________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨
.ت
.
.ت
.ن
જાય. સાધુઓ પરિગ્રહ રાખતા થાય એટલે સમાજમાં સડો પેઠો જ સમજવો. જેમ બને તેમ વહેલા સિદ્ધસેનને સત્ય માર્ગે વાળવાની જરૂર છે.
આમ વિચારી ઘરડા વૃદ્ધવાદીસૂરિ કર્મારપુર આવવા નીકળ્યા. કર્મારપુર આવીને તેમણે સિદ્ધસેનસૂરિને ઠાઠમાઠપૂર્વક સુખાસને બેસીને રાજદરબારે જતા જોયા. આજુબાજુ ચમ્મર વીંઝાઈ રહ્યાં છે, ભાટચારણો તેમનાં યશોગાન ગાય છે, હજારો લોકો તેમનો જયજયકાર કરે છે, કેટલાક તેમની પાલખી ઉપાડવા માટે ધક્કામુક્કી કરે છે. તેમની એક મીઠી નજર માટે સર્વ તલસી રહ્યા છે. આવો વિદ્વાન પુરુષ પણ કેવી ભૂલ કરે છે એ જોઈ ગુરુને અત્યંત ખેદ થયો.
વૃદ્ધવાદીસૂરિ પોતાનો ઓઘો વગેરે સંતાડી દઈ સામાન્ય માણસની પેઠે લોકોના ટોળામાં ઘૂસ્યા, અને પાલખી નજીક જઈ, એક માણસને દૂર કરી, પોતે પાલખી ખભે ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધત્વની અશક્તિને લીધે તેમનો ખભો ઊંચોનીચો થવા લાગ્યો, આથી પાલખીમાં બેઠેલા સિદ્ધસેન દિવાકરસૂરિને કષ્ટ થવા લાગ્યું. તેથી તેઓ સંસ્કૃતમાં બોલ્યા કે “રિમારમરાન્તિ: સ્કંધ: કિં તવ વાયતિ' આનો અર્થ એમ કે – હે વૃદ્ધ ! ઘણો ભાર ઊંચકવાથી શું તારો ખભો દુઃખે છે ? સિદ્ધસેનસૂરિ સંસ્કૃતમાં બોલ્યા તો ખરા, પણ તેમાં વાસ્થતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org