________________
દેશન અને ચિતા
ઋષભદેવના વિવાહ, તેમણે ઉત્પન્ન કરેલ સતતિ, તેમણે એ સંતતિને આપેલ શિક્ષણ અને તેનુ કરેલ પોષણ, તેમણે પ્રજાસામાન્યને જીવનપયોગી આવા કહેવાતા આરભસમારભવાળા બધા જ ધંધાનું આપેલું શિક્ષણ ને તે ધંધામાં જાતે કરેલ પ્રવૃત્તિ—આ બધી ઘટનાઓનું સમર્થન આચાય જિનસેન તેમ જ હેમચંદ્ર કરે છે; એટલું જ નહિ, પણ અત્યારના એકએક નાનામેટા જૈન ફ્રિકાના ધર્મોપદેશક પડિતે તેમ જ ત્યાગી કરે છે. અહીં સવાલ એ છે કે જૂના વખતમાં કરાયેલું અને અત્યારે પણ કરાતુ આ સમન વાસ્તવિકતાની દૃષ્ટિએ થાય છે કે માત્ર મહાન પુરુષના વનની ઘટના છે એટલા જ કારણસર એ સમર્થન થાય છે? જો મહાન પુરુષના જીવનની ઘટનાએ હેવાને જ કારણે ( તે વસ્તુતઃ સમર્થનયેાગ્ય ન હોવા છતાં) તેનું સમથૅન થયેલું છે અને અત્યારે પણ થાય છે એ વિકલ્પ સ્વીકારીએ તે તેથી જૈન સમાજના ચાલુ કાયાને ઉકેલ તેા થતાજ નથી, પણ વધારામાં પડિતા તે આચાર્યોના વિચાર તેમ જ જીવનની અસતસેવન રૂપ નબળી બાજુ પણ પ્રગટ થાય છે. જે એ વિકલ્પ સ્વીકારીએ કે જૂના વખતનું અને અત્યારનું એ સમન માત્ર વાસ્તવિકતાની દૃષ્ટિએ જ છે, તે એ ઉપરથી એટલું જ સિદ્ધ થવાનું કે પ્રવૃત્તિધમ ને લગતી લગ્ન વગેરેની ઉપરની ઘટના ઋષભના જીવનમાં ઘટેલી હોય કે બીન કાર્યના જીવનમાં ઘટેલી હોય અગર અત્યારે કોઈ સાધારણ વ્યક્તિના જીવનમાં ઘટવાની હાય, પણ વસ્તુતઃ તે બધી સમર્થ નપાત્ર છે અને તેનું સમગ્રવનની દૃષ્ટિએ તેમ જ સામાજિક પૂર્ણ જીવનની દૃષ્ટિએ પૂરેપૂરુ' સ્થાન છે. જો એક વાર એ વાત સિદ્ધ થઈ અને એ સ્વાભાવિક છે એમ લાગે । પછી અત્યારના જૈન સમાજના માનસમાં જે એકાન્તિક નિવૃત્તિધર્મોના સંસ્કાર જાણે અજાણે ઊતરી આવ્યા છે અને અવિવેકપૂર્વક પોષાયા છે તેવુ સાધન કરવું એ સમજદારીની ક્રુજ છે. આ સાધન આપણે ઋષભના પૂર્ણજીવનના આદર્શ સામે રાખી કરીએ તે તેમાં ભગવાન મહાવીર્ દ્વારા પરિષ્કાર પામેલ નિવૃત્તિધમ તા આવી જ જાય છે, પણ વધારામાં વૈયક્તિક તેમ જ સામાજિક પૂર્ણ જીવનના અધિકાર પરત્વેનાં બધાં જ કતવ્યો ને બધી જ પ્રવૃત્તિઓના પણ વાસ્તવિક ઉકેલ આવી જાય છે. આ ઉકેલ પ્રમાણે દુન્યવી કાઈ પણ આવશ્યક અને વિવેકવાળી પ્રવૃત્તિ એ સાચા ત્યાગ જેટલી જ કીમતી લેખાશે અને તેમ થશે તે નિવૃત્તિધમની એકદેશી જાળમાં ગૂચવાયેલું જૈન સમાજનું કાકડું આપોઆપ ઉકેલાઈ જશે.
૩૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org