Book Title: Bhadrabahuswami Siddhasen Diwakar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ શ્રી ભદ્રબાહુ સ્વામી મહામંત્રી શકટાલને કહ્યું કે, રાજાને એમ કહેજો કે નકામું બે વખત આવવું-જવું શા માટે પડે ! એ પુત્ર તો સાતમે દિવસે બિલાડીના મોઢાથી મરણ પામવાનો છે. મંત્રીએ જઈને રાજાને વાત કરી. એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા ખૂબ ચોકીપહેરા મૂકી દીધા ને ગામઆખાની બધી બિલાડીઓ પકડીને દૂર મોકલાવી દીધી. બન્યું એવું કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, તેવામાં અકસ્માતું બાળક પર લાકડાનો આગળિયો (અર્ગલા) પડ્યો ને તે મરણ પામ્યો. આગળિયા પર બિલાડીનું મોં ચીતરેલું હતું. બધે શોક શાક થઈ રહ્યો. ભદ્રબાહુસ્વામી રાજાનો એ શોક નિવારવા અર્થે રાજમહેલમાં ગયા. તેમણે રાજાને ધીરજ આપી. પછી તે બોલ્યા : અમે જે જાણ્યું તે અમારા શાસ્ત્રના આધારે જાણ્યું છે. વરાહમિહિરે જે મુહૂર્ત જોયું તેમાં સમય ખોટો લીધો હતો. આ સાંભળીને વરાહમિહિરને ખૂબ ખેદ થયો. તે જ્યોતિષનાં બધાં પુસ્તકો પાણીમાં બોળી દેવા તૈયાર થયો, ત્યારે સૂરિજીએ કહ્યું કે એ શાસ્ત્ર તો બધાં સાચાં છે, પણ ગુરુગમ જોઈએ. માટે એમ કરવાથી શો લાભ ! વરાહમિહિર એ સાંભળી શાંત થયો, પણ એનો સૂરિજી પ્રત્યેનો દ્વેષ તો ન જ ગયો. તે ખરાબ વિચારો કરતો મરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36