વર્ણન ઉપરથી કોઈ પણ સમજદારને એ સમજવું મુશ્કેલ નહિ પડે કે આચાર્ય હેમચંદ્ર ભરતને હાથે જે શ્રાવકવર્ગ સ્થપાવ્યું છે, અને કામધંધે છોડી માત્ર શાસ્ત્રપઠનમાં મશગૂલ રહી રાજ્યને રસોડે જમી જવાની અને ભરતે જ રચી આપેલ ઉપદેશપાઠ ભરતને જ રોજ પ્રતિ સંભળાવવાની જે વાત કહી છે તે સાધુસંસ્થાને જોઈતા ઉમેદવારો છૂટથી પૂરા પાડનાર જીવતા યંત્રની જ વાત છે, અને તે જૈન પરંપરામાં પરાપૂર્વથી ચાલતા વિકૃત નિવૃત્તિધર્મની સૂચક માત્ર છે. અત્યારના જૈન સમાજમાં ત્યાગીવર્ગ જે જાતનું વલણ ધરાવે છે, જે સંસ્કાર પિષે છે ને દીક્ષાને નિમિત્તે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] દર્શન અને ચિંતન જે ભવાડાઓ ઊભા કરે છે તેનાં મૂળે તે સેંકડે વર્ષ પહેલાં નંખાઈ ગયેલાં હતાં. હેમચંદ્રના સમયમાં પણ એ વિકૃતિઓ હતી. ફેર એટલે જ કે અમુક પરિસ્થિતિને કારણે તે વિકૃતિઓ ધ્યાનમાં આવી ન હતી અગર કેઈએ તે તરફ લક્ષ આપ્યું ન હતું. જે એક છોકરાવાળો આ વર્ગ કામધ છેડી પરાશ્રયી બની ધર્મ પાલન કરે એ સ્વાભાવિક છે તે એમાં દોષ ન જ આવા જોઈએ. ખરી વાત એ છે કે જૈન પરંપરામાં ત્યાગી વગે નિવૃત્તિધર્મની એક જ બાજુને જીવનની પૂરી બાજુ માની તે વિશેના જ વિચારે સેવ્યા અને પ્રચાર્યા. પરિણામે તેઓ ગૃહસ્થ કે ત્યાગીના જીવનમાં અનિવાર્ય રીતે આવશ્યક એવાં કર્મો અને પ્રવૃત્તિનું મહત્ત્વ જ ભૂલી ગયા. તેથી જ આપણે ભારતના સહજ પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ વાંચીએ છીએ. - ભરતે રચેલ ઉપદેશમંત્રને અર્થ એ છે કે તમે જિતાયા છે, તમારામાં લ્ય વચ્ચે જાય છે, માટે તમે કોઈને ન હશે. કે સુંદર, પારમાર્થિક અને સદા સ્મરણય ઉપદેશ ! પણ આ ઉપદેશ સાંભળવામાં અસંગતિ કેટલી ? ઉપદેશનું તત્ત્વ વિચારનાર વેદપ્રણેતા ભરત પોતે. એને શબ્દમાં ઉતારનાર, ભરત પિતે. પણ ભરતને પિતાના જ વિચારનું ભાન રહેતું નહિ, તેથી તે એક ભાડૂતી અને અકર્મણ્ય પરાવલંબી વર્ગને મોઢે પિતાનાં રચેલ વાક્યો સાંભળવાનું પસંદ કરતે. આ બેહૂદું નથી લાગતું? પણ આ વર્ણનમાં હેમચંદ્રને લેશ પણ દેષ નથી. એ તે એક કલ્પનાસમૃદ્ધ અને પ્રતિભા સંપન્ન કવિ છે. તે પોતે જે સંસ્કારથી ટેવાયેલ ને જે સંસ્કારમાં પિપાયેલ છે તેનું કવિત્વમય ચિત્રણ કરે છે. આપણે એ ઉપરથી જે