________________ શ્રી સિદ્ધસેન દિવાકર . . . . . . ગુરુજીએ તેમને ‘સર્વજ્ઞપુત્રનું બિરુદ આપ્યું. કેટલાક વખત પછી તેમને આચાર્ય બનાવ્યા અને કુમુદચંદ્ર નામ બદલી સિદ્ધસેનસૂરિ નામ રાખ્યું. સિદ્ધસેનસૂરિ હવે વિદ્યાનું જરા પણ અભિમાન કર્યા સિવાય પોતાના પરિવાર સાથે વિચારવા લાગ્યા. દેશપરદેશમાં ફરતા ને સર્વ જીવોને ઉપદેશ દેતા શ્રી સિદ્ધસેનસૂરિ ઘણે દિવસે માળવાના પાટનગર ઉજ્જયિનીમાં આવ્યા. એક દિવસ રાજા વિક્રમ પોતાના નિત્યનિયમ પ્રમાણે ફરવા નીકળ્યો છે તેવામાં સિદ્ધસેનસૂરિ મંદિરે પ્રભુદર્શન કરવા જતા હતા તે સામા મળ્યા. સર્વ લોકો “જય સર્વજ્ઞપુત્ર, જય સર્વજ્ઞપુત્ર' કહી તેમની સ્તુતિ કરતા હતા. આ સાંભળી રાજાને ક્રોધ ચડ્યો. તેને વિચાર થયો કે એક વખતનો આ ઉદ્વત સિદ્ધસેન સાચેસાચ સર્વજ્ઞપુત્ર હોઈ શકે કે લોકો નકામી જ તેની સ્તુતિ કરે છે ? મારે તેની પરીક્ષા કરવી જોઈએ. આમ વિચારી રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યા. સિદ્ધસેને પોતાની વિદ્યાના બળથી રાજાનો અભિપ્રાય જાણી, જમણો હાથ ઊંચો કરી, મોટે સ્વરે આશીર્વાદ આપતાં કહ્યું: “ધર્મલાભ !" રાજાએ તેમને આશીર્વાદનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org