Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 238
________________ પ૪ કિરાતરાજ ને દીક્ષા સાક્ત નગરનો રહેવાસી જિનદેવ નામનો શ્રમણોપાસક ધંધાર્થે દેશાવર ખેડતો હતો. એ એક વાર પ્લેચ્છ દેશમાં ગયો. તેની રાજધાનીનું નગર કોટિવર્ષ હતું. ત્યાંનો રાજા કિરાત હતો. જિનદેવ કિરાતરાજના દરબારમાં ગયો. અને પોતાની પાસે રહેલાં કીમતી વસ્ત્ર, મણિ અને રત્ન ભેટ ધર્યા : કિરાતરાજ આ રત્નો જોઈ ખુશ થયો. એણે કહ્યું : “કેવાં સુંદર ! ભલો, ક્યાં પાકતાં હશે આવાં રત્નો ?' અમારા દેશમાં. આ તો શું, આનાથી પણ સુંદર સુંદર રત્નો પાકે છે.' જિનદેવે કહ્યું. મારી ઇચ્છા આવા રત્નોવાળા દેશને જોવાની છે ? શું તમારો રાજા મને પ્રવાસની અનુમતિ આપે ખરો ?” શા માટે નહિ ? હું ટૂંક સમયમાં અનુમતિ મગાવી લઉં છું. પછી આપણે સાથે જઈશું.” જિનદેવે સાકેતરાજને લખ્યું. ત્યાંથી તરત જ અનુમતિ આવી ગઈ. બંને જણા શુભ દિને નીકળ્યા, ને સાકેત નગરમાં આવી પહોંચ્યા. આ જ વખતે નગરમાં વનપાલકે વધામણી ખાધી કે ભગવાન મહાવીર નગર બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તરત આખું નગર એ ઉદ્યાન તરફ ચાલી કિરાતરાજને દીક્ષા ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258