Book Title: Bhadrabahuswami Siddhasen Diwakar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005447/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી સિદ્ધસેન દિવાકર 隱 AAAA. ૨ AAAAAAAAAA જયભિખ્ખુ www.jainelibra) GT Page #2 -------------------------------------------------------------------------- ________________ '', *, *, '', ; . .'', ie , - - - જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ | કુિલ પુસ્તક ૧૦. ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્તકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૨ પુ.૨ શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી સિદ્ધસેન દિવાકર સંપાદક જયભિખ્ખુ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, | રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામી પ્રતિષ્ઠાનપુરમાં બે બ્રાહ્મણભાઈઓ રહેતા હતા. એકનું નામ ભદ્રબાહુ ને બીજાનું નામ વરાહમિહિર. કુટુંબનો ધંધો યજમાનવૃત્તિનો, પઠન-પાઠનનો. કુટુંબ વિદ્યામાં ભારે કાબેલ. એટલે બન્ને ભાઈઓને વિદ્યા વારસામાં ઊતરી. એ બે ભાઈઓને ન હતો ખાવાપીવાનો શોખ કે ન હતો કપડાંલતાનો શોખ. એ ભલા ને શાસ્ત્રો ભલાં. જો કંઈ નવું જાણવાનું મળે તો ખાવાનું ખાવાને ઠેકાણે રહે ને વહેલાં ત્યાં પહોંચી જાય. વિદ્યા મેળવવામાં અત્યંત ખંત હોવાથી તે બંને થોડા વખતમાં ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ તથા જ્યોતિષ વગેરે શાસ્ત્રોમાં પ્રવીણ થયા. એક વખત યશોભદ્રસૂરિ નામના અગાધ જ્ઞાની આચાર્યનો તેમને સમાગમ થયો. એ આચાર્ય દશવૈકાલિક સૂત્રના રચનાર શય્યભવસૂરિના ચૌદપૂર્વધારી શિષ્ય હતા. જેમ સૂર્ય આગળ આગિયો ઝાંખો પડી જાય, જેમ સોના આગળ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૨ કથીર કૂબડું દેખાય તેમ આ બે ભાઈઓને લાગ્યું. ખરી વિદ્યા ને ખરું જ્ઞાન મેળવવાનું હોય તો આ મહાત્મા પાસે છે એમ તેમને જણાયું. એથી બન્નેએ તેમની આગળ દીક્ષા લીધી ને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવા માંડ્યો. જૈન શાસ્ત્રોમાં જે પુસ્તકો અત્યંત પવિત્ર ને પ્રમાણભૂત ગણાય છે તે આગમ કહેવાય છે. પ્રભુ મહાવીરે જે ઉપદેશ આપ્યો તેને ગણધર શ્રી ગૌતમસ્વામી તથા બીજાઓએ સૂત્રરૂપે ગૂંથ્યો. એ સૂત્રની સંખ્યા ૧૨ની છે, એટલે તે દ્વાદશાંગી કહેવાય છે. દ્વાદશ એટલે બાર અને અંગ એટલે સૂત્રો. ભદ્રબાહુસ્વામી તો બાર અંગમાંથી પહેલું આચારાંગ શીખી ગયા; બીજું સૂયગડાંગ શીખી ગયા; ત્રીજું ઠાણાંગ શીખી ગયા; ચોથું સમવાયાંગ શીખી ગયા. પછી તો ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાશકદશાંગ, અંતગડદશાંગ, ને અનુત્તરોવવાઈ, પ્રશ્ર વ્યાકરણ અને વિપાકશ્રુત પણ શીખી ગયા. હવે આવ્યું બારમું અંગ-ઘણું જ મોટું ને ઘણું જ જ્ઞાનવાળું. એનું નામ દૃષ્ટિવાદ. મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું કામ. વરાહમિહિર તો એટલેથી અટક્યા ને બીજું બીજું શીખવા માંડ્યા. ભદ્રબાહુસ્વામી એમ અટકે તેવા ન હતા. એ તો એકાગ્ર મન કરીને દૃષ્ટિવાદ શીખવા લાગ્યા. તેનો પહેલો ભાગ પરિકર્મ શીખી ગયા. એમાં ઘણી ઊંડી ને For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામી ઘણી ઝીણી વાતો. પછી બીજો ભાગ સૂત્ર આવ્યો. તેના ૮૮ ભેદ. તે પણ શીખી ગયા. હવે આવ્યો ત્રીજો ભાગ પૂર્વગત. ઘણો અઘરો ને ઘણો વિશાળ. એના ચૌદ તો મહાન ભાગ. અકેકું પૂર્વ એટલું જ્ઞાનવાળું કે તેની સરખામણી ન થાય. એ પૂર્વ લખ્યાં લખાય નહિ. ફક્ત આત્માની શક્તિ (લબ્ધિ)થી જ શિખાય. એ તો ઘણું જ મોટું ને મુશ્કેલ ! એવો મોટો ને મુશ્કેલીવાળો ભાગ પણ ભદ્રબાહુ શીખી ગયા. પછી અનુયોગ ને ચૂલિકા પણ શીખી ગયા. હવે ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધારી કહેવાયા. આ મહાન શાસ્ત્રો બીજા સારી રીતે સમજી શકે એટલા માટે તેમણે કેટલાકના સરળ અર્થ લખ્યા. એ નિર્યુક્તિ કહેવાય છે. એવી નિર્યુક્તિ દસ સૂત્રો પ૨ ૨ચી. ગુરુએ ભદ્રબાહુસ્વામીને હવે બરાબર લાયક જોઈ આચાર્યપદ આપ્યું. વરાહમિહિર કહે, હુંય ઘણું ભણ્યો છું, માટે મને પણ આચાર્યપદ અપાવો. ભદ્રબાહુસ્વામી કહે, એ વાત સાચી, પણ તારામાં ગુરુનો વિનય ને નમ્રતા ક્યાં છે ? વરાહમિહિર કહે, તો મારે ગુરુ ન જોઈએ, આ વશ ન જોઈએ. હું સ્વયંજ્ઞાની ! ત્રણ કાળની વાત કહી દઈશ. ભદ્રબાહુસ્વામી કહે, તને સુખ ઊપજે એમ કર. * પાટલીપુત્રના નંદરાજાઓ ખૂબ વૈભવશાળી ને પ્રતાપી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨ . . . . . . હતા. વરાહમિહિર તેમના પુરોહિત થયા, રાજાના પુરોહિતને શેની મણા રહે ! આ રાજાને લાંબે વખતે એક પુત્ર થયો એટલે આખા નગરમાં આનંદઉત્સવ થયો. લોકો અનેક જાતની ભેટો લઈ રાજાને મળવા આવવા લાગ્યા ને પોતાનો આનંદ પ્રદર્શિત કરવા લાગ્યા. - વરાહમિહિરે આ પુત્રની જન્મપત્રિકા બનાવી ને તેમાં લખ્યું કે પુત્ર સો વર્ષનો થશે. રાજાને એથી અત્યંત હર્ષ થયો ને વરાહમિહિરને ખૂબ ઇનામ આપ્યું. વરાહમિહિરને આ વખતે પોતાની