Book Title: Bhadrabahuswami Siddhasen Diwakar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨ થયા છીએ, પણ આપે આવો વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે તે સમજાતું નથી ! પેટે પાટા, ખભે નિસરણી ને બીજે ખભે જાળ; વળી એક હાથમાં કોદાળી ને બીજામાં ઘાસની પૂળી– આ બધું કેમ રાખ્યું છે તે કૃપા કરીને સમજાવશો? સિદ્ધસેને કહ્યું : “જુઓ, હું બધી વિદ્યાઓ ભણ્યો છું. તેના બોજાથી વખતે મારું પેટ ચિરાઈ જાય એ ભયથી હંમેશાં હું પેટે પાટા બાંધી રાખું છું. નિસરણી રાખવાનું કારણ એ છે કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના ભયથી કદાચ ઊંચે ચડી જાય, તો આ નિસરણી ઉપર ચડી તેને પકડી શકું કદી જળમાં ડૂબકી મારે તો જાળથી ખેંચી કાઢે, પૃથ્વીમાં પેસી જાય તો આ કોદાળીથી ખોદી કાઢે! અને જો વાદ કરતાં હારે તો ઘાસનું તરણું આ પૂળીમાંથી ઝટ કાઢી તેના દાંતે લેવડાવું.' રાજસભામાં બેઠેલા બધા પંડિતો આ સાંભળીને સડક થઈ ગયા. સિદ્ધસેનનાં અભિમાનપૂર્ણ વચનો સાંભળી સર્વનાં માન ગળી ગયાં. પણ પંડિતજી ! ધારો કે આપ પોતે હાર્યા તો શું કરો ?” રાજાએ ધીમે રહીને પૂછયું. સિદ્ધસેન સિંહની પેઠે ગર્જના કરીને બોલ્યો : “હું હારું? આ સિદ્ધસેન હારે ત્યારે તો થઈ રહ્યું ! રાજા ! સૂર્ય પશ્ચિમમાં ઊગે, પણ સિદ્ધસેન કદી હારે નહિ. મને કોઈ હરાવે તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36