________________
શ્રી સિદ્ધસેન દિવાકર
રપ
રહસ્યમય વિદ્યાગ્રંથો આ થંભના પોલાણમાં મૂકેલા છે, અને તેનું મો ઔષધિઓથી બંધ કરેલું છે. તેને ઉઘાડવા ઘણાઓએ પ્રયત્ન કર્યા, પણ સર્વ નિષ્ફળ નીવડ્યા છે.' ' સૂરિજીએ તે ઔષધિઓને સુંઘી સુંઘી તેની પારખ કરવા માંડી. પછી પોતે કેટલીક ઔષધિઓ મેળવી તેનો લેપ કરાવ્યો. આ લેપ થંભના ઉપર ચોપડતાં જ તેનું મુખ ખુલ્લું થયું. અંદર હાથ નાખતાં એક પુસ્તક નીકળ્યું. તેનું પ્રથમ પાનું વાંચતાં જ બે વિદ્યાઓ જોઈ. સૂરિજીએ તેને ધારી લીધી. - તે વિદ્યાઓનાં નામ સુવર્ણસિદ્ધિ અને સરસવી વિદ્યા. પહેલી વિદ્યાના પ્રભાવથી લોઢાનું સોનું બને અને બીજીથી મંત્રેલા સરસવ જળાશયમાં નાખતાં તેમાંથી હથિયારબંધ ઘોડેસવારો નીકળે.
આ વિદ્યાઓ બરાબર યાદ રાખી લીધા પછી સૂરિજી જેવા આગળ વાંચવા જાય છે, તેવી જ કોઈ ગેબી વાણી સંભળાઈ : “ખામોશ ! આ બે વિદ્યાઓથી જ જગતની સેવા કરો; વધુ મેળવવાનો પરિશ્રમ કરશો નહિ.”
આ ભેદી ઘોષ સાંભળી સૂરિજીએ પુસ્તકને જ્યાં હતું ત્યાં મૂકી દીધું ને થંભનું મોઢું બંધ કરી દીધું.
ચિતોડથી વિહાર કરી જગતના જીવોને ઉપદેશ દેતા સિદ્ધસેનસૂરિ એક દિવસ કર્મારપુર નગરમાં આવ્યા. ત્યાંના સંઘે ગુરુશ્રીનું ખૂબ સન્માન કર્યું. સૂરિજીની પ્રશંસા સાંભળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org