________________
શ્રી ભદ્રબાહુસ્વામી
પ્રતિષ્ઠાનપુરમાં બે બ્રાહ્મણભાઈઓ રહેતા હતા. એકનું નામ ભદ્રબાહુ ને બીજાનું નામ વરાહમિહિર. કુટુંબનો ધંધો યજમાનવૃત્તિનો, પઠન-પાઠનનો. કુટુંબ વિદ્યામાં ભારે કાબેલ. એટલે બન્ને ભાઈઓને વિદ્યા વારસામાં ઊતરી. એ બે ભાઈઓને ન હતો ખાવાપીવાનો શોખ કે ન હતો કપડાંલતાનો શોખ. એ ભલા ને શાસ્ત્રો ભલાં. જો કંઈ નવું જાણવાનું મળે તો ખાવાનું ખાવાને ઠેકાણે રહે ને વહેલાં ત્યાં પહોંચી જાય.
વિદ્યા મેળવવામાં અત્યંત ખંત હોવાથી તે બંને થોડા વખતમાં ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ તથા જ્યોતિષ વગેરે શાસ્ત્રોમાં પ્રવીણ થયા.
એક વખત યશોભદ્રસૂરિ નામના અગાધ જ્ઞાની આચાર્યનો તેમને સમાગમ થયો. એ આચાર્ય દશવૈકાલિક સૂત્રના રચનાર શય્યભવસૂરિના ચૌદપૂર્વધારી શિષ્ય હતા. જેમ સૂર્ય આગળ આગિયો ઝાંખો પડી જાય, જેમ સોના આગળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org