Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 249
________________ સાધુઓ, ઝટઝટ સાધ્યને વરી ગયા, ને હું એવો ને એવો બેઠો રહ્યો.’ ગુરુ ગૌતમ થોભ્યા. વળી બોલ્યા : ‘ભગવાન ઘણી વાર મને કહેતા : ‘ગૌતમ, મોહ અને ભ્રાન્તિનું રાજ સર્વત્ર ફેલાયેલું છે. અસંખ્ય કોટિ પ્રકાશ ચોખાભાર રજકણોથી આવરેલો રહે છે. તને ક્યાં ખબર છે કે રાગ એવી ચીજ છે, કે જે હજારો વર્ષના સ્વાધ્યાય-સંયમને, તપ-તિતિક્ષાને વેડફી દે છે. સાગરના સાગર ઓળંગી નાખનાર સમર્થ આત્માને ખબર નથી હોતી કે કેટલીક વાર કિનારા પાસે આવીને એમનું વહાણ ડૂબે છે. ‘સૂરજ છાબડે ઢંકાયો, એવી કહેવત કેટલીક વાર જ્ઞાનીઓ જ સાચી પાડે છે. કારણ કે વિશ્વજીવનના સર્વ નિયમ ચમરબંધી કે ચક્રવર્તી સહુને સરખા સ્પર્શે છે. ગૌતમ ! બધાં શુભ-અશુભ, પ્રિય-અપ્રિય, ધર્માધર્મ ત્યાગી દે ! નિરાલંબ બન ! આલંબન માત્રથી તારે છૂટવું ઘટે. એ વિના સિદ્ધિ ન સંભવે ! ‘ગૌતમ, ફરીને કહું છું, હાડચામની દીવાલો ભેદી નાખ ! ક્ષણભંગુર દેહને નજ૨થી અળગો કર ! બાહ્ય તરફથી દૃષ્ટિ વાળી આંત૨ તરફ જા ! ત્યાં ગૌતમ પણ નથી, મહાવીર પણ નથી, ગુરુ પણ નથી કે શિષ્ય પણ નથી ! સર્વને સમાન બનાવના૨ી પરમ આત્મજ્યોતિ ત્યાં વિલસી રહી છે. એ જ્યોતિનો ઉપાસક થા.' ગુરુ ગૌતમ આટલું કહીને થંભ્યા. અંતરમાં આનંદનો મહાસાગર ભરતીએ ચડ્યો હોય, તેવી તેમની મુખમુદ્રા હતી. માણસની મુખમુદ્રા જ અંતરની આરસી છે ને ! થોડી વારે વળી ગુરુ ગૌતમ બોલ્યા : ‘પણ ભક્તજનો, હું માનતો કે પ્રભુ આ બધું બીજા કોઈને લક્ષીને કહે છે. સંસારમાં ગૌતમે તો આસક્તિમાત્ર છોડી છે ! પણ અંતરને ઊજળે ખૂણે એક અશક્તિ ભરી હતી, એક આસક્તિ છુપાઈ હતી, ને તે પ્રભુના દેહ પરના મમત્વની. દેહ તો ક્ષણભંગુર છે, ચિરંજીવ તો માત્ર આત્મા છે; એ હું જાણતો હતો : ક્ષણભંગુરની ઉપાસના ન હોય, એમ હું સહુને કહેતો હતો, પણ હું જ ભૂલ્યો ! બીજાને અજવાળે દોરી હું પોતે અંધારે ચાલ્યો. ‘પ્રભુ તો બધું જાણતા હતા. છેલ્લી પળે મને અળગો કરી પ્રભુએ મારી ૨૩૨ ૫ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258