________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨
ભરૂચ શહેર આવેલું છે. સિદ્ધસેન પંડિત પોતાના પરિવાર સહિત ભરૂચ આવી પહોંચ્યા, ને તરત વૃદ્ધવાદીસૂરિની તપાસ કરતાં તેઓના ઉપાશ્રય પાસે આવી લાગ્યા, પણ એ જ દિવસે સૂરિજી બીજે ગામ વિહાર કરી ગયેલા.
એક જણે રસ્તો બતાવ્યો એટલે સિદ્ધસેન તે રસ્તે ઝપાટાબંધ ચાલવા લાગ્યા. કેટલીક વારે તે વૃદ્ધવાદીસૂરિની લગોલગ પહોંચ્યા. વૃદ્ધવાદીને લાગ્યું કે કોઈ પુરુષ ઉપદેશની આશાએ ઉતાવળે આવે છે. તેઓ ઝાડ નીચે ઊભા રહ્યા.
સિદ્ધસેન પાસે આવતાં સૂરિજીએ તેમને ઉપદેશ દેવા માંડ્યો, એટલે સિદ્ધસેન બોલ્યા : “સૂરિજી ! હું તમારો ઉપદેશ સાંભળવા નથી આવ્યો. તમારે મારી સાથે વાદ કરવો પડશે. તમે મારી બીકે નાસી આવ્યા, પણ હવે હું તમને છોડનાર નથી. કાં તો હાર કબૂલી તમારું વાદીનું બિરુદ છોડી મારે શરણે આવો, અગર વાદમાં મારો પરાજય કરો ! જો તમે મને હરાવો તો હું તમારો શિષ્ય થઈ જાઉં.
વૃદ્ધવાદીસૂરિને લાગ્યું કે આને વિદ્યાનું અજીર્ણ થયું છે. માણસ વિદ્વાન છે, પણ તેની વિદ્વત્તાનો ગેરઉપયોગ થયો છે. જો એને કુનેહથી સત્યમાર્ગ બતાવવામાં આવે તો તે સમાજને ઘણો જ ઉપયોગી થઈ પડે.
આમ વિચારી તેમણે કહ્યું : “ભાઈ ! તારે વાદ કરવો હોય તો મારી ના નથી, પણ આપણો ન્યાય કરનાર કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org