________________
૩૦
ક૨. સ્યાદ્વાદ ધર્મનો ફેલાવો કર.' આટલું બોલી વૃદ્ધવાદીસૂરિ પ્રયાણ કરી ગયા.
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૨
*
ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા દિવાકરસૂરિજી ફ૨ી માનવજીવોનો ઉદ્ધાર કરતાં ગામેગામ ફરવા લાગ્યા. એક દિવસ તેઓ ભરૂચમાં પધાર્યા. ત્યાં તેમને વિચાર થયો કે તીર્થંક૨ ભગવાને કહેલા અને ગણધર દેવોએ શાસ્ત્રરૂપે ગૂંથેલા સકળ સિદ્ધાન્તો અર્ધમાગધી ભાષામાં છે. આ ભાષા તો પ્રાકૃત છે. નાનાં બાળકો પણ સમજી શકે તેવી છે. આ સિદ્ધાન્તો જો પંડિતોની ભાષામાં--સંસ્કૃત ભાષામાં હોય તો તેનું કેટલું માન વધે ! માટે આ સર્વ સૂત્રોને હું મધુર સંસ્કૃત ભાષામાં ફેરવી નાખું. આમ વિચારી તેમણે નવકારમંત્રનું સંસ્કૃતમાં નીચે પ્રમાણે રૂપાંતર કર્યુ :
नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः।
આમ સૂત્રોનું સંસ્કૃત રૂપાંતર કરવાની શરૂઆત તો કરી, પણ તેમને વિચાર થયો કે આ કામ સંઘને પૂછીને કરવું ઘટે.
Jain Education International
બીજે દિવસે તેમણે સંઘને એકઠો કરાવીને, પોતાનો વિચાર કહી સંભળાવ્યો, પણ આ નવીન વાત સાંભળીને સંઘ તો ખળભળી ઊઠ્યો. સંઘે કહ્યું ઃ પ્રભો ! અમે આપની સાથે સંમત થઈ શકતા નથી. સંસ્કૃત સૂત્રો રચાતાં સામાન્ય જનોને સમજવાં ઘણાં કઠિન થઈ પડશે, અને સમાજ અજ્ઞાન રહેશે,
For Personal & Private Use Only
www.jainelibrary.org