દાઝ કાઢવાનો લાગ મળ્યો. તેણે રાજાના કાન ભંભેર્યા કે, મહારાજ ! આપના કુંવરના જન્મથી રાજી થઈ બધા મળવા આવી ગયા, પણ પેલા જનના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા. તેનું કારણ તો જાણો ? રાજા કહે, એમ ? આ શકટાલ મંત્રી તેમના ભક્ત છે. તેમને પૂછીશ. રાજાએ તો શકટાલ મંત્રીને બોલાવ્યા ને પૂછ્યું કે આ આનંદપ્રસંગે બધા મને મળવા આવ્યા, પણ તમારા ગુરુ કેમ નથી આવ્યા? શકટાલ મંત્રી કહે, એમને પૂછીને હું આપને કાલે જણાવીશ. ભદ્રબાહુસ્વામી તો મુનિ હતા. તેમને જન્મમરણનો શોક કે ઉત્સવ શું? તે જાણી ગયા કે રાજાના કાન ભંભેરાયા છે, માટે શાસન ઉપર રાજાની અપ્રીતિ ન થાય તેવું કરવું. તેમણે For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુ સ્વામી મહામંત્રી શકટાલને કહ્યું કે, રાજાને એમ કહેજો કે નકામું બે વખત આવવું-જવું શા માટે પડે ! એ પુત્ર તો સાતમે દિવસે બિલાડીના મોઢાથી મરણ પામવાનો છે. મંત્રીએ જઈને રાજાને વાત કરી. એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા ખૂબ ચોકીપહેરા મૂકી દીધા ને ગામઆખાની બધી બિલાડીઓ પકડીને દૂર મોકલાવી દીધી. બન્યું એવું કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, તેવામાં અકસ્માતું બાળક પર લાકડાનો આગળિયો (અર્ગલા) પડ્યો ને તે મરણ પામ્યો. આગળિયા પર બિલાડીનું મોં ચીતરેલું હતું. બધે શોક શાક થઈ રહ્યો. ભદ્રબાહુસ્વામી રાજાનો એ શોક નિવારવા અર્થે રાજમહેલમાં ગયા. તેમણે રાજાને ધીરજ આપી. પછી તે બોલ્યા : અમે જે જાણ્યું તે અમારા શાસ્ત્રના આધારે જાણ્યું છે. વરાહમિહિરે જે મુહૂર્ત જોયું તેમાં સમય ખોટો લીધો હતો. આ સાંભળીને વરાહમિહિરને ખૂબ ખેદ થયો. તે જ્યોતિષનાં બધાં પુસ્તકો પાણીમાં બોળી દેવા તૈયાર થયો, ત્યારે સૂરિજીએ કહ્યું કે એ શાસ્ત્ર તો બધાં સાચાં છે, પણ ગુરુગમ જોઈએ. માટે એમ કરવાથી શો લાભ ! વરાહમિહિર એ સાંભળી શાંત થયો, પણ એનો સૂરિજી પ્રત્યેનો દ્વેષ તો ન જ ગયો. તે ખરાબ વિચારો કરતો મરણ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પામ્યો એટલે મરીને વ્યંતર થયો ને જૈન સંઘમાં રોગચાળો ફેલાવવા લાગ્યો. ભદ્રબાહુસ્વામીએ એ ઉપદ્રવ દૂર કરવા ‘ઉવસગ્ગહરં’ સૂત્ર બનાવ્યું, જેના બોલવાથી એ ઉપસર્ગની કંઈ અસર થઈ શકી નહિ. આજે પણ એ સ્તોત્ર મહાપ્રભાવવાળું ગણાય છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ આવી રીતે અનેક ઠેકાણે પોતાની વિદ્વત્તાથી અને શક્તિથી જૈન ધર્મનું ગૌરવ વધાર્યું. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૨ * શ્રી યશોભદ્રસૂરિજીની પાટે શ્રી સંભૂતવિજયજી નામના આચાર્ય હતા. ભદ્રબાહુસ્વામી તેમના ગુરુભાઈ થાય. આ બન્ને મહાન આચાર્યો જ્યારે હિંદભરમાં જૈન શાસનનો ડંકો વગાડી રહ્યા હતા ત્યારે પાટલીપુત્ર નગરમાં રાજ્યની મોટી ઊથલપાથલ થઈ રહી હતી. નવમા નંદે ચાણક્ય નામના એક અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણનું અપમાન કર્યું. તેણે અનેક પ્રપંચ કરી નંદરાજાનો નાશ કર્યો અને ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યો. ચાણક્ય તેનો પ્રધાન થયો. એના બુદ્ધિબળથી અને ચંદ્રગુપ્તના પરાક્રમથી તેમણે આખા હિંદ ઉપર પોતાની આણ ફેરવી. સમ્રાટ ચંદ્રગુપ્ત ખૂબ વૈભવ ને ઠાઠમાઠથી રહેતો હતો. ભદ્રબાહુસ્વામીએ પોતાની વિદ્વત્તાથી તેના પર ઘણી સારી છાપ પાડી હતી. એક વખત ચંદ્રગુપ્ત જ્યારે ભરનિદ્રામાં For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામી સૂતો હતો ત્યારે તેને સોળ સ્વપ્ન આવ્યાં. એ સ્વપ્નોનો અર્થ તેણે ભદ્રબાહુસ્વામીને પૂછ્યો. ભદ્રબાહુસ્વામીએ પોતાના અગાધ જ્ઞાનથી તે સ્વપ્નોનો અર્થ સમજાવ્યો : રાજન ! પહેલા સ્વપ્નમાં તેં કલ્પવૃક્ષની ડાળ ભાંગેલી દીઠી. એનું ફળ એ છે કે આ પાંચમા આરામાં ઘણા ઓછા માણસો દીક્ષા લેશે. બીજા સ્વપ્નમાં તેં સૂર્યાસ્ત જોયો. તેનો અર્થ કેવળજ્ઞાનરૂપી સૂર્યનો અસ્ત થયો. ત્રીજા સ્વપ્નમાં ચાળણી જેવો ચંદ્રમા જોયો. એનું ફળ ધર્મ ચાળણીએ ચળાશે. ચોથા સ્વપ્નમાં બાર ફણાવાળો સર્પ જોયો. તેના ફળરૂપે બાર બાર વર્ષના ભયંકર દુકાળો પડશે. પાંચમા સ્વપ્નમાં તેં દેવવિમાન પાછું જતાં જોયું. એનું ફળ એ આવશે કે ચારણ મુનિ તેમ જ વિદ્યાધરો આ ભૂમિમાં આવશે નહિ. છઠ્ઠા સ્વપ્નમાં તેં ઉકરડામાં કમળ ઊગેલું જોયું. તેનું ફળ એ છે કે નીચ પણ ઊંચ થશે. સાતમા સ્વપ્નમાં ભૂતોનું ટોળું નાચતું જોયું, એનું ફળ એ છે કે મલિન દેવદેવીઓની માન્યતા વધશે. આઠમા સ્વપ્ન તેં આગિયો જોયો. એનું ફળ ધર્મમાં દૃઢ થોડા રહેશે, કુમતો વધારે પ્રકાશમાં આવશે. નવમા સ્વપ્ન સૂકું સરોવર જોયું ને તેમાં દક્ષિણ દિશાએ થોડું પાણી જોયું. એનું ફળ એ છે કે મુનિઓ પોતાનો જીવ બચાવવા દક્ષિણ દિશામાં જશે ને જ્યાં જ્યાં તીર્થકરોનાં કલ્યાણક હશે ત્યાંથી ધર્મનો વિચ્છેદ થશે. દસમા સ્વપ્નમાં કૂતરાઓને સોનાના થાળમાં ખીર ખાતા જોયા. એનું ફળે એ આવશે કે લક્ષ્મી ઉત્તમ કુળમાંથી નીચા For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ 9/ કુળમાં