Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 236
________________ ભવ્ય તેજ ચમકતું હતું. ગૌતમને જોતાં જ તેમણે કહ્યું : ‘ભગવન્ ! અનશનના કા૨ણે અતિશય દુર્બળ થઈ ગયો છું, કૃપા કરીને નિકટ પધારો તો ચરણસ્પર્શ કરી શકું.' દયાના અવતાર ગૌતમ નજીક ગયા. વંદન કરતાં કરતાં આનંદે પૂછયું : ‘ભગવન્, શું કોઈ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાં અવિધજ્ઞાન થઈ શકે ખરું ?' ‘અવશ્ય. શ્રમણોપાસકને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાંય ત્રીજું મહાજ્ઞાનઅવધિજ્ઞાન થઈ શકે છે.' આ સાંભળી શ્રમણોપાસક આનંદના ચહેરા પર એક દિવ્ય હાસ્ય ફરકી રહ્યું. તેણે કહ્યું : ‘પૂજ્યવર્ય, મને પણ તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. અને તેના લીધે હું ઉપર આકાશમાં સૌધર્મકલ્પ સુધી ને નીચે પાતાલમાં લોલચ્ચુઅ નરકાવાસ સુધીના તમામ રૂપી પદાર્થો જાણી ને નાણી શકું છું.' આનંદના અવાજમાં કોઈ સુંદર રણકો હતો. પાસે ટોળે વળેલાં પરિજનો તેમનું કહેવું આશ્ચર્યથી સાંભળી રહ્યા. લબ્ધિના ભંડાર ગૌતમસ્વામી પણ ક્ષણભર વિચારમાં પડી ગયા. થોડી વારે તેમણે કહ્યું : ‘આનંદ, શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ખરું, પણ તમે કહો છો તેટલું દૂરગ્રાહી હોઈ શકતું નથી. તમે આ ભ્રાન્ત કથન કર્યું. ભ્રાન્ત કથન માટે પ્રાયશ્ચિત્ત અનિવાર્ય છે. તમારે એ માટે શીઘ્ર પ્રાયશ્ચિત્ત કરવું ઘટે !' જ્ઞાની ગૌતમને આ રીતે કહેતાં સાંભળી શ્રાવક આનંદે જરા વેગથી કહ્યું : ‘ભગવન્, મહાવીરના શાસનમાં સત્ય વદનારને માટે પણ પ્રાયશ્ચિત્ત છે ખરું ?' ‘ના.' ‘તો, દયાળુ, આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આપે જ અસત્ય કથન કર્યું છે.’ આનંદના સ્વરમાં દૃઢ વિશ્વાસ ગુંજતો હતો. શ્રમણોપાસક આનંદના આ વિધાને ગુરુ ગૌતમને ક્ષણભર વિમાસણમાં નાખી દીધા. તેઓ ત્યાંથી ઉતાવળે રવાના થઈ ભગવાન મહાવીર પાસે આવ્યા. મહાન ગણધર ગૌતમને સત્ય-નિર્ણયની ભારે તાલાવેલી લાગી હતી. ન શેહ, ન શરમ ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258