Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૨૩૨ ] દર્શન અને ચિંતન સમાજની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કે વાસ્તવિક રહી જ નથી. ગૃહસ્થ પિતાની ભૂમિકા પ્રમાણે પ્રવૃત્તિધર્મ પૂર્ણપણે નથી બજાવતા અને ત્યાગીઓ પણ નિવૃત્તિધર્મ જરાયે સાચવી નથી શકતા. આ મુશ્કેલીમાંથી બચવાની ચાવી મારી સમજ પ્રમાણે ભગવાન ઋષભના સ્વાભાવિક જીવનક્રમમાંથી મળી આવે છે. એ ઋષભને જીવનક્રમ ઘણું લાંબા વખતથી આર્યજાતિને આદર્શ મનાતે આવ્યો છે અને તે આખી માનવજાતિને વિશુદ્ધ આદર્શ થવાની યતા પણ ધરાવે છે. ભરતના પ્રવૃત્તિધર્મમાં વિદ્યુત નિવૃત્તિધર્મની છાપ અષભ પછી તેમના ગેટ પુત્ર ભરતના જીવન તરફ આપણે વળીએ. એના આખા જીવનને ન સ્પર્શતાં તેની અમુક બાબત તરફ જ દષ્ટિપાત કરીશું. એમ તે ભરત ઋષભના પુત્ર તરીકે જેમ જૈન પરંપરામાં વર્ણવાયેલ છે તેમ તે બ્રાહ્મણપરંપરામાં પણ વર્ણવાયેલ છે. અલબત્ત, ભરતના જીવનનું ચિત્રણ બંને પરંપરાઓએ પિતપોતાના દૃષ્ટિબિંદુ પ્રમાણે જ જુદી જુદી રીતે કરેલું છે. અહીં આપણે જૈન પરંપરામાં વર્ણવાયેલ ભરતજીવનની ઘટના ઉપર વિચાર કરીશું. દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરા પ્રમાણે ભારતનું આખું જીવન તેના પિતાના વારસ પ્રમાણે પ્રવૃત્તિધર્મથી ઘડાયેલું છે એ વિશે તે શંકા છે જ નહિ. ભરત ઉમરે પહોંચી રાજ્ય કરે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ સાથે ગૃહજીવન ગાળે છે, પ્રજાપાલનમાં ધર્મપરાયણતા દાખવે છે, અને છેવટે ગૃહસ્થ તરીકેની . જ સ્થિતિમાં પૂર્ણ જ્ઞાન મેળવી અતિ આધ્યાત્મિક શાંતિ સંપાદન કરે છે. આ દેખીતી રીતે જ સ્વાભાવિક પ્રવૃત્તિધર્મ છે, પણ એમાં ક્યાંક ક્યાંક ચરિત્રલેખકેના સમયના વિકૃત નિવૃત્તિધર્મના રંગે પુરાઈ ગયા છે. જિનસેન અને હેમચંદ્ર અને ભારત પાસે આર્યવેદની રચના કરાવે છે, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની સ્થાપના કરાવે છે અને બ્રાહ્મણનાં કુળક કરાવરાવે છે. આ પછી જિનસેન અને હેમચંદ્ર અજાયબી પમાડે એવી રીતે જુદે જુદે માર્ગે વિચરે છે. જિનસેનના કથન પ્રમાણે ભારતને બ્રાહ્મણ વર્ણની સ્થાપના કર્યા પછી તેને ગુણદોષ વિશે શંકા થાય છે, ને તે શંકા નિવારવા પિતાના પિતા ઋષભ તીર્થકરને પ્રશ્ન કરે છે. ભગવાન ભરતને બ્રાહ્મણ વર્ણથી આવનાર ભાવિ દે વર્ણવી બતાવે છે ને છેવટે આશ્વાસન આપતાં કહે છે કે જે થયું તે થયું. એનાથી અમુક લાભ પણ થયે છે, ઇત્યાદિ. જિનસેનને ભારતના સ્વાભાવિક જીવનને સંકુચિત નિવૃત્તિધર્મમાં ઢાળવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19