જશે. અગિયારમા સ્વપ્નમાં વાંદરાને હાથી પર બેઠેલો જોયો. તેનું ફળ હવે પછી ધર્મહીન રાજાઓ ઘણા થશે. બારમે સ્વપ્ન સમુદ્રને માઝા મૂકતો જોયો તે એમ સૂચવે છે કે રાજાઓ ન્યાય-નીતિ મૂકીને ગમે તેવા કરવેરા નાખી પ્રજા પાસેથી પૈસા પડાવશે. તેરમે સ્વપ્ન મહારથને વાછરડાં જોડેલાં જોયાં તેનું ફળ એ થશે કે પવિત્ર ભાગવતી દીક્ષાને મોટી ઉંમરના માણસો ગ્રહણ કરશે. બાળપણામાં વધારે દીક્ષા લેશે ને તે પણ ભૂખે પીડાતા કે દુ:ખે સીદાતા. વળી ગુરુનો વિનય કરવો મૂકી તે પોતપોતાની મતિએ ચાલશે. ચૌદમે સ્વપ્ન રાજપુત્રને ઊંટ પર ચડેલો જોયો તેનો અર્થ એ કે રાજાઓમાં સંપ નહિ રહે. પંદરમે સ્વપ્ન રત્નના ઢગલામાં માટી મળેલી જોઈ તે એ સૂચવે છે કે મુનિઓ આગમગત વ્યવહારને છોડી દઈ બાહ્ય આચાર પર વધારે ભાર મૂકશે. એમની રહેણી ને કરણી એક નહિ હોય. સોળમે સ્વપ્ન બે કાળા હાથીને લડતા જોયા તે જોઈએ ત્યાં વરસાદ નહિ પડે એમ સૂચવે છે. આ રીતે ભદ્રબાહુસ્વામીએ આવી રહેલા સમયનો બરાબર ચિતાર આપી દીધો. આ સોળ સ્વપ્નનો અર્થ સાંભળી રાજા ચંદ્રગુપ્તને ખૂબ દુ:ખ થયું. તે ઉદાસ થયો. ભદ્રબાહુસ્વામી પણ બાર વર્ષનો ભયંકર દુકાળ પડશે એમ જાણી નેપાળ દેશમાં ગયા ને ત્યાં તેમણે મહાપ્રાણધ્યાનનો આરંભ કર્યો. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુવામી ૧૧ બાર વર્ષની બાર વર્ષનો ભયંકર દુકાળ પડ્યો છે. અન્ન અને પાણીના સાંસા પડવા લાગ્યા છે. એટલે સાધુઓ દક્ષિણ દિશામાં ચાલ્યા ને સમુદ્રને કિનારે આવેલા ગામડામાંથી આહાર-પાણી મેળવવા લાગ્યા. વિદ્યા એવી વસ્તુ છે કે જો તેને ફરી ફરીને ફેરવીએ નહિ તો વીસરી જવાય. આ સાધુઓને પણ તેમ જ થયું. તેઓ ઘણાં શાસ્ત્ર ભૂલવા લાગ્યા. જ્યારે બાર વર્ષનો દુકાળ પૂરો થયો ત્યારે સાધુઓ પાછા ફર્યા ને પાટલીપુત્રમાં બધો સંઘ એકઠો થયો. એમાં કેટલાક સ્વર્ગસ્થ થયા હતા. કેટલાયનો પત્તો ન હતો. એકત્ર થયેલાઓમાંથી જેમને જે સૂત્રો યાદ હતાં તે બધાં એકઠાં કરી લીધાં. એમાં અગિયાર અંગો મળી શક્યાં પણ બારમું દૃષ્ટિવાદ અંગ બાકી રહી ગયું. બધા મૂંઝાવા લાગ્યા. તે વખતે નેપાળમાં ગયેલા ભદ્રબાહુસ્વામી યાદ આવ્યા. તે બારમા દૃષ્ટિવાદ અંગને જાણતા હતા. સંઘે બે મુનિઓને તેમને બોલાવી લાવવા મોકલ્યા. બંને મુનિ લાંબો વિહાર કરી નેપાળ પહોંચ્યા. ત્યાં ભદ્રબાહુ સ્વામી ધ્યાનમાં મસ્ત હતા. જ્યારે તે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સાધુઓએ હાથ જોડી કહ્યું, કે હે ભગવન્! સંઘ આપને પાટલીપુત્ર આવવાનો આદેશ (હુકમ) કરે છે.” ભદ્રબાહુસ્વામી એ સાંભળી બોલ્યા: “હમણાં મેં મહાપ્રાણધ્યાન શરૂ કરેલ છે, તે બાર વર્ષે પૂરું થાય છે, માટે હું આવી શકીશ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨ નહિ. આ મહાપ્રાણધ્યાનની સિદ્ધિ થવાની જરૂર વખતે એક મુહૂર્ત માત્રમાં બધા પૂર્વની સૂત્ર ને અર્થ સાથે ગણના થઈ શકે છે.” આચાર્ય મહારાજની વાત સાંભળી બન્ને મુનિઓ પાછા આવ્યા, સંઘને વાત કરી. સંઘે એ સાંભળી બીજા બે સાધુઓને તૈયાર કર્યા ને તેમને જણાવ્યું કે તમારે જઈને ભદ્રબાહુસ્વામીને પૂછવું કે જે સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા કરવી? પેલા મુનિઓએ જઈને ભદ્રબાહુસ્વામીને પૂછ્યું એટલે તેમણે જવાબ આપ્યો કે સંઘની આજ્ઞા ન માને એને સંઘ બહાર કરવો. સાથે સાથે તેઓ સમજી ગયા કે સંઘની આજ્ઞા હું ન માને તો મને પણ શિક્ષા થવી જોઈએ. એટલે તેઓએ તરત હ્યું : મારા પ્રત્યે શ્રીમાન સંઘે એમ ન કરતાં મારા પર કૃપા કરવી, અને બુદ્ધિમાન સાધુઓને મારી પાસે ભણવા મોકલવા. હું તેમને હંમેશાં સાત વખત પાઠ આપીશ: સવાર, બપોર ને સાંજ તથા ભિક્ષાવેળાએ ને સાંજના પ્રતિક્રમણ પછી ત્રણ વખત. સાધુઓએ શ્રી ભદ્રબાહુસ્વામીનો સંદેશો સંઘને પહોંચાડ્યો. એટલે સંઘે પાંચસો સાધુઓને નેપાળ જવા તૈયાર કર્યા. આ સંઘમાં કોશા વેશ્યાને ત્યાં બાર વર્ષ સુધી પડી રહેનાર ને પાછળથી દીક્ષા લેનાર શકાટાલ મંત્રીના પુત્ર શ્રી સ્થૂલિભદ્રજી પણ હતા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામી ૧૩ . . . . . . . સાધુઓને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પાઠ આપવા માંડ્યા, પણ બધા સાધુઓને તે બહુ ઓછા લાગ્યા. ધીમે ધીમે તેઓ કંટાળીને પાછા ફર્યા; એકલા સ્થૂલિભદ્રજી રહ્યા. તેઓ આઠ વર્ષમાં આઠ પૂર્વ સારી રીતે ભણ્યા. પછી એક વખત ભદ્રબાહુસ્વામીએ પૂછયું કે સ્થૂલિભદ્ર! તું નિરાશ થયેલો કેમ જણાય છે? સ્થૂલિભદ્ર કહે, પ્રભો ! હું નિરાશ તો નથી થયો, પણ મને પાઠ બહુ ઓછા લાગે છે. ભદ્રબાહુસ્વામી કહે, ધ્યાન પૂરું થવાને બહુ વખત નથી. ધ્યાન પૂરું થયા પછી તું માગીશ તેટલા પાઠ આપીશ. સ્થૂલિભદ્રજી કહે, ભગવન્! હવે મારે કેટલું ભણવાનું બાકી છે ? ભદ્રબાહુસ્વામી કહે, હજી તો તું એક બિંદુ જેટલું ભણ્યો છે ને સાગર જેટલું બાકી છે. સ્થૂલિભદ્રજીએ પછી કંઈ પૂછયું નહિ ને તે ખૂબ ઉત્સાહથી આગળ ભણવા માંડ્યા. મહાપ્રાણધ્યાન પૂરું થયું અને ધૂલિભદ્રજીને વધારે પાઠ મળવા લાગ્યા. એટલે તે દશ પૂર્વમાં બે વસ્તુ ઓછી રહી ત્યાં સુધી શીખી ગયા. ભદ્રબાહુસ્વામી નેપાળમાંથી પાછા ફર્યા. સાથે સ્થૂલિભદ્રજી પણ પાછા ફર્યા. આ દરમિયાન આચાર્ય શ્રી સંભૂતિવિજયજી કાળધર્મ પામ્યા હતા. તેથી તે તેમની પાટે આવ્યા. હવે તે યુગપ્રધાન કહેવાયા. તેઓ વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર આવ્યા. