Book Title: Bhagwan Rushabhdev ane temno Parivar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ભગવાન રામદેવ અને તેમનો પરિવાર [ રણ નિવૃત્તિધર્મ એ સર્વશી ધમ કેમ મનાયે? જેમ જગતમાં ઘણીવાર સર્વત્ર બને છે કે કોઈ સુધારક કે મહાન પુરુષની હિલચાલ તે તે દેશકાળ અને અતિહાસિક પરિસ્થિતિ અનુસાર એક અંશ પૂરતી હોય, પણ પાછળથી એ મહાન પુરુષની હિલચાલ સંપ્રદાયનું રૂપ પામતાં પૂર્ણ અને સર્વશી લેખાય છે, તેમ ભગવાન મહાવીર આદિ તીર્થંકરના અસાધારણ વ્યક્તિત્વનો પડે જુદા સંપ્રદાયરૂપે પડતાં જ તેમને ત્યાગીજીવન પૂરતે સુધારે આખા સમાજધર્મ તરીકે સમજાય અને એ મહાન વિભૂતિ પ્રત્યેની અસાધારણ પરંતુ એકદેશીય ભક્તિએ પાછળના અનુગામીઓને સામાજિક જીવનની બીજી બાજુઓ વિશે પૂર્ણપણે તેમ જ છૂટથી વિચાર કરતા રોક્યા. ભગવાનને જે જૈન ધર્મ એકાંતિક આધ્યાત્મિક હોવાથી સમગ્ર સમાજ સાથે મેળ ખાય તેમ ન હતું ને જે બહુ તે વૈયકિતક ધર્મ હતો, તે ધર્મને સાંપ્રદાયિક રૂપ અપાતાં જ તેને સામાજિકજીવન સાથે પૂર્ણપણે મેળ બેસાડવાનો પ્રશ્ન પાછળના અનુયાયીઓ અને કુળાગત જૈનધર્મીઓ સામે ઉપસ્થિત થયે. ધર્મના એક અંશને કહે કે એક નયને પૂર્ણ ધર્મ કે પૂર્ણ અનેકાંત માનવાની ભૂલમાંથી જે વ્યવસ્થા જન્મી તે પણ ભૂલભરેલી અને મેળ વિનાની જ રહી. તેથી જ આપણે છેલ્લા બેત્રણ હજાર વર્ષના જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપમાં સામાજિક જીવનની દૃષ્ટિએ અધૂરાપણું અને અનેક વિકૃતિઓ પણ જોઈએ છીએ. ગભનું જીવન જ સ્વાભાવિક ધર્મનું પ્રવર્તક છે. આખી જૈન પરંપરા ભગવાન ઋષભદેવને વર્તમાન યુગના ઘડનાર આદિપુરુષ તરીકે પિછાને છે. તેમને તે માર્ગદર્શક ક ગી પૂર્ણપુરુષ તરીકે પૂજે છે. ભગવાન વભદેવનું જે ચરિત્ર દિગંબર-શ્વેતાંબર સાહિત્યમાં કે બ્રાહ્મણ સાહિત્યમાં આલેખાયેલું મળે છે, તે જૈન પરંપરાની ઉક્ત માન્યતાની વાસ્તવિકતાની પુષ્ટિ જ પુરવાર કરે છે, કારણ કે, જે ભગવાન ઋષભદેવ કર્મવેગી અને પૂર્ણ પુરુષ હોય તે તેમનું જીવન સમગ્ર દષ્ટિએ અગર સામાજિક સુવ્યવસ્થાની દૃષ્ટિએ પૂર્ણ જ હોવું જોઈએ. એ વિના તે સમાજરચનાના ઘડનાર કહેવાઈ જ ન શકે. આપણે ઋષભદેવના, જીવનમાં જે અનેક ઘટનાઓ નિહાળીએ છીએ અને જે અત્યારના નિવૃત્તિપ્રધાન જૈન ધર્મના સ્વરૂપની દૃષ્ટિએ બહુ સંગત નથી લાગતી અને તેથી જ જે ઘટનાઓનું સમર્થન ખેંચતાણપૂર્વક આચાર્યોને કરવું પડ્યું છે તે બધી ઘટનાઓ જીવનક્રમમાં સ્વાભાવિક જ હતી અને કોઈ પણ વિચારવાન સમાજનાં જીવનમાં સ્વાભાવિક જ હોવી ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19