________________
શ્રી સિદ્ધસેન દિવાકર
૨૭
જેવો રાજા તેવી રેત’ એ હિસાબે પ્રજાવર્ગમાં પણ ઘણા લોકોએ રાજધર્મનો સ્વીકાર કર્યો. રાજા દેવપાળે સિદ્ધસેનસૂરિને “દિવાકર'ની પદવી આપી. લોકોએ ઘોષ કર્યો: ‘સિદ્ધસેન દિવાકરસૂરિનો જય હો !”
સિદ્ધસેન દિવાકરસૂરિનો યશ બીજના ચંદ્રમાની જેમ વધવા લાગ્યો. રાજા દેવપાળ અને તેની સર્વ પ્રજા સૂરિજીની પાછળ ગાંડી બની. સિદ્ધસેનસૂરિ હવે ત્યાં જ રહેવા લાગ્યા. રાજાએ અહોનિશ તેમની સેવાભક્તિ કરવા માંડી. દિવાકરસૂરિ પણ પોતાને મળતા માનથી પ્રફુલ્લ રહેવા લાગ્યા. મોટા મોટા રાજાઓ પોતાના ચરણમાં શિર ઝુકાવે છે તે જોઈ તેમને સહજ ગર્વ થવા લાગ્યો.
રાજાએ પ્રતિદિન ગુરુને દરબારમાં આવવાને માટે સુંદર પાલખી કરાવી. જ્યારે તે પાલખીમાં બેસી નીકળતા ત્યારે રાજસેવકો ચમ્મર ઉડાડતા ને “સૂરિજીનો જયના પોકારો કરતા. સૂરિજી ભૂલી ગયા કે સાધુઓને તો પગપાળા જ ચાલવાનું હોય; પાલખી, ચામર આદિ સુખ અને વૈભવનાં સાધનો સાધુને ન ખપે.
રાજસેવામાં પડેલા શિષ્યની ખબર ગુરુ વૃદ્ધવાદીસૂરિને થઈ. તેમને લાગ્યું કે આ સુખ-વૈભવ વધુ ચાલશે તો શિષ્યનું પતન થશે. વળી સિદ્ધસેન જેવા પ્રખ્યાત આચાર્યનું અનુકરણ બીજા સાધુઓ કરતા થઈ જાય તો ત્યાગધર્મનાં મૂલ પણ ઘટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org