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ ....... . . અહીં સ્થૂલિભદ્રની સાતે બહેનો સાધ્વી થઈ હતી. તેમણે સમાચાર સાંભળ્યા કે સ્થૂલિભદ્રજી શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરે છે. તેથી વંદન કરવાને તેઓ શ્રી ભદ્રબાહુવામી પાસે આવી. વંદન કરીને તેમણે પૂછયું : ગુરુમહારાજ ! સ્થૂલિભદ્રજી ક્યાં છે? શ્રી ભદ્રબાહુસ્વામી કહે, પાસેની ગુફામાં જાવ, ત્યાં ધ્યાન કરતા બેઠા હશે. તેઓ સ્થૂલિભદ્રને મળવા ગુફા તરફ ચાલી. સ્થૂલિભદ્ર જોયું કે પોતાની બહેનો મળવા આવે છે એટલે શીખેલી વિદ્યાનો પ્રભાવ બતાવવા તેમણે સિંહનું રૂપ ધારણ કર્યું. યક્ષા વગેરે બહેનોએ આવીને ગુફામાં જોયું તો સિંહ ! તે આશ્ચર્ય પામી : આ શું ? શું કોઈ સિંહ સ્થૂલિભદ્રને ખાઈ ગયો ? તેઓએ પાછાં આવીને ભદ્રબાહુસ્વામીને સઘળી હકીકત જણાવી. ભદ્રબાહુસ્વામીએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે સ્થૂલિભદ્ર પોતાની વિદ્યા અજમાવી. તેમણે સાધ્વીઓને કહ્યું : ફરીથી તમે જાવ. સ્થૂલિભદ્ર તમને મળશે. યક્ષા વગેરે ગયાં, ત્યારે સ્થૂલિભદ્ર પોતાના મૂળ રૂપમાં બેઠા હતા. અરસપરસ સહુએ શાતા પૂછી. હવે શાસ્ત્રનો બાકી રહેલો થોડો ભાગ શીખવા સ્થૂલિભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા ત્યારે ભદ્રબાહુસ્વામીએ તેમને કહ્યું : તમને હવે શાસ્ત્ર શીખવાડાય નહિ. તેને માટે તમે લાયક રહ્યા નથી. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામી સ્થૂલિભદ્ર વિચારવા લાગ્યા એવો તે મારો શો અપરાધ થયો હશે? વિદ્યાના બળથી પોતે સિંહનું રૂપ લીધેલું તે યાદ આવ્યું. તેઓ નમી પડ્યા ને બોલ્યા : મારી ભૂલ થઈ. હવે એવી ભૂલ કદી નહિ કરું. - ભદ્રબાહુસ્વામી કહે, પણ હવે મારાથી તમને અભ્યાસ કરાવાય નહિ. છેવટે સંઘે મળીને વિનંતિ કરી ત્યારે ભદ્રબાહુસ્વામીએ બાકીનો ભાગ ભણાવ્યો, પણ તેના અર્થ શીખવ્યા નહિ. સ્થૂલિભદ્રજી સર્વ શાસ્ત્રના જાણકાર થયા. એમના પછી કહેવાય છે કે બીજા કોઈ બધાં શાસ્ત્રના જાણકાર થયા નથી. હવે ભદ્રબાહુસ્વામીનું મરણ પાસે આવ્યું. તેમની જગ્યા સાચવનાર અત્યંત બાહોશ ને જ્ઞાની સાધુ જોઈએ. તે સ્થૂલિભદ્ર હતા. તેથી તેમને પાટે બેસાડ્યા ને પોતે શાંતિથી ધ્યાન ધરતાં ધરતાં મરણ પામ્યા. ભદ્રબાહુસ્વામીનું નામ આજે પણ પ્રાતઃસ્મરણીય ગણાય છે. પ્રાતઃકાળમાં ઊઠીને ભરોસર બાહુબળીની સક્ઝાય બોલતાં તેમનું નામ લેવાય છે. પર્યુષણ પર્વમાં વંચાતું અત્યંત પવિત્ર કલ્પસૂત્ર તેઓએ જ એક સૂત્રમાંથી જુદું પાડીને બનાવ્યું છે. બીજા પણ જ્યોતિષ વગેરેના ગ્રંથો તેમણે રચેલા છે. નમસ્કાર હો મહાગ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીને For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે માળવાની કીર્તિ છએ ખંડમાં વ્યાપી રહી હતી. માળવાની રાજધાનીનું નામ ઉજ્જયિની હતું. ત્યાં પરાક્રમી અને પરદુઃખભંજન રાજા વિક્રમ રાજ્ય કરતો હતો. તે રાજા જેવો શૂરવીર હતો તેવો જ વિદ્યારસિક હતો. દેશપરદેશના વિદ્વાનોને તે આશ્રય આપતો. સેંકડો પંડિતો તેના રાજ્યમાં રહી વિદ્યાનો ફેલાવો કરી રહ્યા હતા. તેણે અનેક પાઠશાળાઓ સ્થાપી હતી. દેશદેશથી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવાને આવતા. ઉજ્જયિની તેના સમયમાં વિદ્યાનું મહાન કેન્દ્ર ગણાતી હતી. સરસ્વતીના અવતારસમા મહાકવિ કાલિદાસ સર્વ સાહિત્યકારોમાં મુખ્ય હતા. વળી વેદવિદ્યામાં વિશારદ મંત્રી દેવર્ષિ સમર્થ પુરોહિત હતા. દેવર્ષિ પુરોહિતને સિદ્ધસેન નામે એક યુવાન પુત્ર હતો. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર તેનું મુખ વિદ્યાના પ્રભાવથી દેદીપ્યમાન હતું. તેની સાથે વાદ કરતાં મોટા મોટા પંડિતો પણ હારી જતા, એથી તે દેશદેશાંતરમાં પ્રસિદ્ધ થયો હતો. એક વખત તેને થયું કે દુનિયામાં મારા જેવો વિદ્વાન કોણ છે ? મારી બરોબરી કરે એવો કોઈ પંડિત મારી નજરમાં આવતો નથી. છતાં એક વખત દેશ આખામાં ફરું, બધાને જીતું અને મારા નામનો ડંકો વગાડું તો જ હું ખરો ! આમ વિચારી તે વિચિત્ર વેશ ધારણ કરી પંડિતો પર વિજય કરવા નીકળી પડ્યો. ફરતાં ફરતાં દક્ષિણ દેશમાં કર્ણાટકના રાજદરબારે પહોંચ્યો. ત્યાં જઈ તેણે હાક દીધી : “હે રાજનું ! તમારા રાજ્યમાં મારી સાથે વાદવિવાદ કરે તેવો કોઈ માડીજાયો હોય તો બોલાવો મારી સામે. આજે તેના ગર્વનો ચૂરો કરવાને માલવપતિ વિક્રમનો માનીતો પંડિત સિદ્ધસેન આવી પહોંચ્યો છે.” પંડિત સિદ્ધસેનનું નામ અહીં સારી રીતે જાણીતું હતું. તેને જીતવાની કોઈની હામ નહોતી. કર્ણાટકની રાજસભાના પંડિતો તો તેનું નામ સાંભળીને ઠંડા થઈ ગયા. સિદ્ધસેન એટલે પંડિતોમાં સિંહ ! કોની તાકાત કે તેની સાથે વાદ કરવાની હામ ભીડે? મહારાજાએ તેનું યોગ્ય સન્માન કર્યું. પછી