________________
ભગવાન ભદેવ અને તેમને પરિવાર
[ ૨૨ નિવૃત્તિ ધર્મ એ જાતિ, ઉમર વગેરેને વિચાર વિશેષ ન કરતાં ગમે તે જાતિ ને ગમે તે ઉમરના સ્ત્રી-પુરુષ બધાને માટે એકસરખી રીતે ત્યાગ તેમ જ સંન્યાસને ઉપદેશ આપે છે. એ ધર્મ પ્રમાણે ત્સર્ગિક જીવન ત્યાગનું જ મનાયેલું હોવાથી જો કોઈ ગૃહસ્થાશ્રમમાં પડે કે દુન્યવી પ્રવૃતિ સ્વીકારે તે તે ન ટકે જ સ્વીકારે. એને એ સ્વીકાર નિવૃત્તિધર્મ પ્રમાણે માત્ર લાચારી ગણાય છે; નહિ કે તે જીવનમાં ક્રમ પ્રાપ્ત આવશ્યક ધર્મ. આથી ઊલટું ચતુરાશ્રમ ધર્મમાં ઉમરને ક્રમે જ પ્રવૃત્તિ સ્વીકારવાનું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું ઉલ્લંઘન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અગર બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધેસીધા ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા સિવાય સંન્યાસ માર્ગે જવું તે પ્રવૃત્તિધર્મ પ્રમાણે વર્યો હઈ અધમ્ય લેખાય છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી–બાહ્ય કે કૌમાર અવસ્થામાંથી કોઈ સીધેસીધે સંન્યાસ સ્વીકારે છે તે નિવૃત્તિધર્મ પ્રમાણે સ્વાભાવિક જ થયું લેખાય, કેમકે તે ક્રમ વન્યું નથી અને તેથી તે જ ક્રમ મુખ્યપણે ધર્યું છે, જ્યારે પ્રવૃત્તિધર્મ પ્રમાણે તે એ ક્રમ તદ્દન વયે હાઈ અધર્યું છે. પ્રવૃત્તિ ધર્મમાં સંન્યાસને સ્થાન છે, ને તે પ્રતિષ્ઠિત સ્થાન છે, પણ એ સ્થાન છવનક્રમમાં અમુક વખતે જ આવે છે, ગમે ત્યારે નહિ; જ્યારે નિવૃત્તિધર્મમાં ત્યાગનું સ્થાન અને તેની પ્રતિષ્ઠા સમગ્ર જીવનવ્યાપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મોના ઉક્ત દષ્ટિબિંદુ છેક જ વિરોધી હોવાથી તેના પરિણામો પણ સમાજ ઉપર જુદાં જ નોંધાયેલાં છે, અને અત્યારે પણ જુદાં જ દેખાય છે. જેને નિવૃત્તિધર્મ એ અસલી છે?
જૈન હોય કે જૈનેતર કઈ પણ વિચારક છેલ્લાં બેત્રણ હજાર વર્ષનું જૈન સાહિત્ય, જૈન જીવન કે જૈન માનસ તપાસશે તે તેને નિઃસંદેહ એમ જ જણાશે કે જૈન ધર્મની પરંપરા એ નિવૃત્તિધર્મની એક ખાસ પરંપરા છે. હવે પ્રશ્ન એ છે કે જૈન ધર્મનું જે નિવૃત્તિપ્રધાન સ્વરૂપ દેખાય કે મનાય છે તે સમગ્ર જીવન અગર સામાજિક જીવનની દૃષ્ટિએ બરાબર અને બંધબેસતું છે? તેમ જ અતિપ્રાચીન કાળમાં જે જૈન ધર્મને પ્રવાહ કઈ રીતે વહેતા હિતે તે તેનું પણ એ જ સ્વરૂપ હતું, કે એથી જુદું ? જે જૈન ધર્મનું નિવૃત્તિપ્રધાન લેખાતું સ્વરૂપ જ ધર્મનું સ્વાભાવિક અને અસલી સ્વરૂપે હોય તો એના ઉપરથી એટલું આપોઆપ ફલિત થાય છે કે ધર્મનું પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ એ સ્વાભાવિક નથી, એ તે એક વિકૃત અગર સામાજિક જીવનમાં અપવાદ માત્ર છે. વળી એના ઉપરથી એ પણ ફલિત થાય કે ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org