Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 245
________________ ભલે ભગવાન ગમે તે કહે, પણ હાલમાં નિર્વાણ નહીં સ્વીકારે : તે એક ને એક બે જેવી વાત છે. અમે અંતેવાસી છીએ એટલે અંદરની વાત જાણીએ છીએ.” ' “કઈ વાત જાણો છો ?' શ્રોતાવર્ગ પ્રશ્ન કરતો. “અમને બરાબર યાદ છે, કે ભગવાને પોતાના પ્રિય શિષ્ય મહર્ષિ ગૌતમને એક વાર કહ્યું હતું કે આપણે બંને એકસાથે એક દિવસે સિદ્ધ (એકને કેવળજ્ઞાન, એકને સિદ્ધિપદ) થઈશું. આજે તેમણે જ મહર્ષિ ગૌતમને ધર્મબોધ દેવા બીજે ગામ મોકલ્યા છે. જળ-મીનની પ્રીત એમની છે. જેમના વિના એક ક્ષણ પણ જીવી શકે નહીં એવા ગૌતમસ્વામીના આવ્યા વગર ભગવાન કંઈ દેહ છોડી દેશે? શાંતિ ધારણ કરો ! આ તો પ્રભુની લીલા છે ! આપણી પરીક્ષા છે.” આ વાતથી આખા સમુદાયમાં આસાએશની લાગણી પ્રસરી રહી. હૈયામાં હિંમત આવી ગઈ, પણ ભગવાન તો અંતિમ ક્રિયામાં મગ્ન હતા. પર્યકાસને બિરાજ્યા હતા. બાદર મનોયોગ ને વચનયોગ રૂંધીને કાયયોગમાં સ્થિત થયા હતા. થોડી વારમાં બાદર કાયયોગમાંથી સૂક્ષ્મ કાયયોગમાં પ્રવેશ કર્યો. વાણી તથા મનના રાયયોગને રૂંધ્યા. આયુષ્યની શીશીમાંથી છેલ્લો કણ ઝરતા હતા, ને એ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં હતા. દુવિધામાં પડેલો જનસમૂહ એમની સહસ સૂર્યની કળાથી તપતી મુખમુદ્રા સામે નીરખી રહ્યો. સહુના શ્વાસ ઊંચા હતા. સહુના મોં પર ઓશિયાળાપણું હતું. પ્રભુએ છેલ્લો સૂક્ષ્મ કાયયોગ પણ રૂંધ્યો. સર્વક્રિયાઓનો ઉચ્છેદ કર્યો, ને આંખોને આંજી દેનારું તેજવર્તુળ પ્રગટ થયું. તારાગણોથી વિભૂષિત અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. - ચારે તરફ જય જયનાદ સંભળાયા. ૨૨૮ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258