SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધસેન દિવાકર તેનો સર્વદોષ આપના શિરે આવશે. તીર્થંકર મહારાજોએ જે કર્યું છે તે ઉચિત જ કર્યું છે. તેમાં સુધારોવધારો કરવો અમને આવશ્યક જણાતો નથી. ઊલટું અમને લાગે છે કે આપે તીર્થંકરોની અને આગમોની આશાતના કરી છે.’ ૩૧ દિવાક૨સૂરિને પણ સંઘની વાત ઠીક લાગી. સૂત્રો સંસ્કૃતમાં રચાતાં સામાન્ય જનોની સ્થિતિ કેવી થશે તેનો તેમને ખ્યાલ આવ્યો. પોતાનું કામ તેમને અજુગતું લાગ્યું. તેમણે બે હાથ જોડી સંઘને વિનંતી કરી : મને માફ કરો. મેં ભારે અપરાધ કર્યો છે. મને પ્રાયશ્ચિત્ત આપો.’ સંઘે કહ્યું : ‘પ્રભો ! આપ સમર્થ આચાર્ય છો. ધર્મધુરંધર ગચ્છાધિપતિ છો. આપને અમે શું પ્રાયશ્ચિત્ત આપીએ ? આપ જ આપને યોગ્ય લાગે તે પ્રાયશ્ચિત્ત કરી લો.’ સૂરિજીએ વિચાર કર્યો કે હું ગચ્છનો આગેવાન છું એટલે સર્વ કોઈ મારું અનુકરણ કરવા પ્રેરાય, માટે મારે કડક પ્રાયશ્ચિત્ત કરવું. આમ વિચારી તેમણે જાહેર કર્યું કે શ્રી સંઘ સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું કે બાર વર્ષ સુધી ગચ્છ બહાર રહી, જંગલ સેવી, ઘોર તપશ્ચર્યા કરી, શુષ્ક આહાર લઈ, હું પારાંચિક નામનું પ્રાયશ્ચિત્ત કરીશ, તે ઉપરાંત એક મોટા રાજાને પ્રતિબોધ પમાડીશ અને એક તીર્થનો ઉદ્ઘાર કરીશ.' તે જ પળે ગુરુ સંઘની રજા લઈ નીકળી પડચા/ * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005447
Book TitleBhadrabahuswami Siddhasen Diwakar
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy