________________
ભગવાન ગષભદેવ અને તેમને પરિવાર
[ ૨૩૭ તિરકારે છે. સુંદરીના કિસ્સામાં તેથી છેક જ ઊલટું છે. ભરત સુંદરીને વરવા માગે છે, જ્યારે સુંદરી ભાઈ ભરતની માગણીને પસંદ નથી કરતી. માગણુને અસ્વીકાર કરતાં સુંદરી નથી રે ભરાતી, કે સુન્દરીનું ઊલટું વલણ જોવા છતાં નથી ભરત રોષે ભરાતે, ઊલટું બંનેમાં આંતરિક સૌમનસ્ય જામે છે અને વધે છે. યમ–ચમને તેમ જ સુંદરી-ભરતને પ્રસંગ એ ભાઈબહેન વચ્ચેના લગ્ન–. વહેવારની નીતિના અંતના પ્રસંગે હોય તેમ લાગે છે. પણ વેદના યમયમી સૂકતમાં નોંધાયેલ પ્રસંગ કરતાં જૈન પરંપરામાં સેંધાયેલ સુંદરી-ભરતને પ્રસંગ ઉભય પક્ષે સાત્ત્વિક છે; કારણ કે, પહેલા પ્રસંગમાં યમી સાત્વિકતા ગુમાવે છે, ત્યારે બીજા પ્રસંગમાં સુંદરી અને ભરત બંને સાત્વિકતામાં, સ્નાન કરી તરબોળ થાય છે.
બાહુબળીને પ્રતિબોધ કરવાનો મુદ્દો અનેક દૃષ્ટિએ મહત્વનું છે. પહેલી વાત તે એ કે મહાન બલી તેમ જ અભિમાની પુWકેસરી સાધુ પ્રતિબોધનું લક્ષ્ય છે અને પ્રતિબોધ કરનાર બે અબળાઓ તેમ જ દરજજામાં ઊતરતી સાધ્વીઓ છે. છતાં પ્રતિબોધનું પરિણામ અતિ આશ્ચર્યજનક આવે છે. બહેનની. નમ્ર પણ નિર્ભય ટકોર ભાઈને સીધી રીતે હાડોહાડ સ્પર્શે છે, ને તે ક્ષણમાત્રમાં પિતાની ભૂલ જોઈ બીજી જ ક્ષણે તેનું સંશોધન કરી નાખે છે. શું આજકાલના તુમુલ ધાર્મિક યુદ્ધમાં સપડાયેલ ગૃહસ્થ કે સાધુ પુરુષવર્ગને તેમની ભૂલ સમજાવે ને સાચેસાચી આંખ ઉઘાડે એવી કોઈ વધારે નહિ. તે કઈ એકાદ બહેન, બ્રાહ્મી-સુંદરીનું સદા પ્રાતઃસ્મરણ કરનાર જૈન સમાજમાં છે? શું બ્રાહ્મી–સુંદરીનું મહત્ત્વ ગાનાર અત્યારને આખો જેન અબળા સમાજ સાચે જ સાહસ અને વિચારવંધ્ય બની ગયો છે? એમાં એક પણ એવું નારીરત્ન નથી કે જે ધર્મને નામે લડતા અભિમાની પુરુષોની ભૂલનાં મર્મ સ્થાને સમજે અને તે તેમની સામે નિભર્યપણે દર્શાવે? એ જ રીતે શું એ એક પણ પુરૂષકેસરી સાધુરાજ નથી કે જે બાહુબળીના જેટલો સરહદય હોય અને ભૂલ દર્શાવનાર પાત્ર કોણ છે એને વિચાર ર્યા સિવાય જ, ભૂલ તે તે અતિ ભૂલ જ છે એમ સમજી, પિતાની ભૂલને કબૂલે તેમ જ તેનું સંશોધન કરી આધ્યાત્મિક અને સામાજિક કલ્યાણને નિરપદ બનાવે ? આપણે આજને પ્રસંગે એવી આશા સેવીએ કે સમાજમાં બ્રાહ્મી–સુંદરી જેવી બહેને પાકે ને બાહુબળી જેવા પુરુષો. ઉપસંહાર
લેખમાં રજૂ થયેલ મુદ્દાઓ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે: (૧) ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org