Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 242
________________ મનને ઘણી રીતે મનાવીએ છીએ, પણ આનંદને સ્થળે શોક આવીને બેસી ગયો છે, કેમે કર્યો હઠાવ્યો હઠતો નથી ! રે ! શું પ્રભુ આપણાથી દૂર થશે !” દેવો ને ઋષિઓ તો મીઠા શંખ બજાવી રહ્યા છે, આજ ભગવાનની જીવનજ્યોત, એક મહાન જ્યોતિમાં મળી જવાની. મુક્તિ આડે રહેલું દેહબંધન આજે છૂટી જશે. અને આપણો વહાલો વીર મુક્તિને જઈ વરશે ! પણ પામર ભક્તજનો પોતાના શુષ્ક મુખથી ને સંતપ્ત હોઠોમાંથી આનંદનો એક અવાજ પણ કાઢી શકતા નથી ! તેઓ કહે છે : જાણે ભગવાન હજી ગઈ કાલે જ તો આપણી વચ્ચે આવ્યા છે; બારબાર વર્ષની મૌન-વાદળી જાણે હમણાં જ વરસી છે; બસો પાંચસો નહીં, સો બસો નહીં, પોણોસો પણ નહીં–હજી તો માત્ર બોંતેર વર્ષ જ થયાં છે. એટલામાં દેહ-મુક્તિની આ મથામણ શી ! ભાઈ તમારી વાત સમજીએ છીએ. એમને માટે મૃત્યુ એ શોકનો વિષય નથી : પણ જીવનનો ઉત્સવ હોઈ શકે, મૃત્યુનો મહોત્સવ તો ક્યાં મનથી થાય? ગમે તેવી અજવાળી હોય, પણ રાત તે રાત જ કહેવાય ને ! પ્રભુએ તો સોળ પ્રહર લગીના અખંડ ઉપદેશની વર્ષા વરસાવવી આંરભી દીધી હતી. જતાં જતાંય જગતને જેટલું ધર્મામૃતનું પાન કરાવ્યું તેટલું સારું. બારે પર્ષદા તન્મય બનીને પ્રભુવાણીના અમૃતનું પાન કરતી હતી. જાણે મેઘ અનરાધાર વરસતો હતો, ને ધરતી હોંશે હોંશે એને ઝીલતી હતી. દિવસોથી સાન્નિધ્યમાં ને સેવામાં રહેતો રાજરાજેન્દ્ર ઇંદ્ર પણ છેક છેલ્લી ઘડીએ હિંમત હારી બેઠો. સાજ તો બધા સજાવ્યા, મૃત્યુ-મહોત્સવની બધીય રચના કરી; પણ છેલ્લી પળે પ્રભુના અભાવની કલ્પના એને પણ પીડા કરી બેઠી. નિર્વાણ ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258