Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 243
________________ અરે ! જેના સેવા-સંપર્ક વિના રાજપાઠ બોજારૂપ લાગતાં, એ મંગલમૂર્તિ આમ ચાલી જશે, તો કોને આધારે, કોના ઉત્સાહવચને આ રાજધુરા ખેંચાશે ? આત્માની સ્નેહબંસરી વિના શેં જિવાશે ? : એકત્ર થયેલાં અનેક નર-નારીઓની વતી ઇંદ્રરાજે પ્રભુને પ્રશ્ન કર્યો ‘ભગવાન, આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્તોત્તરા નક્ષત્રમાં હતાં ને !' ભગવાને જવાબમાં કેવળ હકારદર્શક માથું હલાવ્યું. ‘એ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ સંક્રાન્ત થાય છે. અનિષ્ટ ભાવિની એ આગાહી કહેવાય ને ?’ ભગવાને પૂર્વવત્ હકાર ભણ્યો. ‘તો પ્રભુ, આપ તો સમર્થ છો, સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો. આપની નિર્વાણઘડીને થોડી લંબાવી ન શકાય ?’ ઇંદ્રના મનમાં ઊંડે ઊંડે ઇચ્છા હતી કે એક વાર નિર્વાણઘડીને આગળ ધકેલવામાં આવે તો પછી વળી જોઈ લેવાશે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. ભગવાન મેઘ જેવી વાણીથી બોલ્યા : ‘ઇંદ્રરાજ, મોહ વિવેકને મારે છે, માટે એને અંધ કહ્યો છે. મારા નશ્વર દેહ પ્રત્યેનો તમારો મોહ આજે તમને આ બોલાવી રહ્યો છે. નિકટ રહ્યા છો, જ્ઞાની થયા છો, છતાં ભાખેલું ભૂલી ગયા કે આયુષ્યની એક ક્ષણ પણ સુર, અસુર કે માનવ કોઈ વધારી શકતું નથી. દેહનું કામ–જન્મનું કારણ ને મૃત્યુની ગરજ-સરી ગઈ, હવે આયુષ્યની એક ક્ષણ અને એક ક્ષણનો એક કણ પણ બોજારૂપ છે. શંકના હાથમાં પાત્ર ત્યાં સુધી શોભે જ્યાં સુધી એને પેટપૂર્તિ માટે ઘેરઘે૨થી ભિક્ષાની જરૂર છે. શંક મટીને એ રાજા થાય, પછી પણ એ પાત્ર લઈને ફરે તો ? ઇંદ્રરાજ ! જુઓ, પણે કદી ન કરમાતી અમર વસંત ખીલી રહી છે. સત્, ચિત્ ને આનંદની કદી ન આથમતી ઉષાં ઊગી રહી છે ! સ્વાગત માટે સજ્જ થઈએ !' ઇંદ્રરાજ શરમાઈ ગયા, પગમાં પડ્યા. એકત્રિત મેદનીમાં પ્રભુ વીરના અંતેવાસીઓ પણ હતા. Jain Education International For Private & Personal Use Only ૨૨૬ ૫ ભગવાન મહાવીર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258