Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૨૨૮] દર્શન અને ચિંતન નિવૃત્તિધર્મની દષ્ટિએ રાષભજવનની અસંગત દેખાતી ઘટનાઓ * અહીં કેટલીક ઘટનાઓને ઉલ્લેખ કરી તે ઉપર થોડેક વિચાર કર પ્રાસંગિક લેખાશે. (1) ભગવાન ઋષભદેવે વિવાહ સંબંધ બાંધ્યો. તે વખતની ચાલુ પ્રથા પ્રમાણે સગી બહેન સુમંગલા સાથે લગ્ન કરવા ઉપરાંત બીજી એક સુનંદા નામક કન્યા સાથે લગ્ન કર્યું કે જે પોતાના જન્મસિદ્ધ સાથીના મૃત્યુની વિખૂટી અને એકલવાયી હોઈ વિધવા નહિ તે અનાથ હતી જ. (૨) ભગવાને પ્રજા શાસનનું કાર્ય હાથમાં લઈ સામ, દંડ આદિ. નીતિ પ્રવર્તાવી અને તેને જીવનધર્મ તેમ જ સમાજધર્મ શીખવ્યો. (૩) જે કામ અને ધંધાઓ વિના વૈયક્તિક તેમ જ સામાજિક જીવન તે વખતે શક્ય ન હતું અને આજે પણ શક્ય હેઈન શકે તેવાં બધાં કામે ભગવાને લેકને શીખવ્યાં. તે વખતની સૂઝ ને પરિસ્થિતિ પ્રમાણે ભગવાને લેકને. ખેતી દ્વારા અનાજ પેદા કરતાં, અનાજ રાંધતાં, તે માટે જોઈતાં વાસણો બનાવતાં, રહેવા માટેનાં મકાન બાંધતાં, કપડાં તૈયાર કરતાં તેમ જ હજામત અનેં બીજા જીવને પયોગી શિલ્પ કરતાં શીખવ્યું. (૪) પુત્ર યોગ્ય ઉમરે પહોચતાં જ તેને જવાબદારીપૂર્વક ઘરને રાજ્યને કારભાર કરવાનું શીખવી ગૃહત્યાગપૂર્વક સાધકજીવન સ્વીકાર્યું. (૫) સાધક જીવનમાં તેમણે પિતાને મગ પૂર્ણપૂણે આત્મશોધ તરફ જ વાળ્યો અને આધ્યાત્મિક પૂર્ણતા. સિદ્ધ કરી. આ ઘટનાઓ દિગંબરાચાર્ય જિનસેન તેમ જ શ્વેતાંબરાચાર્ય હેમચંદે વર્ણવી છે. અસંગત દેખાતી ઘટનાઓનું અસંગત સમર્થન જિનસેન વિક્રમની નવમી શતાબ્દી તેમ જ હેમચંદ્ર વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં હતા. જ્યારે આ બે આચાર્યોએ અને બીજા તેમના પૂર્વવતી કે ઉત્તરવતી આચાર્યોએ ભનું જીવન આલેખવા માંડ્યું ત્યારે તેમના માનસિક સંસ્કાર અને ઋષભના જીવનની ઘટના વચ્ચે આસમાન જમીન જેટલું અંતર પડી ગયું હતું. ચરિત્રલેખક બધા જ જૈન આચાર્યોના મનમાં જૈન ધર્મના સ્વરૂપ વિશેની એક જ છાપ હતી અને તે માત્ર નિવૃત્તિધર્મને. દરેક આચાર્ય એમ માનવા ટેવાયેલ હતા કે જન્મથી મૃત્યુપર્યત નિવૃત્તિ— અનગાર ધર્મ અને આધ્યાત્મિક સાધના એ જ સ્વાભાવિક હેઈ તેમાં બીજું કાંઈ કરવું પડે તે તે વસ્તુતઃ કર્તવ્ય નથી, માત્ર ન છૂટકે જ કરવું પડે છે. આવા ખ્યાલના કારણે તે આચાર્યોને સ્વતંત્રપણે ધર્મ ઉપદેશ કરવાને હોય તો તે જુદી જ રીતે કરવો પડતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19