Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 235
________________ પ૩ ન શહ, ન શરમ ધોમધખતા બપોર હતા. પૃથ્વી ધગધગતી હતી. આ વેળા કોલ્લોગ સન્નિવેશના ધોરી માર્ગને વીંધીને આર્યાવર્તના મહામાન્ય વિદ્વાન અને શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ઇંદ્રભૂતિ ગૌતમ ભિક્ષાન્ત વહોરીને પાછા ફરતા હતા. પૃથ્વી સરસાં નેત્ર ઢાળીને એ ચાલ્યા જતા હતા. જગત ગ્રીષ્મના તાપમાં શેકાઈ રહ્યું હતું. આ મહાજ્ઞાની અને મહાભક્ત મુનિના દિલમાં વસંત જાણે બેઠી હતી. અચાનક જનપ્રવાદ એમને કાને અથડાયો : હે દેવાનુપ્રિયો ! કોલ્લાગ સન્નિવેશના મહામાન્ય પુરુષ, ભગવાન મહાવીરના ગૃહસ્થ શિષ્ય, શ્રમણોપાસક આનંદ મૃત્યુપર્યન્તનું અનશન સ્વીકારી દર્ભની પથારીએ પોઢ્યા છે.” શ્રમણોપાસક આનંદના અનશનની વાત સાંભળી ગણસ્વામી ગૌતમ થોભી ગયા. એમણે વિચાર્યું : “ઓહો ધન્ય ઘડી, ધન્ય પળ ! ચાલો ત્યારે શ્રમણોપાસક આનંદને મળતો જાઉં. અનશન ધારણ કર્યું છે-ફરી મળાય કે ન પણ મળાય.” ગણધર ગૌતમ પૌષધશાળા તરફ ચાલ્યા. અઢાર કોટી હિરણ્ય નિધાનના ધણી, અને દશ દશ હજાર ગાયોવાળા છ છ વ્રજોના સ્વામી, શ્રમણોપાસક આનંદ આખરી સ્થિતિમાં હતા, પણ તેમના ચહેરા પર ત્યાગનું અને વ્રતનું ૨૧૮ ૪ ભગવાન મહાવીર ન જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258