________________
શ્રી સિદ્ધસેન દિવાકર
.ن.ت.ت.ت.تون
શબ્દ ભૂલથી ખોટો બોલી ગયા. વાસ્થતિને બદલે વાયતે શબ્દ જોઈએ.)
ગુરુ આ ભૂલ સમજી ગયા. તરત જ તેમણે જવાબ આપ્યો કે “ન તથા વાયતે : યથ વાતિ વાદ્યતે” એટલે કે વાધતેને બદલે વાસ્થતિ શબ્દ તમે બોલ્યા તેનાથી મને જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ ખભા ઉપરના ભારથી નથી થતું.
આવો જવાબ સાંભળીને સિદ્ધસેનસૂરિ વિચારમાં પડી ગયા : અરે ! મારી પણ ભૂલ કાઢનાર આ કોણ હશે? તરત તેમણે પાલખી ઊભી રખાવી, અને નીચે ઊતરીને જોયું તો તેમને ઓળખાણ પડ્યું કે “આ તો મારા ગુરુ !” - ગુરુને પાલખી ઊંચકતા જોઈ સિદ્ધસેન શરમાયા. તે ગુરુને પગે પડ્યા. તેમણે પુનઃ પુનઃ માફી માગી. પછી પૂછ્યું : ‘ગુરુદેવ ! આપ અહીં ક્યાંથી?”
‘ભાઈ, આ તારી બાદશાહી જોવા અને તારી પાલખી ઉપાડી પાવન થવા !” ગુરુએ જરા ટકોર કરતાં કહ્યું.
ગુરુદેવ ! માફ કરો. હું ભૂલ્યો. આપે મને ફરી વાર તાર્યો.”
કંઈ નહિ વત્સ ! તને પશ્ચાત્તાપ થયો છે તે જાણી મને ખૂબ આનંદ થાય છે. સિદ્ધસેન ! આ સુખ-વૈભવને છોડી આત્મધ્યાનમાં સ્થિર થા ! આ રાજવૈભવનો ત્યાગ કરી માનવકલ્યાણમાં મસ્ત થા ! જગતમાં ભ્રાતૃભાવનો પ્રચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org