________________
શ્રી સિદ્ધસેન દિવાકર
તેનું મુખ વિદ્યાના પ્રભાવથી દેદીપ્યમાન હતું. તેની સાથે વાદ કરતાં મોટા મોટા પંડિતો પણ હારી જતા, એથી તે દેશદેશાંતરમાં પ્રસિદ્ધ થયો હતો. એક વખત તેને થયું કે દુનિયામાં મારા જેવો વિદ્વાન કોણ છે ? મારી બરોબરી કરે એવો કોઈ પંડિત મારી નજરમાં આવતો નથી. છતાં એક વખત દેશ આખામાં ફરું, બધાને જીતું અને મારા નામનો ડંકો વગાડું તો જ હું ખરો ! આમ વિચારી તે વિચિત્ર વેશ ધારણ કરી પંડિતો પર વિજય કરવા નીકળી પડ્યો.
ફરતાં ફરતાં દક્ષિણ દેશમાં કર્ણાટકના રાજદરબારે પહોંચ્યો. ત્યાં જઈ તેણે હાક દીધી : “હે રાજનું ! તમારા રાજ્યમાં મારી સાથે વાદવિવાદ કરે તેવો કોઈ માડીજાયો હોય તો બોલાવો મારી સામે. આજે તેના ગર્વનો ચૂરો કરવાને માલવપતિ વિક્રમનો માનીતો પંડિત સિદ્ધસેન આવી પહોંચ્યો છે.”
પંડિત સિદ્ધસેનનું નામ અહીં સારી રીતે જાણીતું હતું. તેને જીતવાની કોઈની હામ નહોતી. કર્ણાટકની રાજસભાના પંડિતો તો તેનું નામ સાંભળીને ઠંડા થઈ ગયા. સિદ્ધસેન એટલે પંડિતોમાં સિંહ ! કોની તાકાત કે તેની સાથે વાદ કરવાની હામ ભીડે?
મહારાજાએ તેનું યોગ્ય સન્માન કર્યું. પછી તેણે વિનયપૂર્વક પૂછ્યું કે, પંડિતજી ! આપનાં દર્શનથી અમે કૃતાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org