તેણે વિનયપૂર્વક પૂછ્યું કે, પંડિતજી ! આપનાં દર્શનથી અમે કૃતાર્થ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ થયા છીએ, પણ આપે આવો વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે તે સમજાતું નથી ! પેટે પાટા, ખભે નિસરણી ને બીજે ખભે જાળ; વળી એક હાથમાં કોદાળી ને બીજામાં ઘાસની પૂળી– આ બધું કેમ રાખ્યું છે તે કૃપા કરીને સમજાવશો? સિદ્ધસેને કહ્યું : “જુઓ, હું બધી વિદ્યાઓ ભણ્યો છું. તેના બોજાથી વખતે મારું પેટ ચિરાઈ જાય એ ભયથી હંમેશાં હું પેટે પાટા બાંધી રાખું છું. નિસરણી રાખવાનું કારણ એ છે કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના ભયથી કદાચ ઊંચે ચડી જાય, તો આ નિસરણી ઉપર ચડી તેને પકડી શકું કદી જળમાં ડૂબકી મારે તો જાળથી ખેંચી કાઢે, પૃથ્વીમાં પેસી જાય તો આ કોદાળીથી ખોદી કાઢે! અને જો વાદ કરતાં હારે તો ઘાસનું તરણું આ પૂળીમાંથી ઝટ કાઢી તેના દાંતે લેવડાવું.' રાજસભામાં બેઠેલા બધા પંડિતો આ સાંભળીને સડક થઈ ગયા. સિદ્ધસેનનાં અભિમાનપૂર્ણ વચનો સાંભળી સર્વનાં માન ગળી ગયાં. પણ પંડિતજી ! ધારો કે આપ પોતે હાર્યા તો શું કરો ?” રાજાએ ધીમે રહીને પૂછયું. સિદ્ધસેન સિંહની પેઠે ગર્જના કરીને બોલ્યો : “હું હારું? આ સિદ્ધસેન હારે ત્યારે તો થઈ રહ્યું ! રાજા ! સૂર્ય પશ્ચિમમાં ઊગે, પણ સિદ્ધસેન કદી હારે નહિ. મને કોઈ હરાવે તો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર તેનો હું શિષ્ય થઈ જાઉં, જિંદગીભરને માટે તેનો સેવક બનું.” શાબાશ, શાબાશ. આપે આપના ગર્વને છાજે તેવી જ પ્રતિજ્ઞા લીધી છે, રાજાએ કહ્યું. કેટલાક પંડિતો વાદ કરવા આગળ આવ્યા, પણ કોની તાકાત કે સિદ્ધસેનની સામે એક પળ પણ ટકી શકે? સિદ્ધસેને તેમને દાંતે તરણાં લેવડાવી છોડી દીધા. રાજાએ તેને પુષ્કળ માન આપ્યું, સારી જેવી દક્ષિણા આપીને તેની યોગ્ય કદર કરી. આમ મહારાષ્ટ્ર, મગધ, કાશ્મીર, ગૌડ વગેરે દેશોમાં ફરી સિદ્ધસેને ત્યાંના પંડિતોને હરાવ્યા. પોતાના યશનો ડંકો વગાડી વિદ્વાનોમાં તે ચક્રવર્તી ગણાયા. હવે તેમની છાતી ગજ ગજ ઊછળવા લાગી. તે વિચારવા લાગ્યો : મારા જેવો કોણ છે? એક વાર કોઈએ કહ્યું: “પંડિતજી, લાટ દેશના પાટનગર ભરૂચ શહેરમાં જાઓ. ત્યાં સરસ્વતીના અવતારસમા, તમારા વિદ્યામદનું મર્દન કરવાને સમર્થ એવા શ્રી વૃદ્ધવાદીસૂરિ બિરાજે છે. તેમની પાસે જાઓ અને તેમની સાથે વાદ કરો તો ખરા !” છંછેડાયેલા સાપના જેવા, ધૂંધવાતા અગ્નિ જેવા, રણે ચડેલા યોદ્ધા જેવા સિદ્ધસેન વૃદ્ધવાદીને હરાવવાની પ્રતિજ્ઞા કરીને ત્યાંથી નીકળ્યા. પવિત્ર નર્મદા નદીનાં ઊંડાં નીર વહી રહ્યાં છે. તેના કાંઠે For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨ ભરૂચ શહેર આવેલું છે. સિદ્ધસેન પંડિત પોતાના પરિવાર સહિત ભરૂચ આવી પહોંચ્યા, ને તરત વૃદ્ધવાદીસૂરિની તપાસ કરતાં તેઓના ઉપાશ્રય પાસે આવી લાગ્યા, પણ એ જ દિવસે સૂરિજી બીજે ગામ વિહાર કરી ગયેલા. એક જણે રસ્તો બતાવ્યો એટલે સિદ્ધસેન તે રસ્તે ઝપાટાબંધ ચાલવા લાગ્યા. કેટલીક વારે તે વૃદ્ધવાદીસૂરિની લગોલગ પહોંચ્યા. વૃદ્ધવાદીને લાગ્યું કે કોઈ પુરુષ ઉપદેશની આશાએ ઉતાવળે આવે છે. તેઓ ઝાડ નીચે ઊભા રહ્યા. સિદ્ધસેન પાસે આવતાં સૂરિજીએ તેમને ઉપદેશ દેવા માંડ્યો, એટલે સિદ્ધસેન બોલ્યા : “સૂરિજી ! હું તમારો ઉપદેશ સાંભળવા નથી આવ્યો. તમારે મારી સાથે વાદ કરવો પડશે. તમે મારી બીકે નાસી આવ્યા, પણ હવે હું તમને છોડનાર નથી. કાં તો હાર કબૂલી તમારું વાદીનું બિરુદ છોડી મારે શરણે આવો, અગર વાદમાં મારો પરાજય કરો ! જો તમે મને હરાવો તો હું તમારો શિષ્ય થઈ જાઉં. વૃદ્ધવાદીસૂરિને લાગ્યું કે આને વિદ્યાનું અજીર્ણ થયું છે. માણસ વિદ્વાન છે, પણ તેની વિદ્વત્તાનો ગેરઉપયોગ થયો છે. જો એને કુનેહથી સત્યમાર્ગ બતાવવામાં આવે તો તે સમાજને ઘણો જ ઉપયોગી થઈ પડે. આમ વિચારી તેમણે કહ્યું : “ભાઈ ! તારે વાદ કરવો હોય તો મારી ના નથી, પણ આપણો ન્યાય કરનાર કોઈ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર માણસ જોઈએ ને ? માટે પંચ ખોળી કાઢ. આચાર્યના આ પ્રામાણિક વચન ઉપર સિદ્ધસેનને શ્રદ્ધા બેઠી, પણ આ વગડામાં પંચ મળે ક્યાંથી ? વિચાર કરતાં તેને લાગ્યું કે જેને હું પંચ કલ્પીશ તે મારે મન તો પશુવત્ છે. તો આ ઢોર ચારનાર ગોવાળોને પંચ કહ્યું તો મને શી હાનિ થવાની છે ? તરત જ તેમણે ગોવાળોને પસંદ કરી ન્યાય ચૂકવવા બેસાડ્યા. પછી તે વૃદ્ધવાદીસૂરિ સાથે વિવાદ કરવા લાગ્યા. વ્યાકરણ, શાસ્ત્ર, ન્યાય, મીમાંસા, વેદાંત વગેરે અનેક ગ્રંથોનાં પ્રમાણો સાથે તેમણે પૂર્વ પક્ષ ઉપાડ્યો. સંસ્કૃત ભાષાના શ્લોકો તે ઉપરાછાપરી બોલવા લાગ્યા. ઘણી વાર સુધી પોતાના પક્ષનું સમર્થન કર્યું. - હવે વૃદ્ધવાદી આચાર્ય વિચાર કર્યો કે આ ગોવાળો આગળ સંસ્કૃતમાં ભાષણ કરવું એ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે, એટલે આ સિદ્ધસેનને મારે યુક્તિથી વશ કરી લેવો જોઈએ. તેઓ ઘણા બુદ્ધિમાન અને સમયસૂચક હતા તેથી તેમણે ઊભા થઈ કેડે ઓઘો બાંધ્યો. પછી હાથના તાબોટા વગાડતાં વગાડતાં ફેરફૂદડી ફરી, ગોવાળિયાઓને સમજણ પડે એવો એક પ્રાકૃત ગરબો મજેનો રાગ કાઢીને તેમણે ગાયો. ગોવાળિયા તો એ સાંભળી ખુશ ખુશ થઈ ગયા. