Book Title: Bhadrabahuswami Siddhasen Diwakar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી ભદ્રબાહુસ્વામી સૂતો હતો ત્યારે તેને સોળ સ્વપ્ન આવ્યાં. એ સ્વપ્નોનો અર્થ તેણે ભદ્રબાહુસ્વામીને પૂછ્યો. ભદ્રબાહુસ્વામીએ પોતાના અગાધ જ્ઞાનથી તે સ્વપ્નોનો અર્થ સમજાવ્યો : રાજન ! પહેલા સ્વપ્નમાં તેં કલ્પવૃક્ષની ડાળ ભાંગેલી દીઠી. એનું ફળ એ છે કે આ પાંચમા આરામાં ઘણા ઓછા માણસો દીક્ષા લેશે. બીજા સ્વપ્નમાં તેં સૂર્યાસ્ત જોયો. તેનો અર્થ કેવળજ્ઞાનરૂપી સૂર્યનો અસ્ત થયો. ત્રીજા સ્વપ્નમાં ચાળણી જેવો ચંદ્રમા જોયો. એનું ફળ ધર્મ ચાળણીએ ચળાશે. ચોથા સ્વપ્નમાં બાર ફણાવાળો સર્પ જોયો. તેના ફળરૂપે બાર બાર વર્ષના ભયંકર દુકાળો પડશે. પાંચમા સ્વપ્નમાં તેં દેવવિમાન પાછું જતાં જોયું. એનું ફળ એ આવશે કે ચારણ મુનિ તેમ જ વિદ્યાધરો આ ભૂમિમાં આવશે નહિ. છઠ્ઠા સ્વપ્નમાં તેં ઉકરડામાં કમળ ઊગેલું જોયું. તેનું ફળ એ છે કે નીચ પણ ઊંચ થશે. સાતમા સ્વપ્નમાં ભૂતોનું ટોળું નાચતું જોયું, એનું ફળ એ છે કે મલિન દેવદેવીઓની માન્યતા વધશે. આઠમા સ્વપ્ન તેં આગિયો જોયો. એનું ફળ ધર્મમાં દૃઢ થોડા રહેશે, કુમતો વધારે પ્રકાશમાં આવશે. નવમા સ્વપ્ન સૂકું સરોવર જોયું ને તેમાં દક્ષિણ દિશાએ થોડું પાણી જોયું. એનું ફળ એ છે કે મુનિઓ પોતાનો જીવ બચાવવા દક્ષિણ દિશામાં જશે ને જ્યાં જ્યાં તીર્થકરોનાં કલ્યાણક હશે ત્યાંથી ધર્મનો વિચ્છેદ થશે. દસમા સ્વપ્નમાં કૂતરાઓને સોનાના થાળમાં ખીર ખાતા જોયા. એનું ફળે એ આવશે કે લક્ષ્મી ઉત્તમ કુળમાંથી નીચા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36