________________
શ્રી સિદ્ધસેન દિવાકર
આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે માળવાની કીર્તિ છએ ખંડમાં વ્યાપી રહી હતી. માળવાની રાજધાનીનું નામ ઉજ્જયિની હતું. ત્યાં પરાક્રમી અને પરદુઃખભંજન રાજા વિક્રમ રાજ્ય કરતો હતો.
તે રાજા જેવો શૂરવીર હતો તેવો જ વિદ્યારસિક હતો. દેશપરદેશના વિદ્વાનોને તે આશ્રય આપતો. સેંકડો પંડિતો તેના રાજ્યમાં રહી વિદ્યાનો ફેલાવો કરી રહ્યા હતા. તેણે અનેક પાઠશાળાઓ સ્થાપી હતી. દેશદેશથી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવાને આવતા.
ઉજ્જયિની તેના સમયમાં વિદ્યાનું મહાન કેન્દ્ર ગણાતી હતી. સરસ્વતીના અવતારસમા મહાકવિ કાલિદાસ સર્વ સાહિત્યકારોમાં મુખ્ય હતા. વળી વેદવિદ્યામાં વિશારદ મંત્રી દેવર્ષિ સમર્થ પુરોહિત હતા.
દેવર્ષિ પુરોહિતને સિદ્ધસેન નામે એક યુવાન પુત્ર હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org