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨ પછી બંનેએ પંચને પૂછયું : “ભાઈ ! અમારા બેઉમાંથી કોણ જીત્યું? તે બોલ્યા કે વૃદ્ધવાદી મહારાજ જીત્યા. આ પંડિત તો સમજણ ન પડે તેવો ખાલી લવારો જ કરી જાણે છે, અને આચાર્ય મહારાજ તો કાનને મધુર લાગે તેવું ઘણું સરસ ગાય છે! પ્રતિજ્ઞાથી બંધાયેલા સિદ્ધસેન બોલ્યા : “ગુરુજી ! હું મારી હાર કબૂલ કરું છું. મને આપનો શિષ્ય બનાવો.' આચાર્ય બોલ્યા: ‘સિદ્ધસેન ! આ કંઈ આપણો વાદવિવાદ ન કહેવાય. ગોવાળોને પાંડિત્યની શી કિંમત ! આપણે પંડિતોની સભામાં વાદવિવાદ કરીશું. ખરી હારજીત ત્યારે જ નક્કી થશે.” સિદ્ધસેન અભિમાની હતા, પણ સાથે એકવચની પણ હતા. તેમણે કહ્યું : “નહિ ગુરુજી ! આપ સમયને ઓળખી શકો છો. આપ ખરેખર જીત્યા છો. મને આપનો શિષ્ય બનાવો.” આમ છતાં આચાર્ય સિદ્ધસેનની સાથે ભરૂચ આવ્યા. ત્યાંની રાજસભામાં બન્ને વચ્ચે ભારે વાદવિવાદ થયો. ત્યાં પણ સિદ્ધસેનની હાર થઈ. પછી વૃદ્ધવાદીએ સિદ્ધસેનને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. તેમનું નામ કુમુદચંદ્ર રાખ્યું. સિદ્ધસેન મહાસમર્થ પંડિત હતા. ઘણા જ થોડા સમયમાં તેમણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. તેમનું જ્ઞાન જોઈ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર . . . . . . ગુરુજીએ તેમને ‘સર્વજ્ઞપુત્રનું બિરુદ આપ્યું. કેટલાક વખત પછી તેમને આચાર્ય બનાવ્યા અને કુમુદચંદ્ર નામ બદલી સિદ્ધસેનસૂરિ નામ રાખ્યું. સિદ્ધસેનસૂરિ હવે વિદ્યાનું જરા પણ અભિમાન કર્યા સિવાય પોતાના પરિવાર સાથે વિચારવા લાગ્યા. દેશપરદેશમાં ફરતા ને સર્વ જીવોને ઉપદેશ દેતા શ્રી સિદ્ધસેનસૂરિ ઘણે દિવસે માળવાના પાટનગર ઉજ્જયિનીમાં આવ્યા. એક દિવસ રાજા વિક્રમ પોતાના નિત્યનિયમ પ્રમાણે ફરવા નીકળ્યો છે તેવામાં સિદ્ધસેનસૂરિ મંદિરે પ્રભુદર્શન કરવા જતા હતા તે સામા મળ્યા. સર્વ લોકો “જય સર્વજ્ઞપુત્ર, જય સર્વજ્ઞપુત્ર' કહી તેમની સ્તુતિ કરતા હતા. આ સાંભળી રાજાને ક્રોધ ચડ્યો. તેને વિચાર થયો કે એક વખતનો આ ઉદ્વત સિદ્ધસેન સાચેસાચ સર્વજ્ઞપુત્ર હોઈ શકે કે લોકો નકામી જ તેની સ્તુતિ કરે છે ? મારે તેની પરીક્ષા કરવી જોઈએ. આમ વિચારી રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યા. સિદ્ધસેને પોતાની વિદ્યાના બળથી રાજાનો અભિપ્રાય જાણી, જમણો હાથ ઊંચો કરી, મોટે સ્વરે આશીર્વાદ આપતાં કહ્યું: “ધર્મલાભ !" રાજાએ તેમને આશીર્વાદનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨.૨ ... . .ت. કહ્યું: ‘આ આશીર્વાદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે.” સિદ્ધસેનસૂરિનું આવું અદ્ભુત જ્ઞાન જોઈ રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો. સૂરિજીને ક્રોડ સોનૈયા આપવા તેણે રાજસેવકને આજ્ઞા કરી. સૂરિજીએ કહ્યું: ‘અમારે ત્યાગી પુરુષોને સોનામહોરોનું શું પ્રયોજન છે? આ દ્રવ્યથી કોઈ મનુષ્ય પૃથ્વીમાં દેવાથી દુઃખી થતો હોય તેને દેવામાંથી મુક્ત કરવો ઘટે છે.' - ગુરુની આજ્ઞાથી વિક્રમે સઘળી સોનામહોરો દેવાદારોને આપી તેમને ઋણમુક્ત કર્યા અને પોતાનો શક ચલાવ્યો, જે આજ દિન સુધી ચાલે છે. એક વખત સૂરિજી ફરતાં ફરતાં ચિતોડ પધાર્યા. તેનો કિલ્લો ઇતિહાસપ્રસિદ્ધ છે. સિદ્ધસેનસૂરિ ત્યાં આવેલા મંદિરમાં એક વખત દર્શન કરવા ગયા. તે વખતે તેમની દૃષ્ટિ ચૈત્ય ઉપર ઊભા કરેલા એક થંભ ઉપર પડી. આ થંભ ન હતો ઈંટનો કે ન હતો પથ્થરનો, કોઈ વિચિત્ર વસ્તુનો તે બનેલો હતો. સૂરિજીને આ થંભ જોઈ આશ્ચર્ય થયું. તેમણે એક વૃદ્ધ પુરુષને પૂછયું : “ભાઈ ! આ થંભ શાનો બનેલો છે ? અને તે અહીં કેમ ઊભો કરવામાં આવ્યો છે ? એ વૃદ્ધે જણાવ્યું : “પ્રભો ! લોકવાયકા એવી છે કે આ થંભ ઔષધિઓનો બનાવેલો છે. પૂર્વના આચાર્યોએ કીમતી For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર રપ રહસ્યમય વિદ્યાગ્રંથો આ થંભના પોલાણમાં મૂકેલા છે, અને તેનું મો ઔષધિઓથી બંધ કરેલું છે. તેને ઉઘાડવા ઘણાઓએ પ્રયત્ન કર્યા, પણ સર્વ નિષ્ફળ નીવડ્યા છે.' ' સૂરિજીએ તે ઔષધિઓને સુંઘી સુંઘી તેની પારખ કરવા માંડી. પછી પોતે કેટલીક ઔષધિઓ મેળવી તેનો લેપ કરાવ્યો. આ લેપ થંભના ઉપર ચોપડતાં જ તેનું મુખ ખુલ્લું થયું. અંદર હાથ નાખતાં એક પુસ્તક નીકળ્યું. તેનું પ્રથમ પાનું વાંચતાં જ બે વિદ્યાઓ જોઈ. સૂરિજીએ તેને ધારી લીધી. - તે વિદ્યાઓનાં નામ સુવર્ણસિદ્ધિ અને સરસવી વિદ્યા. પહેલી વિદ્યાના પ્રભાવથી લોઢાનું સોનું બને અને બીજીથી મંત્રેલા સરસવ જળાશયમાં નાખતાં તેમાંથી હથિયારબંધ ઘોડેસવારો નીકળે. આ વિદ્યાઓ બરાબર યાદ રાખી લીધા પછી સૂરિજી જેવા આગળ વાંચવા જાય છે, તેવી જ કોઈ ગેબી વાણી સંભળાઈ : “ખામોશ ! આ બે વિદ્યાઓથી જ જગતની સેવા કરો; વધુ મેળવવાનો પરિશ્રમ કરશો નહિ.” આ ભેદી ઘોષ સાંભળી સૂરિજીએ પુસ્તકને જ્યાં હતું ત્યાં મૂકી દીધું ને