________________
શ્રી ભદ્રબાહુસ્વામી
૧૩ . . . . . . . સાધુઓને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પાઠ આપવા માંડ્યા, પણ બધા સાધુઓને તે બહુ ઓછા લાગ્યા. ધીમે ધીમે તેઓ કંટાળીને પાછા ફર્યા; એકલા સ્થૂલિભદ્રજી રહ્યા. તેઓ આઠ વર્ષમાં આઠ પૂર્વ સારી રીતે ભણ્યા. પછી એક વખત ભદ્રબાહુસ્વામીએ પૂછયું કે સ્થૂલિભદ્ર! તું નિરાશ થયેલો કેમ જણાય છે? સ્થૂલિભદ્ર કહે, પ્રભો ! હું નિરાશ તો નથી થયો, પણ મને પાઠ બહુ ઓછા લાગે છે. ભદ્રબાહુસ્વામી કહે, ધ્યાન પૂરું થવાને બહુ વખત નથી. ધ્યાન પૂરું થયા પછી તું માગીશ તેટલા પાઠ આપીશ. સ્થૂલિભદ્રજી કહે, ભગવન્! હવે મારે કેટલું ભણવાનું બાકી છે ? ભદ્રબાહુસ્વામી કહે, હજી તો તું એક બિંદુ જેટલું ભણ્યો છે ને સાગર જેટલું બાકી છે. સ્થૂલિભદ્રજીએ પછી કંઈ પૂછયું નહિ ને તે ખૂબ ઉત્સાહથી આગળ ભણવા માંડ્યા. મહાપ્રાણધ્યાન પૂરું થયું અને ધૂલિભદ્રજીને વધારે પાઠ મળવા લાગ્યા. એટલે તે દશ પૂર્વમાં બે વસ્તુ ઓછી રહી ત્યાં સુધી શીખી ગયા.
ભદ્રબાહુસ્વામી નેપાળમાંથી પાછા ફર્યા. સાથે સ્થૂલિભદ્રજી પણ પાછા ફર્યા. આ દરમિયાન આચાર્ય શ્રી સંભૂતિવિજયજી કાળધર્મ પામ્યા હતા. તેથી તે તેમની પાટે આવ્યા. હવે તે યુગપ્રધાન કહેવાયા. તેઓ વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org