________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ ....... . .
અહીં સ્થૂલિભદ્રની સાતે બહેનો સાધ્વી થઈ હતી. તેમણે સમાચાર સાંભળ્યા કે સ્થૂલિભદ્રજી શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરે છે. તેથી વંદન કરવાને તેઓ શ્રી ભદ્રબાહુવામી પાસે આવી. વંદન કરીને તેમણે પૂછયું : ગુરુમહારાજ ! સ્થૂલિભદ્રજી ક્યાં છે? શ્રી ભદ્રબાહુસ્વામી કહે, પાસેની ગુફામાં જાવ, ત્યાં ધ્યાન કરતા બેઠા હશે. તેઓ સ્થૂલિભદ્રને મળવા ગુફા તરફ ચાલી.
સ્થૂલિભદ્ર જોયું કે પોતાની બહેનો મળવા આવે છે એટલે શીખેલી વિદ્યાનો પ્રભાવ બતાવવા તેમણે સિંહનું રૂપ ધારણ કર્યું. યક્ષા વગેરે બહેનોએ આવીને ગુફામાં જોયું તો સિંહ ! તે આશ્ચર્ય પામી : આ શું ? શું કોઈ સિંહ સ્થૂલિભદ્રને ખાઈ ગયો ? તેઓએ પાછાં આવીને ભદ્રબાહુસ્વામીને સઘળી હકીકત જણાવી. ભદ્રબાહુસ્વામીએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે સ્થૂલિભદ્ર પોતાની વિદ્યા અજમાવી. તેમણે સાધ્વીઓને કહ્યું : ફરીથી તમે જાવ. સ્થૂલિભદ્ર તમને મળશે. યક્ષા વગેરે ગયાં, ત્યારે સ્થૂલિભદ્ર પોતાના મૂળ રૂપમાં બેઠા હતા. અરસપરસ સહુએ શાતા પૂછી.
હવે શાસ્ત્રનો બાકી રહેલો થોડો ભાગ શીખવા સ્થૂલિભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા ત્યારે ભદ્રબાહુસ્વામીએ તેમને કહ્યું : તમને હવે શાસ્ત્ર શીખવાડાય નહિ. તેને માટે તમે લાયક રહ્યા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org