એટલું સમજી લઈએ કે નિવૃત્તિધર્મની એકદેશીયતાઓ પ્રવૃત્તિધર્મને કે વિકૃત કર્યો, તે. આપણે માટે બસ છે. ભારત અને બાહુબળી જિનસેન કે હેમચંદ્રના કાવ્યમય વર્ણનમાંથી અનેક બેધપ્રદ બાબતે મળી આવે તેમ છે. તેમાંથી ભરત બાહુબળીને લગતી એક બાબત ઉપર ઉડતી નજર નાખી લઈએ, જે આ વખતે તદન સ્થાને છે. બંને ભાઈઓ લડાઈમાં ઊતર્યા. સામસામે મોટી મોટી ફોજના મરચા મંડાયા. અનેક જાતના સંહાર પ્રતિસંહાર પછી છેવટે ઈ આપેલ સલાહ બંનેએ માન્ય રાખી. તે સલાહ એ હતી કે ભાઈ! લડવું હોય તે લડે, પણ એવું લડે કે જેથી તમારી લડાઈની ભૂખ પણ ભાગે ને કેઈની ખુવારી પણ ન થાય. ફકત તમે Page #16 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર { ૨૩૫: અને અંદરોઅંદર લડી, આ સલાહ પ્રમાણે તેમનાં પાંચ યુદ્ધો નક્કી થયાં, જેમાં ચક્ર ને મુષ્ટિ યુદ્ધ જેવાં યુદ્દો તા હિંસક હતાં, પણ સાથે સાથે અહિંસક યુદ્ધ પણ હતાં. એ અહિંસક યુદ્ધમાં દયુિદ્ધ ને નાયુદ્ધ આવે છે. જે જલદી આંખ નીચે કે નમળેા નાદ કરે તે હારે. આ અહિંસક યુદ્ધ સામે કેવું શીખવા જેવું છે! આખા જગતમાં એને પ્રસાર થાય તે જો તે માટે ત્યાગી પ્રયત્ન કરે તે તે દ્વારા જગતનું કેટલું હિત સધાય ! એથી યુદ્ધની તૃષ્ણા શમશે, હારજીત નક્કી થશે અને સવાર થતા અટકશે. પણ બીજા લોકા નહિ તો છેવટે જૈના જ એમ કહેશે કે જગત તે એવું યુદ્ધ સ્વીકારે ખરું ? પણ આ સ્થળે જ જૈન ભાઈ એને પૂછી શકીયે કે જગત તેવું અહિંસક યુદ્ધ ન સ્વીકારે તે નહિ, પરંતુ અહિંસા ને નિવૃત્તિધર્મના ઉપદેશ રાતદિવસ આપનાર ત્યાગીવ, જે સામસામેની છાવણીમાં વહેંચાઇ પોતપેાતાની બાજુએ શ્રાવક લડવૈયાઓને ઊભા કરી અનેક રીતે લડી રહ્યા છે, તે આવા કાઈ અહિં’સક યુદ્ઘના આશ્રય કાં ન લે? જે એ મુખ્ય આચાર્યો કે સાધુઓ વચ્ચે તકરાર હાય તે એ જ દૃષ્ટિ કે મૌન યુથી નહિ તેા તપાયુદ્ધથી હારજીતનો નિણૅય કાં ન કરે ? જે વધારે અને ઉગ્ર તપ કરે તે યા. આથી અહિંસા અને સયમ પાષાવા સાથે જગતમાં આદર્શ સ્થપાશે. ? આ ઉપરાંત બાહુબળના જીવનમાંથી એક ભારે મહત્ત્વના પદાર્થ પાટે આ પણ જૈતાને શીખવા મળે છે. તે એ કે બાહુબળીએ ભરત ઉપર મુઠ્ઠી મારવા ઉપાડી, પશુ તરત જ વિવક જાગતાં એણે એ મુટ્ઠી અધ્ધરથી જ પાછી વાળો. પાછી વાળીને પણ ખાલી જવા ન દેતાં એ મુઠ્ઠી