Book Title: Bhagavana Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
‘પ્રભુ નિર્વાણ પામ્યા !'
હવામાં શંખ ફૂંકાયા, વનમાં દુંદુભિ વાગ્યાં.
સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક અંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓથી સામેથી બુઝાઈ ગયો.
મોહની દારુણ પળો પર ઇંદ્રરાજ વિજય મેળવી હવે સ્વસ્થ થતા હતા ને કહેતા હતા :
‘દીપક પેટાવો ! દીપાવલી રચો ! પ્રભુ નિર્વાણ પામ્યા !'
અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી, પણ કેટલાક શંકિતોનું હૃદય પેલા મોટી મોટી વાતો કરી આશ્વાસન આપનાર અંતેવાસીઓ પાસેથી ગુરુ ગૌતમને આપેલા વચનની હકીકતનો જવાબ માગવા ઉત્સુક હતું; પણ તેઓએ તો પ્રભુની ગેરહાજરીમાં જીવવું અશક્ય લાગવાથી અનશન લઈ લીધું હતું. હવે તો તેઓ ન બોલવાના હતા—ન ચાલવાના હતા !
બીજી તરફ પ્રભુનો નિર્વાણ-ઉત્સવ રચાઈ રહ્યો હતો; શંખ, મૃદંગ ને પણવથી આકાશ ગુંજી રહ્યું હતું.
નિર્વાણ ૭ ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258