________________
શ્રી સિદ્ધસેન દિવાકર
તેનો હું શિષ્ય થઈ જાઉં, જિંદગીભરને માટે તેનો સેવક બનું.”
શાબાશ, શાબાશ. આપે આપના ગર્વને છાજે તેવી જ પ્રતિજ્ઞા લીધી છે, રાજાએ કહ્યું.
કેટલાક પંડિતો વાદ કરવા આગળ આવ્યા, પણ કોની તાકાત કે સિદ્ધસેનની સામે એક પળ પણ ટકી શકે? સિદ્ધસેને તેમને દાંતે તરણાં લેવડાવી છોડી દીધા. રાજાએ તેને પુષ્કળ માન આપ્યું, સારી જેવી દક્ષિણા આપીને તેની યોગ્ય કદર કરી. આમ મહારાષ્ટ્ર, મગધ, કાશ્મીર, ગૌડ વગેરે દેશોમાં ફરી સિદ્ધસેને ત્યાંના પંડિતોને હરાવ્યા. પોતાના યશનો ડંકો વગાડી વિદ્વાનોમાં તે ચક્રવર્તી ગણાયા. હવે તેમની છાતી ગજ ગજ ઊછળવા લાગી. તે વિચારવા લાગ્યો : મારા જેવો કોણ છે?
એક વાર કોઈએ કહ્યું: “પંડિતજી, લાટ દેશના પાટનગર ભરૂચ શહેરમાં જાઓ. ત્યાં સરસ્વતીના અવતારસમા, તમારા વિદ્યામદનું મર્દન કરવાને સમર્થ એવા શ્રી વૃદ્ધવાદીસૂરિ બિરાજે છે. તેમની પાસે જાઓ અને તેમની સાથે વાદ કરો તો ખરા !”
છંછેડાયેલા સાપના જેવા, ધૂંધવાતા અગ્નિ જેવા, રણે ચડેલા યોદ્ધા જેવા સિદ્ધસેન વૃદ્ધવાદીને હરાવવાની પ્રતિજ્ઞા કરીને ત્યાંથી નીકળ્યા.
પવિત્ર નર્મદા નદીનાં ઊંડાં નીર વહી રહ્યાં છે. તેના કાંઠે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org