Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ભગવાન રાવલદેવ અને તેમને પરિવાર [ ૨૨૧ જીવનના ગૂંચવાયેલ કાકડાના ઉકેલમાં તેમ જ ભાવિજીવનના નિર્માણમાં ઉપગ કરવો. અષભદેવ માત્ર જેનેના જ નથી સામાન્ય રીતે જૈન તેમ જ જૈનેતર બંને સમાજમાં અને કાંઈક અંશે ભણેલગણેલ લેખાતા વિદ્વાન વર્ગમાં પણ એક એવી માન્યતા પ્રવર્તે છે કે કષભદેવ એ માત્ર જેનેના જ ઉપાસ્ય દેવ તેમ જ પૂજ્ય અવતારી પુરુષ છે. જેને મોટે ભાગે એમ જ સમજે છે કે જૈન પરંપરા બહાર ઋષભદેવનું સ્થાન નથી અને તેઓ તે જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે. લગભગ જૈનેતર આખો વર્ગ પણ ઋષભદેવને જેનેના જ ઉપાસ્ય દેવ સમજી એ વિચારવું ભૂલી ગયા છે કે ગરષભદેવનું સ્થાન જૈનેતર પરંપરામાં છે કે નહિ, અને જો એમનું સ્થાન એ પરંપરામાં હોય તે તે ક્યાં અને કેવું છે? જૈન જૈનેતર બંને વર્ગના લોકોને ઉપર દર્શાવેલ ભ્રમ દૂર કરવાના આપણી પાસે કેટલાક પૂરાવાઓ છે, જે શાસ્ત્રબદ્ધ પણ છે અને વ્યવહાર સિદ્ધ પણ છે. જૈન તીર્થો, મંદિરે ને ગૃહમાં પ્રતિષ્ઠિત ઋષભદેવની મૂર્તિ, તેમાં પ્રતિદિવસ થતી તેની પૂજા, આબાલવૃદ્ધ જૈનમાં ગવાતું વંચાતું ઋષભચરિત્ર અને તપસ્વી જેન સ્ત્રીપુરુષો દ્વારા અનુકરણ કરાતું ઋષભદેવનું વાર્ષિક તપ-એ બધું જૈન પરંપરામાં ઋષભની ઉપાસ્ય દેવ. તરીકેની શ્રદ્ધા અને ખ્યાતિનાં ઊંડાં મૂળે તે સૂચવે જ છે, પણ ઋષભદેવની ઉપાસના અને ખ્યાતિ જૈનેતર પરંપરાના અતિ પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ. ગણાતા સાહિત્યમાં તેમ જ કેઈ નાનકડા પણ વિરલ ફિરકામાં સુધ્ધાં છે. ભાગવતમાં દેવ બ્રાહ્મણ પરંપરા અને તેમાંયે ખાસ કરી વૈષ્ણવ પરંપરાને બહુમાન્યઅને સર્વત્ર અતિપ્રસિદ્ધ ગ્રંથ ભાગવત છે, જે ભાગવતપુરાણ કહેવાય છે.. એ આઠમી શતાબ્દીથી અર્વાચીન તે નથી જ. દિગંબર અને શ્વેતાંબર બને સંપ્રદાયમાં જે ગષભદેવનાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ચરિત્ર છે તે ભાગવતથી પ્રાચીન નથી, ભાગવત પછીનાં જ છે. હા, જન પરંપરામાં, ખાસ. કરી શ્વેતાંબર પરંપરામાં, ઋષભદેવનું પ્રાકૃત ભાષામાં લખાયેલ ચરિત્ર ભાગવતમાંના કષભચરિત્ર કરતાં પણ પ્રાચીન લેવા વિશે ભાગ્યે જ સદેહ રહે છે. ભાગવતમાં જે અષભચરિત્રનું વર્ણન છે, અને તે જે રીતે જૈન ગ્રંથમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19