SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ એક દિવસ અમૃત જેવા મધુર વચનથી સૂરિજીએ શત્રુંજય મહાતીર્થનું માહાભ્ય વર્ણવી તેની યાત્રા કરવાથી શું પુણ્ય ઉપાર્જન થાય છે તે જણાવ્યું; તેનો સંઘ કાઢવાથી થતા અનેક લાભો સમજાવ્યા. આથી વિક્રમે શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો. કેટલેક દિવસે સંઘ પવિત્ર શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યો. પછી પરમભક્તિભાવથી તેણે યાત્રા કરી અને સૂરીશ્વરજીના ઉપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કરાવ્યો. આ મહાન યાત્રા કર્યા પછી સંઘે ભગવાન નેમિનાથ અને સતી રાજુલના ચરણારવિંદથી પાવન બનેલ “ગરવા ગઢ ગિરનારની યાત્રા કરી અને ઉજ્જયિની પાછો ફર્યો. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પોતાના સમયમાં અનેક માનવકલ્યાણનાં કાર્યો કર્યા. તેમના અગાધ પાંડિત્યના ફળરૂપે તેમના રચેલાં અનેક ગ્રંથરત્નો અત્યારે મોજૂદ છે. આ મહાગ્રંથો વાંચતાં જ આપણા મુખમાંથી ધન્ય ધન્ય’ શબ્દો નીકળી પડે છે. જેવા કે વિદ્વાન હતા તેવા જ તેઓ યોગી-સંયમી-હતા. આવા આવા મહાપુરુષોએ જ જૈન શાસનનું ગૌરવ વધાર્યું છે. કોઈ પણ વીર પ્રભુનો બાળ પ્રાતઃકાળમાં ઊઠી અમનું નામ સંભાર્યા સિવાય કેમ રહી શકે. | સર્વજ્ઞપુત્ર સિદ્ધસેન દિવાકરને આપણાં પુનઃ પુનઃ વંદન હો ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005447
Book TitleBhadrabahuswami Siddhasen Diwakar
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy