________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨.૨
...
.
.ت.
કહ્યું: ‘આ આશીર્વાદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે.”
સિદ્ધસેનસૂરિનું આવું અદ્ભુત જ્ઞાન જોઈ રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો. સૂરિજીને ક્રોડ સોનૈયા આપવા તેણે રાજસેવકને આજ્ઞા કરી.
સૂરિજીએ કહ્યું: ‘અમારે ત્યાગી પુરુષોને સોનામહોરોનું શું પ્રયોજન છે? આ દ્રવ્યથી કોઈ મનુષ્ય પૃથ્વીમાં દેવાથી દુઃખી થતો હોય તેને દેવામાંથી મુક્ત કરવો ઘટે છે.' - ગુરુની આજ્ઞાથી વિક્રમે સઘળી સોનામહોરો દેવાદારોને આપી તેમને ઋણમુક્ત કર્યા અને પોતાનો શક ચલાવ્યો, જે આજ દિન સુધી ચાલે છે.
એક વખત સૂરિજી ફરતાં ફરતાં ચિતોડ પધાર્યા. તેનો કિલ્લો ઇતિહાસપ્રસિદ્ધ છે. સિદ્ધસેનસૂરિ ત્યાં આવેલા મંદિરમાં એક વખત દર્શન કરવા ગયા. તે વખતે તેમની દૃષ્ટિ ચૈત્ય ઉપર ઊભા કરેલા એક થંભ ઉપર પડી. આ થંભ ન હતો ઈંટનો કે ન હતો પથ્થરનો, કોઈ વિચિત્ર વસ્તુનો તે બનેલો હતો. સૂરિજીને આ થંભ જોઈ આશ્ચર્ય થયું. તેમણે એક વૃદ્ધ પુરુષને પૂછયું : “ભાઈ ! આ થંભ શાનો બનેલો છે ? અને તે અહીં કેમ ઊભો કરવામાં આવ્યો છે ?
એ વૃદ્ધે જણાવ્યું : “પ્રભો ! લોકવાયકા એવી છે કે આ થંભ ઔષધિઓનો બનાવેલો છે. પૂર્વના આચાર્યોએ કીમતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org