થંભનું મોઢું બંધ કરી દીધું. ચિતોડથી વિહાર કરી જગતના જીવોને ઉપદેશ દેતા સિદ્ધસેનસૂરિ એક દિવસ કર્મારપુર નગરમાં આવ્યા. ત્યાંના સંઘે ગુરુશ્રીનું ખૂબ સન્માન કર્યું. સૂરિજીની પ્રશંસા સાંભળી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ * * * ત્યાંનો રાજા દેવપાળ પણ પોતાના અધિકારીઓ સહિત ગુરુને વંદન કરવા આવ્યો. સૂરિજીએ તેને ધર્મોપદેશ આપ્યો. એની વિદ્વત્તા જોઈ રાજા ખૂબ આનંદિત થયો ને હંમેશ તેમનાં દર્શને આવવા લાગ્યો. કેટલાક વખત પછી પાડોશનો રાજા વિજયવર્મા મોટું લશ્કર લઈ દેવપાળ ઉપર ચઢી આવ્યો. દેવપાળનું લશ્કર નાનું હોવાથી તેને જીતવાની આશા નહોતી. તેણે કેસરિયાં કરવાનો નિર્ધાર કર્યો. કેસરિયાં વાઘામાં સજ્જ થઈ, યુદ્ધમાં જતી વખતે, તે ગુરુશ્રીનાં દર્શને આવ્યો. પોતાને જીતવાની આશા નથી એવી તેણે સૂરિજીને વાત કરી. સૂરિજીએ સરસવી વિદ્યાના પ્રતાપથી એક મોટું ઘોડેસવાર સૈન્ય ઉત્પન્ન કરી રાજાને કહ્યું: ‘જા, સર્વ સારું થશે.' દેવપાળ આ લશ્કર લઈને નગર બહાર ગયો. આવડું મોટું–નહિ ધારેલું–લશ્કર જોઈ શત્રુરાજા વિજયવર્મા તો હેબતાઈ જ ગયો. તેને લાગ્યું કે અહીં આપણે જીતી શકવાના નથી. તે પોતાનું સૈન્ય લઈ લડવાનું પડતું મૂકી પલાયન થઈ ગયો. રાજાદેવપાળવિજયડંકો દઈનગરમાં પાછો ફર્યો.પ્રજાસર્વ જય જયનાદકરવાલાગી.સર્વેસૂરિજીને ધન્યવાદઆપતાં કહેવા લાગ્યા: ‘આપની કૃપા ન હોત તો રાજ્ય ખેદાનમેદાન થઈ જાત. અને રાજા દેવપાળ રસ્તાનો રઝળતો ભિખારી થઈ જાત.” દેવપાળને ગુરુ પર અગાધ શ્રદ્ધા બેઠી. ગુરુ પાસે તેણે જૈન ધર્મ અંગીકાર કર્યો. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર ૨૭ જેવો રાજા તેવી રેત’ એ હિસાબે પ્રજાવર્ગમાં પણ ઘણા લોકોએ રાજધર્મનો સ્વીકાર કર્યો. રાજા દેવપાળે સિદ્ધસેનસૂરિને “દિવાકર'ની પદવી આપી. લોકોએ ઘોષ કર્યો: ‘સિદ્ધસેન દિવાકરસૂરિનો જય હો !” સિદ્ધસેન દિવાકરસૂરિનો યશ બીજના ચંદ્રમાની જેમ વધવા લાગ્યો. રાજા દેવપાળ અને તેની સર્વ પ્રજા સૂરિજીની પાછળ ગાંડી બની. સિદ્ધસેનસૂરિ હવે ત્યાં જ રહેવા લાગ્યા. રાજાએ અહોનિશ તેમની સેવાભક્તિ કરવા માંડી. દિવાકરસૂરિ પણ પોતાને મળતા માનથી પ્રફુલ્લ રહેવા લાગ્યા. મોટા મોટા રાજાઓ પોતાના ચરણમાં શિર ઝુકાવે છે તે જોઈ તેમને સહજ ગર્વ થવા લાગ્યો. રાજાએ પ્રતિદિન ગુરુને દરબારમાં આવવાને માટે સુંદર પાલખી કરાવી. જ્યારે તે પાલખીમાં બેસી નીકળતા ત્યારે રાજસેવકો ચમ્મર ઉડાડતા ને “સૂરિજીનો જયના પોકારો કરતા. સૂરિજી ભૂલી ગયા કે સાધુઓને તો પગપાળા જ ચાલવાનું હોય; પાલખી, ચામર આદિ સુખ અને વૈભવનાં સાધનો સાધુને ન ખપે. રાજસેવામાં પડેલા શિષ્યની ખબર ગુરુ વૃદ્ધવાદીસૂરિને થઈ. તેમને લાગ્યું કે આ સુખ-વૈભવ વધુ ચાલશે તો શિષ્યનું પતન થશે. વળી સિદ્ધસેન જેવા પ્રખ્યાત આચાર્યનું અનુકરણ બીજા સાધુઓ કરતા થઈ જાય તો ત્યાગધર્મનાં મૂલ પણ ઘટી For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨ .ت . .ت .ن જાય. સાધુઓ પરિગ્રહ રાખતા થાય એટલે સમાજમાં સડો પેઠો જ સમજવો. જેમ બને તેમ વહેલા સિદ્ધસેનને સત્ય માર્ગે વાળવાની જરૂર છે. આમ વિચારી ઘરડા વૃદ્ધવાદીસૂરિ કર્મારપુર આવવા નીકળ્યા. કર્મારપુર આવીને તેમણે સિદ્ધસેનસૂરિને ઠાઠમાઠપૂર્વક સુખાસને બેસીને રાજદરબારે જતા જોયા. આજુબાજુ ચમ્મર વીંઝાઈ રહ્યાં છે, ભાટચારણો તેમનાં યશોગાન ગાય છે, હજારો લોકો તેમનો જયજયકાર કરે છે, કેટલાક તેમની પાલખી ઉપાડવા માટે ધક્કામુક્કી કરે છે. તેમની એક મીઠી નજર માટે સર્વ તલસી રહ્યા છે. આવો વિદ્વાન પુરુષ પણ કેવી ભૂલ કરે છે એ જોઈ ગુરુને અત્યંત ખેદ થયો. વૃદ્ધવાદીસૂરિ પોતાનો ઓઘો વગેરે સંતાડી દઈ સામાન્ય માણસની પેઠે લોકોના ટોળામાં ઘૂસ્યા, અને પાલખી નજીક જઈ, એક માણસને દૂર કરી, પોતે પાલખી ખભે ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધત્વની અશક્તિને લીધે તેમનો ખભો ઊંચોનીચો થવા લાગ્યો, આથી પાલખીમાં બેઠેલા સિદ્ધસેન દિવાકરસૂરિને કષ્ટ થવા લાગ્યું. તેથી તેઓ સંસ્કૃતમાં બોલ્યા કે “રિમારમરાન્તિ: સ્કંધ: કિં તવ વાયતિ' આનો અર્થ એમ કે – હે વૃદ્ધ ! ઘણો ભાર ઊંચકવાથી શું તારો ખભો દુઃખે છે ? સિદ્ધસેનસૂરિ સંસ્કૃતમાં બોલ્યા તો ખરા, પણ તેમાં વાસ્થતિ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર .ن.ت.ت.ت.تون શબ્દ ભૂલથી ખોટો બોલી ગયા. વાસ્થતિને બદલે વાયતે શબ્દ જોઈએ.) ગુરુ આ ભૂલ સમજી ગયા. તરત જ તેમણે જવાબ આપ્યો કે “ન તથા વાયતે : યથ વાતિ વાદ્યતે” એટલે કે વાધતેને બદલે વાસ્થતિ શબ્દ તમે બોલ્યા તેનાથી મને જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ ખભા ઉપરના ભારથી નથી થતું. આવો જવાબ સાંભળીને સિદ્ધસેનસૂરિ વિચારમાં પડી ગયા : અરે ! મારી પણ ભૂલ કાઢનાર આ કોણ હશે? તરત તેમણે પાલખી ઊભી રખાવી, અને નીચે ઊતરીને જોયું તો તેમને ઓળખાણ પડ્યું કે “આ તો મારા ગુરુ !” - ગુરુને પાલખી ઊંચકતા જોઈ સિદ્ધસેન શરમાયા. તે ગુરુને પગે પડ્યા. તેમણે પુનઃ પુનઃ માફી માગી. પછી પૂછ્યું : ‘ગુરુદેવ ! આપ અહીં ક્યાંથી?” ‘ભાઈ, આ તારી બાદશાહી જોવા અને તારી પાલખી ઉપાડી પાવન થવા !” ગુરુએ જરા ટકોર કરતાં કહ્યું. ગુરુદેવ ! માફ કરો. હું ભૂલ્યો. આપે મને ફરી વાર તાર્યો.” કંઈ નહિ વત્સ ! તને પશ્ચાત્તાપ થયો છે તે જાણી મને ખૂબ આનંદ થાય છે. સિદ્ધસેન ! આ સુખ-વૈભવને છોડી આત્મધ્યાનમાં સ્થિર થા ! આ રાજવૈભવનો ત્યાગ કરી માનવકલ્યાણમાં મસ્ત થા ! જગતમાં ભ્રાતૃભાવનો પ્રચાર For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ક૨. સ્યાદ્વાદ ધર્મનો ફેલાવો કર.' આટલું બોલી વૃદ્ધવાદીસૂરિ પ્રયાણ કરી ગયા. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૨ * ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા દિવાકરસૂરિજી ફ૨ી માનવજીવોનો ઉદ્ધાર કરતાં ગામેગામ ફરવા લાગ્યા. એક દિવસ તેઓ ભરૂચમાં પધાર્યા. ત્યાં તેમને વિચાર થયો કે તીર્થંક૨ ભગવાને કહેલા અને ગણધર દેવોએ શાસ્ત્રરૂપે ગૂંથેલા સકળ સિદ્ધાન્તો અર્ધમાગધી ભાષામાં છે. આ ભાષા તો પ્રાકૃત છે. નાનાં બાળકો પણ સમજી શકે તેવી છે. આ સિદ્ધાન્તો જો પંડિતોની ભાષામાં--સંસ્કૃત ભાષામાં હોય તો તેનું કેટલું માન વધે ! માટે આ સર્વ સૂત્રોને હું મધુર સંસ્કૃત ભાષામાં ફેરવી નાખું. આમ વિચારી તેમણે નવકારમંત્રનું સંસ્કૃતમાં નીચે પ્રમાણે રૂપાંતર કર્યુ : नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः। આમ સૂત્રોનું સંસ્કૃત રૂપાંતર કરવાની શરૂઆત તો કરી, પણ તેમને વિચાર થયો કે આ કામ સંઘને પૂછીને કરવું ઘટે. બીજે દિવસે તેમણે સંઘને એકઠો કરાવીને, પોતાનો વિચાર કહી સંભળાવ્યો, પણ આ નવીન વાત સાંભળીને સંઘ તો ખળભળી ઊઠ્યો. સંઘે કહ્યું ઃ પ્રભો ! અમે આપની સાથે સંમત થઈ શકતા નથી. સંસ્કૃત સૂત્રો રચાતાં સામાન્ય જનોને સમજવાં ઘણાં કઠિન થઈ પડશે, અને સમાજ અજ્ઞાન રહેશે, For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર તેનો સર્વદોષ આપના શિરે આવશે. તીર્થંકર મહારાજોએ જે કર્યું છે તે ઉચિત જ કર્યું છે. તેમાં સુધારોવધારો કરવો અમને આવશ્યક જણાતો નથી. ઊલટું અમને લાગે છે કે આપે તીર્થંકરોની અને આગમોની આશાતના કરી છે.’ ૩૧ દિવાક૨સૂરિને પણ સંઘની વાત ઠીક લાગી. સૂત્રો સંસ્કૃતમાં રચાતાં સામાન્ય જનોની સ્થિતિ કેવી થશે તેનો તેમને ખ્યાલ આવ્યો. પોતાનું કામ તેમને અજુગતું લાગ્યું. તેમણે બે હાથ જોડી સંઘને વિનંતી કરી : મને માફ કરો. મેં ભારે અપરાધ કર્યો છે. મને પ્રાયશ્ચિત્ત આપો.’ સંઘે કહ્યું : ‘પ્રભો ! આપ સમર્થ આચાર્ય છો. ધર્મધુરંધર ગચ્છાધિપતિ છો. આપને અમે શું પ્રાયશ્ચિત્ત આપીએ ? આપ જ આપને યોગ્ય લાગે તે પ્રાયશ્ચિત્ત કરી લો.’ સૂરિજીએ વિચાર કર્યો કે હું ગચ્છનો આગેવાન છું એટલે સર્વ કોઈ મારું અનુકરણ કરવા પ્રેરાય, માટે મારે કડક પ્રાયશ્ચિત્ત કરવું. આમ વિચારી તેમણે જાહેર કર્યું કે શ્રી સંઘ સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું કે બાર વર્ષ સુધી ગચ્છ બહાર રહી, જંગલ સેવી, ઘોર તપશ્ચર્યા કરી, શુષ્ક આહાર લઈ, હું પારાંચિક નામનું પ્રાયશ્ચિત્ત કરીશ, તે ઉપરાંત એક મોટા રાજાને પ્રતિબોધ પમાડીશ અને એક તીર્થનો ઉદ્ઘાર કરીશ.' તે જ પળે ગુરુ સંઘની રજા લઈ નીકળી પડચા/ * For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ - - - - જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ એક દિવસ અમૃત જેવા મધુર વચનથી સૂરિજીએ શત્રુંજય મહાતીર્થનું માહાભ્ય વર્ણવી તેની યાત્રા કરવાથી શું પુણ્ય ઉપાર્જન થાય છે તે જણાવ્યું; તેનો સંઘ કાઢવાથી થતા અનેક લાભો સમજાવ્યા. આથી વિક્રમે શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો. કેટલેક દિવસે સંઘ પવિત્ર શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યો. પછી પરમભક્તિભાવથી તેણે યાત્રા કરી અને સૂરીશ્વરજીના ઉપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કરાવ્યો. આ મહાન યાત્રા કર્યા પછી સંઘે ભગવાન નેમિનાથ અને સતી રાજુલના ચરણારવિંદથી પાવન બનેલ “ગરવા ગઢ ગિરનારની યાત્રા કરી અને ઉજ્જયિની પાછો ફર્યો. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પોતાના સમયમાં અનેક માનવકલ્યાણનાં કાર્યો કર્યા. તેમના અગાધ પાંડિત્યના ફળરૂપે તેમના રચેલાં અનેક ગ્રંથરત્નો અત્યારે મોજૂદ છે. આ મહાગ્રંથો વાંચતાં જ આપણા મુખમાંથી ધન્ય ધન્ય’ શબ્દો નીકળી પડે છે. જેવા કે વિદ્વાન હતા તેવા જ તેઓ યોગી-સંયમી-હતા. આવા આવા મહાપુરુષોએ જ જૈન શાસનનું ગૌરવ વધાર્યું છે. કોઈ પણ વીર પ્રભુનો બાળ પ્રાતઃકાળમાં ઊઠી અમનું નામ સંભાર્યા સિવાય કેમ રહી શકે. | સર્વજ્ઞપુત્ર સિદ્ધસેન દિવાકરને આપણાં પુનઃ પુનઃ વંદન હો ! For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ [કુલ પુસ્તક ૧0]. ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન અને ' . . . . . For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ यामोमिन्दा . णमोआरिय or Jવી સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચા - બાળકોના Serving Jin Shasan જીવ * ITuuu um - 6 ઠી