પોતાના મસ્તક ઉપર,જ ચલાવી. તે એવી રીતે કે તે દ્વારા એણે આત્મધાત ન કર્યો, પણ અભિમાનધાત કર્યો. એણે અહંકારની પ્રતીક જેવી ચોટી ઉખાડી ફેંકી. આ ઘટનામાં કેટલું રહસ્ય ને કેટલા બોધપાઠુ ! ખાસ ફરી ધર્મને નામે લડતા આપણા ફિરકા અને આપણા ગુએ માટે તો બાહુબલીને આ પ્રસંગ પૂરેપૂરા માનિક છે. બ્રાહ્મો અને સુંદરી છેવટે આપણે આ બહેન વિશે થાડુંક વિચારી લઈએ. બ્રાહ્મી અને સુંદરી અને પાત્રા કાલ્પનિક હાય કે અકાલ્પનિક, પણ તે જીવનમાં ભારે સ્ફૂર્તિદાયક નીવડે તેવાં છે. એ પ્રાતઃસ્મરણીય બહેનોની બાબતમાં ત્રણ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચવા ઈચ્છું છું : (૧) આજીવન કુમારત્વ અને બ્રહ્મચર્ય, (૨) ભાઈ ભરતની ઇચ્છાને વશ ન થતાં ઉગ્ર તપપૂર્વક સુંદરીના ગૃહત્યાગ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] દર્શન અને ચિંતન (૩) બંને બહેનો દ્વારા બાહુબળીને પ્રતિબોધ અને એ પ્રતિબોધની તક્ષણ તેના ઉપર અસર. પિતા રાષભ અને ભાઈ ભરત બાહુબળી વગેરેનાં લાંબાં જીવન તથા તેમની આજુબાજુ સર્વત્ર પ્રવૃત્તિધર્મ જ પ્રચલિત હતા. એવા એ વાતારણમાં આ બંને બહેનનું આજીવન કુમારત્વ તેમ જ નિવૃત્તિધર્મનું અકાન્તિક વલણ બહુ ઓછાં બંધબેસતાં અને સ્વાભાવિક લાગે છે. તે સમયની સમગ્ર સમાજરચનામાં તેમનું આ નિવૃત્તિમય જીવન તદન જુદી ભાત પાડે છે. જે એવું જીવન તે વખતે શક્ય ન હોય અને ચરિત્રલેખકોના નિવૃત્તિમય માનસિક સંસ્કારોનું જ એ પ્રતિબિંબ માત્ર હોય તોય એ બેઉ બહેને, સહજ સરલતાને કારણે, મહાસતી પદને યોગ્ય છે જ. ભાઈબહેનનું લગ્ન તે એ જમાનાની સામાન્ય રીત અને માનીતી રીત હતી. આજે જે અનીતિ ગણાય છે તે તે વખતે પ્રતિષ્ઠિત નીતિ હતી. આપણે નીતિ-અનીતિના બદલાતા ધારણમાંથી ઘણું શીખી શકીએ અને લગ્ન, પુનર્લગ્ન, અંતર્નાતિલગ્ન, અંતર્ધાતિલગ્ન, અંતર્વર્ણલગ્ન તેમ જ અંતરરાષ્ટ્ર લગ્ન ઇત્યાદિ અનેક સામાજિક સંબંધોના વિવિધ પાસાઓ વિશે ઘટતા પદાર્થપાઠ અને જોઈતું બળ મેળવી શકીએ. ભરત સુંદરીને પરણવા ઇચ્છતો. સુંદરી ભરતને અપાત્ર ગણતી એમ તે નહિ, પણ તે લગ્ન કરવા જ ઇચ્છતી ન હતી. તે બ્રાહ્મીને પગલે જ ચાલી સંન્યાસધર્મ સ્વીકારવા ઈચ્છતી. એ તે વખતની સમાજરચના પ્રમાણે તેમ જ પિતાના કુટુંબની મર્યાદા પ્રમાણે