Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 248
________________ આખી મેદની નવી વેદના અનુભવી રહી. ઇંદ્રરાજ વિચારી રહ્યા કે અજ્ઞાનીને સમજાવવો સહેલ છે, પણ આ જ્ઞાનીનો શોકભાર કઈ રીતે હળવો કરી શકાય ? સમજુને શી રીતે સમજાવાશે ? મલ્યને તરવાનું કેમ શિખવાડશે ? સહુ અજબ મૂંઝવણ અનુભવી રહ્યા. પગલે પગલે, પળે પળે ગુરુ ગૌતમ સમીપ આવી રહ્યા હતા. પાવાપુરીના સુંદર પ્રદેશ પર ગોપજનોની બંસી બજી ઊઠી : પ્રભાતી રંગો આકાશમાં પુરાયા કે ગુરુ ગૌતમ આવતા દેખાયા. એ મહાગુરુ ધીર, સ્વસ્થ પગલે ચાલ્યા આવતા હતા. ક્ષણ પહેલાંના સંતાપ જાણે હતા જ નહિ. આ શું ? કલ્પના બહારનું દૃશ્ય ! મહાગુરુના મુખ પર વિલાપને બદલે, રુદનને બદલે, હાયકારને બદલે અપૂર્વ શાંતિ ને અલૌકિક તેજ રમતાં હતાં. તેમનાં નેત્રોમાં પ્રાપ્તસિદ્ધિનો નવીન આનંદ ભર્યો હતો ! અરે, મહાગુરુ તો પ્રશાંત છે ! આખી મેદની ઉત્કંઠામાં નજીક સરી. “પ્રભુ ગયા !” ઇંદ્રરાજે ગુરુ ગૌતમ પાસે બોલવાની હિંમત કરી. હા, એ ગયા ને આપણે તરી ગયા. ઇંદ્રરાજ, હાડચામની મોહમાયાની દીવાલો ભેદાઈ ગઈ. ભગવાનના જીવનથી મને જે ન પ્રાપ્ત થયું, તે ભગવાનના નિર્વાણથી પ્રાપ્ત થયું. મહાપ્રભુના નિર્વાણે મારા નિર્વાણનાં પંથને નિશ્ચિત કર્યો. મારી સિદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં.” શું આપને મહાજ્ઞાન-કેવળજ્ઞાન ઊપજ્યુ ? આપ સિદ્ધબુદ્ધ થયા ?' હા.” “કેમ કરીને ?' ‘ઇંદ્રરાજ, સાંભળવું હોય તો સાંભળી લો ! ભગવાનનો હું એકાંતરાગી ભક્ત હતો અને એ એકાંતરાગ મારી પ્રગતિને હાનિકારક નીવડ્યો હતો. આત્મિક પૂજાને બદલે મેં વ્યક્તિપૂજા આદરી હતી. ભગવાનના આત્મિક ગુણ કરતાં એમના દેહનો હું વિશેષ પૂજારી બન્યો હતો. ભાવને બદલે દ્રવ્યનો પૂજારી બન્યો હતો - ને છતાં હું તો માનતો કે મેં તો ભાવપૂજા જ આદરી છે. પ્રભુની બક્ષિસનો પહેલો અધિકારી હું, પણ પ્રભુનો વિરહ મારે માટે અસહ્ય હતો. એ અસહ્યતા જ મારી અશક્તિ હતી. એ કારણે અનેક નાના નવદીક્ષિત દીવે દીવો પેયય % ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258