________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૨
કથીર કૂબડું દેખાય તેમ આ બે ભાઈઓને લાગ્યું. ખરી વિદ્યા ને ખરું જ્ઞાન મેળવવાનું હોય તો આ મહાત્મા પાસે છે એમ તેમને જણાયું. એથી બન્નેએ તેમની આગળ દીક્ષા લીધી ને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવા માંડ્યો.
જૈન શાસ્ત્રોમાં જે પુસ્તકો અત્યંત પવિત્ર ને પ્રમાણભૂત ગણાય છે તે આગમ કહેવાય છે. પ્રભુ મહાવીરે જે ઉપદેશ આપ્યો તેને ગણધર શ્રી ગૌતમસ્વામી તથા બીજાઓએ સૂત્રરૂપે ગૂંથ્યો. એ સૂત્રની સંખ્યા ૧૨ની છે, એટલે તે દ્વાદશાંગી કહેવાય છે. દ્વાદશ એટલે બાર અને અંગ એટલે સૂત્રો.
ભદ્રબાહુસ્વામી તો બાર અંગમાંથી પહેલું આચારાંગ શીખી ગયા; બીજું સૂયગડાંગ શીખી ગયા; ત્રીજું ઠાણાંગ શીખી ગયા; ચોથું સમવાયાંગ શીખી ગયા. પછી તો ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાશકદશાંગ, અંતગડદશાંગ, ને અનુત્તરોવવાઈ, પ્રશ્ર વ્યાકરણ અને વિપાકશ્રુત પણ શીખી
ગયા.
હવે આવ્યું બારમું અંગ-ઘણું જ મોટું ને ઘણું જ જ્ઞાનવાળું. એનું નામ દૃષ્ટિવાદ. મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું કામ. વરાહમિહિર તો એટલેથી અટક્યા ને બીજું બીજું શીખવા માંડ્યા. ભદ્રબાહુસ્વામી એમ અટકે તેવા ન હતા. એ તો એકાગ્ર મન કરીને દૃષ્ટિવાદ શીખવા લાગ્યા. તેનો પહેલો ભાગ પરિકર્મ શીખી ગયા. એમાં ઘણી ઊંડી ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org