Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 239
________________ નીકળ્યું. રાજા પણ રથ જોડાવીને રવાના થયો. કિરાતરાજે આમ આખા નગરને બહાર જતું જોઈ જિનદેવને પૂછયું : “આ બધા ક્યાં જાય છે ? જિનદેવે કહ્યું : “આજ અહીં અદ્ભુત રત્નોના એક મહાવેપારી આવ્યા છે. સંસારનાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રત્નો એમની પાસે છે.” કિરાતરાજે કહ્યું : “ચાલો ત્યારે, આપણે પણ ત્યાં જઈએ, ને એ શાહસોદાગરને નીરખીએ.” બંને જણા સમવસરણમાં પહોંચ્યા. કિરાતરાજ આ અજબ સાંઈને જોઈ આશ્ચર્યમાં પડી ગયો. એ ભગવાન મહાવીરનો આત્મિક વૈભવ જોઈને ખુશ ખુશ થઈ ગયો. આ મહાપારીની વાણી એને હૃદયસ્પર્શી લાગી. એ ઊભો થઈને પાસે ગયો ને બોલ્યો : “મલેચ્છ દેશનો રાજા કિરાતરાજ છે. અપૂર્વ રત્નો જોવા માટે અહીં આવ્યો છું. હે શાહ સોદાગર, તમારી પાસેનાં રત્નોનું બયાન કરો.” ભગવાન હસીને બોલ્યા : “મહાનુભાવ, રત્નો બે પ્રકારનાં હોય છે. એક ભાવરત્ન ને બીજાં દ્રવ્યરત્ન !' ભાવરત્ન-દ્રવ્યરત્ન !' કિરાતરાજ નામ ગોખી રહ્યો. “ ભગવાન આગળ બોલ્યા : દ્રવ્યરત્ન અનેક પ્રકારનાં હોય છે. એ કીમતી હોય છે. ચળકાટવાળાં હોય છે, લોભામણાં હોય છે, છતાં ટકાઉ હોતાં નથી. ચોરનો, રાજાનો, પાડોશીનો એને ડર હોય છે. બહુ બહુ તો એ આ જીવનમાં કોઈક લાભ કરનાર હોય છે, પણ સર્વથી શ્રેષ્ઠ તો ભાવરત્ન લેખાય. ત્રણ પ્રકારનાં એ હોય છે. એક દર્શનરત્ન, બીજું જ્ઞાનરત્ન, ત્રીજું ચારિત્રરત્ન, આ ત્રણ રત્નો જેની પાસે હોય, એને કોઈ વાતનું દુઃખ રહેતું નથી. એ પરમ સુખી થાય છે. દુનિયાના રાજા એનાં ચરણ ચૂમે છે. એના બંને ર ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258