________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨
પછી બંનેએ પંચને પૂછયું : “ભાઈ ! અમારા બેઉમાંથી કોણ જીત્યું?
તે બોલ્યા કે વૃદ્ધવાદી મહારાજ જીત્યા. આ પંડિત તો સમજણ ન પડે તેવો ખાલી લવારો જ કરી જાણે છે, અને આચાર્ય મહારાજ તો કાનને મધુર લાગે તેવું ઘણું સરસ ગાય છે!
પ્રતિજ્ઞાથી બંધાયેલા સિદ્ધસેન બોલ્યા : “ગુરુજી ! હું મારી હાર કબૂલ કરું છું. મને આપનો શિષ્ય બનાવો.'
આચાર્ય બોલ્યા: ‘સિદ્ધસેન ! આ કંઈ આપણો વાદવિવાદ ન કહેવાય. ગોવાળોને પાંડિત્યની શી કિંમત ! આપણે પંડિતોની સભામાં વાદવિવાદ કરીશું. ખરી હારજીત ત્યારે જ નક્કી થશે.”
સિદ્ધસેન અભિમાની હતા, પણ સાથે એકવચની પણ હતા. તેમણે કહ્યું : “નહિ ગુરુજી ! આપ સમયને ઓળખી શકો છો. આપ ખરેખર જીત્યા છો. મને આપનો શિષ્ય બનાવો.”
આમ છતાં આચાર્ય સિદ્ધસેનની સાથે ભરૂચ આવ્યા. ત્યાંની રાજસભામાં બન્ને વચ્ચે ભારે વાદવિવાદ થયો. ત્યાં પણ સિદ્ધસેનની હાર થઈ. પછી વૃદ્ધવાદીએ સિદ્ધસેનને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. તેમનું નામ કુમુદચંદ્ર રાખ્યું.
સિદ્ધસેન મહાસમર્થ પંડિત હતા. ઘણા જ થોડા સમયમાં તેમણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. તેમનું જ્ઞાન જોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org