________________
શ્રી ભદ્રબાહુસ્વામી
ઘણી ઝીણી વાતો. પછી બીજો ભાગ સૂત્ર આવ્યો. તેના ૮૮ ભેદ. તે પણ શીખી ગયા. હવે આવ્યો ત્રીજો ભાગ પૂર્વગત. ઘણો અઘરો ને ઘણો વિશાળ. એના ચૌદ તો મહાન ભાગ. અકેકું પૂર્વ એટલું જ્ઞાનવાળું કે તેની સરખામણી ન થાય. એ પૂર્વ લખ્યાં લખાય નહિ. ફક્ત આત્માની શક્તિ (લબ્ધિ)થી જ શિખાય. એ તો ઘણું જ મોટું ને મુશ્કેલ ! એવો મોટો ને મુશ્કેલીવાળો ભાગ પણ ભદ્રબાહુ શીખી ગયા. પછી અનુયોગ ને ચૂલિકા પણ શીખી ગયા. હવે ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધારી કહેવાયા.
આ મહાન શાસ્ત્રો બીજા સારી રીતે સમજી શકે એટલા માટે તેમણે કેટલાકના સરળ અર્થ લખ્યા. એ નિર્યુક્તિ કહેવાય છે. એવી નિર્યુક્તિ દસ સૂત્રો પ૨ ૨ચી.
ગુરુએ ભદ્રબાહુસ્વામીને હવે બરાબર લાયક જોઈ આચાર્યપદ આપ્યું. વરાહમિહિર કહે, હુંય ઘણું ભણ્યો છું, માટે મને પણ આચાર્યપદ અપાવો. ભદ્રબાહુસ્વામી કહે, એ વાત સાચી, પણ તારામાં ગુરુનો વિનય ને નમ્રતા ક્યાં છે ? વરાહમિહિર કહે, તો મારે ગુરુ ન જોઈએ, આ વશ ન જોઈએ. હું સ્વયંજ્ઞાની ! ત્રણ કાળની વાત કહી દઈશ. ભદ્રબાહુસ્વામી કહે, તને સુખ ઊપજે એમ કર.
*
પાટલીપુત્રના નંદરાજાઓ ખૂબ વૈભવશાળી ને પ્રતાપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org