ઉછરેલી તદ્દન સ્વતંત્રપણે, તેમ છતાં ભારતની ઈચ્છાને સ્પષ્ટ ઇનકાર ન કરતાં તેણે ઉગ્ર તપ આચરી સૌંદર્ય ફરમાવી ભારતનું આકર્ષણ નાબૂદ કરવાનો માર્ગ સ્વીકાર્યો. શું સુંદરીનું આ વલણ ઋષભની પુત્રી અને બાહુબળીની બહેનને શોભે એવું છે કે મધ્યયુગની કઈ અબળાને લાગુ પડે તેવું છે? વિચારકને સુંદરીના એ તપનુકાનમાં કાતિક નિવૃત્તિધર્મને યુગની છીપ જણાયા વિના ભાગ્યે જ રહી શકે. ગમે તેમ છે, પણ આ સ્થળે સુંદરી અને ભરતના યુગલની વેદના યમી-યમ યુગલ સાથે સરખામણી ખાસ કરવા જેવી છે. ઋગ્રેદમાં યમી સગા ભાઈ યમને પિતાને વરવા પ્રાર્થે છે. જ્યારે ભાઈ યમ તેને કોઈ બીજા પુરુષની પસંદગી કરવા ને પિતાને ન પજવવા કહે છે ત્યારે યમી ચંડી બની ભાઈ યમને હીજડે સુધાં કહી Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ગષભદેવ અને તેમને પરિવાર [ ૨૩૭ તિરકારે છે. સુંદરીના કિસ્સામાં તેથી છેક જ ઊલટું છે. ભરત સુંદરીને વરવા માગે છે, જ્યારે સુંદરી ભાઈ ભરતની માગણીને પસંદ નથી કરતી. માગણુને અસ્વીકાર કરતાં સુંદરી નથી રે ભરાતી, કે સુન્દરીનું ઊલટું વલણ જોવા છતાં નથી ભરત રોષે ભરાતે, ઊલટું બંનેમાં આંતરિક સૌમનસ્ય જામે છે અને વધે છે. યમ–ચમને તેમ જ સુંદરી-ભરતને પ્રસંગ એ ભાઈબહેન વચ્ચેના લગ્ન–. વહેવારની નીતિના અંતના પ્રસંગે હોય તેમ લાગે છે. પણ વેદના યમયમી સૂકતમાં નોંધાયેલ પ્રસંગ કરતાં જૈન પરંપરામાં સેંધાયેલ સુંદરી-ભરતને પ્રસંગ ઉભય પક્ષે સાત્ત્વિક છે; કારણ કે, પહેલા પ્રસંગમાં યમી સાત્વિકતા ગુમાવે છે, ત્યારે બીજા પ્રસંગમાં સુંદરી અને ભરત બંને સાત્વિકતામાં, સ્નાન કરી તરબોળ થાય છે. બાહુબળીને પ્રતિબોધ કરવાનો મુદ્દો અનેક દૃષ્ટિએ મહત્વનું છે. પહેલી વાત તે એ કે મહાન બલી તેમ જ અભિમાની પુWકેસરી સાધુ પ્રતિબોધનું લક્ષ્ય છે અને પ્રતિબોધ કરનાર બે અબળાઓ તેમ જ દરજજામાં ઊતરતી સાધ્વીઓ છે. છતાં પ્રતિબોધનું પરિણામ અતિ આશ્ચર્યજનક આવે છે. બહેનની. નમ્ર પણ નિર્ભય ટકોર ભાઈને સીધી રીતે હાડોહાડ સ્પર્શે છે, ને તે ક્ષણમાત્રમાં પિતાની ભૂલ જોઈ બીજી જ ક્ષણે તેનું સંશોધન કરી નાખે છે. શું આજકાલના તુમુલ ધાર્મિક યુદ્ધમાં સપડાયેલ ગૃહસ્થ કે સાધુ પુરુષવર્ગને તેમની ભૂલ સમજાવે ને સાચેસાચી આંખ ઉઘાડે એવી કોઈ વધારે