________________
૧૨.
જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨
નહિ. આ મહાપ્રાણધ્યાનની સિદ્ધિ થવાની જરૂર વખતે એક મુહૂર્ત માત્રમાં બધા પૂર્વની સૂત્ર ને અર્થ સાથે ગણના થઈ શકે છે.”
આચાર્ય મહારાજની વાત સાંભળી બન્ને મુનિઓ પાછા આવ્યા, સંઘને વાત કરી. સંઘે એ સાંભળી બીજા બે સાધુઓને તૈયાર કર્યા ને તેમને જણાવ્યું કે તમારે જઈને ભદ્રબાહુસ્વામીને પૂછવું કે જે સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા કરવી?
પેલા મુનિઓએ જઈને ભદ્રબાહુસ્વામીને પૂછ્યું એટલે તેમણે જવાબ આપ્યો કે સંઘની આજ્ઞા ન માને એને સંઘ બહાર કરવો. સાથે સાથે તેઓ સમજી ગયા કે સંઘની આજ્ઞા હું ન માને તો મને પણ શિક્ષા થવી જોઈએ. એટલે તેઓએ તરત હ્યું : મારા પ્રત્યે શ્રીમાન સંઘે એમ ન કરતાં મારા પર કૃપા કરવી, અને બુદ્ધિમાન સાધુઓને મારી પાસે ભણવા મોકલવા. હું તેમને હંમેશાં સાત વખત પાઠ આપીશ: સવાર, બપોર ને સાંજ તથા ભિક્ષાવેળાએ ને સાંજના પ્રતિક્રમણ પછી ત્રણ વખત.
સાધુઓએ શ્રી ભદ્રબાહુસ્વામીનો સંદેશો સંઘને પહોંચાડ્યો. એટલે સંઘે પાંચસો સાધુઓને નેપાળ જવા તૈયાર કર્યા. આ સંઘમાં કોશા વેશ્યાને ત્યાં બાર વર્ષ સુધી પડી રહેનાર ને પાછળથી દીક્ષા લેનાર શકાટાલ મંત્રીના પુત્ર શ્રી સ્થૂલિભદ્રજી પણ હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org