________________
૨૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨
* *
*
ત્યાંનો રાજા દેવપાળ પણ પોતાના અધિકારીઓ સહિત ગુરુને વંદન કરવા આવ્યો. સૂરિજીએ તેને ધર્મોપદેશ આપ્યો. એની વિદ્વત્તા જોઈ રાજા ખૂબ આનંદિત થયો ને હંમેશ તેમનાં દર્શને આવવા લાગ્યો.
કેટલાક વખત પછી પાડોશનો રાજા વિજયવર્મા મોટું લશ્કર લઈ દેવપાળ ઉપર ચઢી આવ્યો. દેવપાળનું લશ્કર નાનું હોવાથી તેને જીતવાની આશા નહોતી. તેણે કેસરિયાં કરવાનો નિર્ધાર કર્યો. કેસરિયાં વાઘામાં સજ્જ થઈ, યુદ્ધમાં જતી વખતે, તે ગુરુશ્રીનાં દર્શને આવ્યો. પોતાને જીતવાની આશા નથી એવી તેણે સૂરિજીને વાત કરી. સૂરિજીએ સરસવી વિદ્યાના પ્રતાપથી એક મોટું ઘોડેસવાર સૈન્ય ઉત્પન્ન કરી રાજાને કહ્યું: ‘જા, સર્વ સારું થશે.' દેવપાળ આ લશ્કર લઈને નગર બહાર ગયો. આવડું મોટું–નહિ ધારેલું–લશ્કર જોઈ શત્રુરાજા વિજયવર્મા તો હેબતાઈ જ ગયો. તેને લાગ્યું કે અહીં આપણે જીતી શકવાના નથી. તે પોતાનું સૈન્ય લઈ લડવાનું પડતું મૂકી પલાયન થઈ ગયો.
રાજાદેવપાળવિજયડંકો દઈનગરમાં પાછો ફર્યો.પ્રજાસર્વ જય જયનાદકરવાલાગી.સર્વેસૂરિજીને ધન્યવાદઆપતાં કહેવા લાગ્યા: ‘આપની કૃપા ન હોત તો રાજ્ય ખેદાનમેદાન થઈ જાત. અને રાજા દેવપાળ રસ્તાનો રઝળતો ભિખારી થઈ જાત.”
દેવપાળને ગુરુ પર અગાધ શ્રદ્ધા બેઠી. ગુરુ પાસે તેણે જૈન ધર્મ અંગીકાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org