નહિ. તે કઈ એકાદ બહેન, બ્રાહ્મી-સુંદરીનું સદા પ્રાતઃસ્મરણ કરનાર જૈન સમાજમાં છે? શું બ્રાહ્મી–સુંદરીનું મહત્ત્વ ગાનાર અત્યારને આખો જેન અબળા સમાજ સાચે જ સાહસ અને વિચારવંધ્ય બની ગયો છે? એમાં એક પણ એવું નારીરત્ન નથી કે જે ધર્મને નામે લડતા અભિમાની પુરુષોની ભૂલનાં મર્મ સ્થાને સમજે અને તે તેમની સામે નિભર્યપણે દર્શાવે? એ જ રીતે શું એ એક પણ પુરૂષકેસરી સાધુરાજ નથી કે જે બાહુબળીના જેટલો સરહદય હોય અને ભૂલ દર્શાવનાર પાત્ર કોણ છે એને વિચાર ર્યા સિવાય જ, ભૂલ તે તે અતિ ભૂલ જ છે એમ સમજી, પિતાની ભૂલને કબૂલે તેમ જ તેનું સંશોધન કરી આધ્યાત્મિક અને સામાજિક કલ્યાણને નિરપદ બનાવે ? આપણે આજને પ્રસંગે એવી આશા સેવીએ કે સમાજમાં બ્રાહ્મી–સુંદરી જેવી બહેને પાકે ને બાહુબળી જેવા પુરુષો. ઉપસંહાર લેખમાં રજૂ થયેલ મુદ્દાઓ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે: (૧) ભગવાન Page #19 -------------------------------------------------------------------------- ________________ 238 ] દર્શન અને ચિંતન ઋષભ એ માત્ર જૈન પંથના જ નહિ, પણ આખી આર્ય જાતિના ઉપાસ્ય દેવ છે. (2) ભગવાન ઋષભે પ્રવર્તાવેજો ને આચરેલે પ્રવૃત્તિધર્મ જ વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં બંધબેસતા હોઈ તે જ જૈન ધર્મનું અસલી સ્વરૂપ છે. (3) અત્યારના જૈન ધર્મની એકાંગી નિવૃત્તિની સમજ એ અધૂરી હોઈ ઋષભના આદર્શ સંશોધન કરવા જેવી છે. (4) આચાર્ય હેમચંદ્ર જેવાએ એવા સંશોધનની દિશા પણ સૂચવી છે અને આજના કર્મયુગમાંથી તે એ સ્પષ્ટપણે મળી શકે તેમ છે. (5) ભારતનાં જીવનમાં પણ પ્રવૃત્તિધર્મનું જ સ્વાભાવિક સ્થાન છે. પ્રસંગે પ્રસંગે જે વિકૃત ધર્મનાં ચિત્રણે નજરે પડે છે, તે પાછલા વિકૃત જૈન ધર્મની અસર માત્ર છે. (6) બાહુબલી ભરત કરતાંય ચડિયાતું પાત્ર છે. તેણે નિશ્ચિત જીતને ટાંકણે પણ ત્યાગ દર્શાવી ભારે આદર્શ પૂરે પાડ્યો છે અને બહેનના ઉપદેશને નમ્રપણે ઝીલી લઈને એણે અનેકમુખી ભવ્યતા દાખવી છે. (7) બ્રાહ્મી અને સુંદરીનાં પાત્રો પ્રાતઃ સ્મરણીય છે. તેમાંય સુંદરી એ બ્રાહ્મી કરતાં અનેક રીતે વધારે સાત્વિકતા દાખવે છે. તેનું સૌંદર્ય વાસનાને વશ ન થવામાં છે. –પર્ય પર્વનાં વ્યાખ્યાને, 1942.