________________
શ્રી સિદ્ધસેન દિવાકર
માણસ જોઈએ ને ? માટે પંચ ખોળી કાઢ.
આચાર્યના આ પ્રામાણિક વચન ઉપર સિદ્ધસેનને શ્રદ્ધા બેઠી, પણ આ વગડામાં પંચ મળે ક્યાંથી ? વિચાર કરતાં તેને લાગ્યું કે જેને હું પંચ કલ્પીશ તે મારે મન તો પશુવત્ છે. તો આ ઢોર ચારનાર ગોવાળોને પંચ કહ્યું તો મને શી હાનિ થવાની છે ?
તરત જ તેમણે ગોવાળોને પસંદ કરી ન્યાય ચૂકવવા બેસાડ્યા. પછી તે વૃદ્ધવાદીસૂરિ સાથે વિવાદ કરવા લાગ્યા. વ્યાકરણ, શાસ્ત્ર, ન્યાય, મીમાંસા, વેદાંત વગેરે અનેક ગ્રંથોનાં પ્રમાણો સાથે તેમણે પૂર્વ પક્ષ ઉપાડ્યો. સંસ્કૃત ભાષાના શ્લોકો તે ઉપરાછાપરી બોલવા લાગ્યા. ઘણી વાર સુધી પોતાના પક્ષનું સમર્થન કર્યું. - હવે વૃદ્ધવાદી આચાર્ય વિચાર કર્યો કે આ ગોવાળો આગળ સંસ્કૃતમાં ભાષણ કરવું એ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે, એટલે આ સિદ્ધસેનને મારે યુક્તિથી વશ કરી લેવો જોઈએ.
તેઓ ઘણા બુદ્ધિમાન અને સમયસૂચક હતા તેથી તેમણે ઊભા થઈ કેડે ઓઘો બાંધ્યો. પછી હાથના તાબોટા વગાડતાં વગાડતાં ફેરફૂદડી ફરી, ગોવાળિયાઓને સમજણ પડે એવો એક પ્રાકૃત ગરબો મજેનો રાગ કાઢીને તેમણે ગાયો. ગોવાળિયા તો એ સાંભળી ખુશ ખુશ થઈ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org